Book Title: Paap Pratighat ane Gun Bijadhan
Author(s): Raj Saubhag Satsang Mandal Saila
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 15
________________ : ૨ : પંચસૂત્ર તત્ત્વોનો અંધકાર : આહાહા ! કેવી દુઃખદ દુર્દશા ! અનંત પ્રકાશ અને અનંત સામર્થ્યનો ઘણી આત્મા નિજની અનંત શુદ્ધ સમૃદ્ધિ પુનર્વસ્તગત થવાની આડે ઊભેલા અસતુ “અહ-મમ' યાને અજ્ઞાન અને મોહ જેવા કારમા શત્રુને જ અંધકારવશ જ્યાં કલ્યાણમિત્ર માની છોડવા તૈયાર ન હોય, ઉલટું જન્મોજન્મ એને જ આદરવાનું અને તેથી એના ફળસ્વરૂપ ઊંડા અંધકારમય પ્રદેશમાં વિહરવાનું ચાલુ રાખે, ત્યાં ઉચ્ચ પ્રકાશમય અનંતાનંત સ્વરૂપને ક્યાંથી પામે ? અનાદિથી ચાલી રહેલી અવળી ચાલે ચાલવાનું સર્વથા બંધ કરાય તો જ અનંત સુખના ધામભૂત આત્માની મુક્તિનું પરમપદ પ્રાપ્ય છે. તો જ અનાદિથી ઘોર તિમિરાચ્છાદિત જન્મમરણની ગુફા પાર કરીને ઉચ્ચ પ્રકાશના અજર અમર અખૂટ આનંદમય સ્વસ્થાને શાશ્વત સ્થિતિ કરી શકાય એમ છે. માર્ગ અંધકારનો લેવો અને અનવધિ (અમર્યાદિત) સતત નિર્ભેળ સુખની આશા રાખવી એ હળાહળ ઝેર ખાઈ જીવવાની આશા રાખવા જેવું છે. અનાદિના વિષમ વિષમય મોહ-અજ્ઞાનના રાહે ચાલવામાં દુઃખ, દુર્દશા, પરાધીનતા અને વિટંબનાભર્યા સંસારમાં દીર્ઘ ભ્રમણ સિવાય બીજું કાંઈ જોવા ન મળે. એવી આત્માની વિકૃત અવસ્થાનો અંત તો જ આવે કે આત્મા ઉચ્ચપ્રકાશના પંથે વળી જાય. ગ્રંથનું નામ “ઉચ્ચ પ્રકાશના પંથે શાથી :| ઉચ્ચ પ્રકાશનો પંથ મહાજ્ઞાની ચિરંતન આચાર્ય મહારાજે શ્રી પંચસૂત્ર નામના આ શાસ્ત્રમાં અભુત કોટિનો બતાવ્યો છે. એના અનુસારે જે પોતાના જીવનને ઘડે છે, જીવન એના આદેશોના માર્ગે જીવે છે, તે ઉચ્ચ પ્રકાશના પંથે ચાલી રહ્યો છે એમ કહી શકાય. એટલા માટે આ ભાવાર્થ-ગ્રંથનું નામ “ઉચ્ચ પ્રકાશના પંથે' રાખવામાં આવ્યું છે. પંચસૂત્રના પદપદના અર્થનું શ્રવણ ચિંતન અને આત્મપરિણમન કરતાં કરતાં એવું આંતર સંવેદન થાય છે કે જાણે લોકોત્તર રાજમાર્ગે આત્મા કૂચ કરી રહ્યો હોય. પંચસૂત્ર' અજ્ઞાનના પંથેથી પાછા વાળીને પ્રકાશના પંથે વિચરવાનું સચોટ દિગ્દર્શન કરાવી આંતરચક્ષુ ખોલવા પ્રોત્સાહન આપે છે. એટલે પ્રસ્તુત ગ્રંથનું અધ્યયન કે સ્વાધ્યાય કરતાં કરતાં આત્મામાં નવનવી-સંવેગ-વૈરાગ્યની પરિણતિ,-આંતરદ્રષ્ટિનો વિકાસ અને કર્તવ્ય- અમલનો વર્ષોલ્લાસ અધિકાધિક જાગતો જાય છે ને ? એ ખાસ તપાસવું ઘટે. આ પંચસૂત્રની ભાષા આગમ જેવી અતિમધુર, પ્રૌઢ અને ભાવવાહી હોઈ એની રચના કોઈ પ્રાચીન પૂર્વઘર કોટિના ભાવો જોઈને ૧૪૪૪ ગ્રંથના પ્રણેતા મહાન

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122