Book Title: Paap Pratighat ane Gun Bijadhan
Author(s): Raj Saubhag Satsang Mandal Saila
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 18
________________ | પંચસૂત્ર ભીમકા એવા પંચસૂત્રની વ્યાખ્યા સંક્ષેપથી કરવામાં આવે છે. પરમાત્માને નમસ્કારરૂપી મંગળ એ ઈષ્ટ શુભકાર્યની આડે ઊભેલા વિધોનો યાને અંતરાય કર્મનો નાશ કરે છે, માટે શુભ કાર્યના પ્રારંભે તે જરૂરી છે. ભગવદ્ - નમસ્કાર સુવર્ણસિદ્ધિ કે અન્ય મહામંત્રો કરતાં પણ મહા કિંમતી છે. માટે તો કહે છે કે ને કે : ૫ : इको वि नमुकारो... तारेइ नरं व नारिं वा । મહાવીર પ્રભુને કરેલો એક પણ નમસ્કાર પુરુષને યા સ્ત્રીને ભવપાર કરી દે છે. નમસ્કારનું આટલું ઉત્કૃષ્ટ કોટિનું અચિંત્ય સામર્થ્ય જોઈ કોણ સુજ્ઞ એમાં પ્રમાદ કરે ? અલબત, એ નમસ્કારનું મૂલ્ય, નમસ્કાર સર્વજ્ઞ ભગવાનની આજ્ઞાસ્વીકારરૂપ બની જવાથી, ઘણું વધી જાય છે. જિનની આજ્ઞાનો સ્વીકાર યાને આત્મસાત્ કરણ જેટલું ઊંચુ, તેટલું ફલ ઊંચુ. આમ જો નમસ્કારથી મોક્ષ સુધીનું ફળ મળે છે, તો બીજી સદ્ગતિ અને અચિન્ય સિદ્ધિઓ પ્રાપ્ત થાય તેમજ ભયંકર આપત્તિઓ ટળે એમાં નવાઈ શી ? વચન સત્-સત્ય-સુંદર :- પંચસૂત્રક એટલે પાંચ સૂત્રોનું બનેલું ‘પંચસૂત્ર' નામનું શાસ્ત્ર. અહીં ‘સસ્તું પંચસૂત્રક' કહીને આ શાસ્ત્રને ‘સત્' એવું વિશેષણ લગાવ્યું. શાસ્ત્ર સત્ એટલે સત્ય અને સુંદર. એ શાસ્ત્ર સત્ય એટલા માટે છે કે એની બતાવેલી પ્રક્રિયા જો બરાબર રીતે આરાધવામાં આવે તો તે નિશ્ચિતપણે નિર્વિવાદ તદુક્ત અનંત સુખમય મોક્ષને પમાડે છે. વળી શાસ્ત્ર સુંદર એટલા માટે કે એ મોક્ષ માટેની જે પ્રક્રિયા બતાવે છે તે મનોરમ છે, સુશક્ય છે, અને સ્વહિત-સાધક સાથે પરહિત-સાધક છે. પરને લેશ માત્ર પણ પીડાકારક નથી. સ્વાત્માનું અહિત હોય કે બીજાને પીડાકારક હોય તે તો અસુંદર ક્રિયા ગણાય. પંચસૂત્રે બતાવેલી મોક્ષ-પ્રક્રિયા એવી નથી. વિચારક પુરુષો આવી સત્ય અને સુંદર હિત-સાધના જ પસંદ કરે છે, અને તેનો આદર કરે છે. સર્વજ્ઞ-અસર્વજ્ઞ-વચનના બે દાખલા : એમ તો ઘણા ય મોક્ષની વાત તો કરે છે; પરંતુ તે નથી તો હોતી સર્વથા સત્ય, કે નથી એની સાધના-પ્રક્રિયા એકાંત સુંદર. અહીં સર્વજ્ઞવચન અને ઈતર વચનના બે દાખલા લઈએ. શ્રીકૃષ્ણ-વચન : - મોક્ષ અને તેના ઉપાયની વાત કરનાર ઈતર શાસ્ત્રમાં એવું સાંભળવા મળે છે કે

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122