________________
અમૃતધારાગ્રંથ
સુજ્ઞ શ્રી સુનંદાબહેનનું નામ આધ્યાત્મિક રસ ધરાવતા વર્તુળમાં આજકાલ સુપેરે પરિચિત છે. આ અગાઉ તેમનાં સંખ્યાબંધ પુસ્તકો પ્રકાશિત પણ થયાં છે. છતાં આ પુસ્તક અનેક ઘટના (કુંભના) જળને પોતાના ઘટમાં ઝીલીને સુજ્ઞ-ભાવક વાચકોને અંજલિ-અંજલિએ પાન કરાવ્યું છે. અમૃતની ધારાને ઝીલવા વાચક જો સજ્જ હોય તો તેની ધણા વખતની ભ્રમણાનું ચોક્કસ નિરસન થઈ જશે. તરસ છિપાશે.
પૃ. ૬૮-૬૯ ઉપર જે વાક્યખંડ છે તે પણ આપણી એ વિષયની સમજને વિસ્તારે તો છે જ, પણ આપણી તે બાબતની સમજણના ઉંડાણમાં વધારો કરે છે.
એક વાત નક્કી છે – આ પુસ્તકને (અમૃતધારા) વાર્તાના પુસ્તકની જેમ વાંચીને મૂકી દેવાનું નથી; તેના હાર્દને આત્મસાત કરવા માટે વારંવાર વાંચવા જેવું છે. તેનાથી આત્મિક વિકાસમાં પ્રગતિ થશે અને શુદ્ધદષ્ટિનો ઉઘાડ થશે તે વાત નક્કી છે.
સાધકને તો સતત એક મંત્રનું સ્મરણ રહેવું જોઈએ કે આત્માના ગુણ વિકાસે સાતત્ય અને ગુણ વિશેષે સ્થિરતા કેળવવાની છે. તેનાથી જ ધીરેધીરે પણ લક્ષ્ય સિદ્ધ થઈ શકે છે. આ જ આપણા જીવનની ફળશ્રુતિ છે.
આના વાચન દ્વારા ધર્મરસિક જીવોની શુદ્ધ ચેતના વિસ્તાર પામો – (અમૃતધારા ગ્રંથ)
વિ.સં ૨૦૬૦ મહા વદિ-પાંચમ-બુધવાર દેવકીનંદન જૈન ઉપાશ્રય, પલિયડનગર પાસે, નારણપુરા, અમદાવાદ-૧૩.
એ જ શ્રી નેમિ-અમૃત-દેવહેમચન્દ્રસૂરિ શિષ્ય
પ્રદ્યુમ્નસૂરિ.
<
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org