Book Title: Paap Pratighat ane Gun Bijadhan
Author(s): Raj Saubhag Satsang Mandal Saila
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 17
________________ : ૪ : પંચસૂત્ર વગેરે ઉપાયો છે. એ એવા સચોટ છે કે એનાથી આ પાપ પ્રતિઘાત અને ગુણબીજ-સ્થાપન થવા દ્વારા પછીના સૂત્રોના વિવિધ પદાર્થ આત્મામાં ઊભા થવાની ભૂમિકા સર્જાય છે. (૨) સાધુધર્મની પરિભાવના :- સાધુ-ધર્મ એટલે પંચમહાવ્રત અને કષાયોપશમરૂપ ક્ષમાદિ ૧૦ પ્રકારનો ચારિત્ર ધર્મ - એની પરિભાવના એટલે એની પૂર્વભૂમિકા તૈયાર કરવા માટે કરાતો એનો તીવ્ર ઝંખનાભર્યો અણુવ્રતો વગેરેનો અભ્યાસ. જૈન શાસ્ત્રોમાં ભાવના શબ્દનો અર્થ (૧) ચિંતવન, ઝંખના, અને (૨) અભ્યાસ, યાને વારંવારનો પ્રયત્ન થાય છે. તેથી અહીં પરિભાવના એ ચિંતવન કે. ઝંખના શુષ્ક નહિ કિન્તુ દિલને ભાવિત કરે એવી ચોક્કસ પ્રયતવાળી અને આત્માના ચારિત્રના વર્ષોલ્લાસને જાગ્રત કરવા તરફ પ્રેરે એવી લેવાની છે. એ માટે બીજા સૂત્રમાં શ્રાવકના પાંચ અણુવ્રત ઉપરાંત બીજી અનેકાનેક અદ્ભુત અને અતિ આવશ્યક સાધનાઓ બતાવી છે. (૩) પ્રવજ્યા-ગ્રહણ-વિધિ :- એટલે કે મુમુક્ષુએ દીક્ષા યાને સંસારત્યાગ કઈ રીતે કરવો તેનું વિધાન. આ સૂત્રમાં પણ ગંભીર સુંદર પ્રક્રિયા બતાવવામાં આવી (૪) પ્રવ્રયા-પરિપાલન :- આમાં સાધુ-ધર્મના ચારિત્રગુણથી આત્મા અધિકાધિક ભાવિત ને વાસિત યાવત્ એ ચંદનમાં સુગંધની જેમ આત્મામાં એકગુણ એકરસ કેમ બને એ માટેના ચોક્કસ પ્રકારના અત્યંત આવશ્યક ઉપાયોનું વર્ણન છે, કે જે ઉપાયો સાથે ચારિત્રધર્મની ચર્યાનું પાલન કરવાનું છે. (૫) પ્રવજ્યા-ફળ :- તરીકે ચારિત્રની પરાકાષ્ઠાએ પહોંચીને સર્વકર્મના ક્ષય પૂર્વક ઊભું થતુ મોક્ષફળ ગ્રાહ્ય છે. આ સૂત્રમાં મોક્ષ અંગેનું અદ્દભૂત પ્રતિપાદન કરેલું છે. ટીકાકારનો મંગળ શ્લોક : નમસ્કાર :શ્રી પંચસૂત્ર ઉપર વ્યાખ્યાકાર વ્યાખ્યા કરતાં મંગળમાં આ શ્લોક લખે છે કે – प्रणम्य परमात्मानं महावीरं जिनोत्तमम् । सत् पञ्चसूत्रक-व्याख्या समासेन विधीयते ॥ અર્થાત જિનેશ્વર ભગવાન પરમાત્મા શ્રી મહાવીરદેવને નમસ્કાર કરીને સત

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122