Book Title: Mari Mangalyatra
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 10
________________ અધ્યાત્મસાર ગ્રન્થની આંતરિક વાત સુશ્રાવિકા સુનંદાબહેન પૂજ્યપાદ ગુરુદેવ શ્રીમાન વિજય કસ્તૂરસૂરિશ્વરજી મહારાજાને પૂ. ઉપાધ્યાયજી યશોવિજ્યજી મ.ના જ્ઞાનસાર અને અધ્યાત્મસાર ગ્રંથ અંગેનો આંતરિક લગાવ વખતોવખત ઘણી વાર જોવા મળ્યો છે. આ બંને ગ્રંથો અંગે ચિંતનાત્મક નવનીત પ્રસંગોપાત સાંભળવા પણ મળ્યું છે. અને તેથી જ તે પૂજ્યશ્રી ચાતુર્માસિક કે વાર્ષિક આલોચના માંગનાર આરાધકોને આલોચના આપતા ત્યારે જીવદળ જો તત્ત્વ રુચિવાળો ને સુજ્ઞ હોય તો આ બંને ગ્રંથો પૈકી કોઈ પણ એક ગ્રન્થ મુખપાઠ કરવા આપતાં અને એ શકય ન હોય તો આ બંને ગ્રન્થોના ભાષાંતર પણ વાંચી જવા અચૂક આલોચના અંગે આપતાં મેં જોયાં છે. મારી સંયમયાત્રાની પ્રાથમિક અવસ્થામાં બંને ગ્રંથો અંગેનો અભિપ્રાય પૂજયશ્રીને પૂછતાં તેઓશ્રીની એ રસપ્રદ એવી તત્ત્વગર્ભિત માર્મિક છણાવટ સાંભળતા પૂજ્યશ્રીની આધ્યાત્મિક ઉંચાઈનો ઉંચામાં ઉંચો ખ્યાલ પ્રથમવાર મને મળ્યો. તેઓ પૂજ્યશ્રીની ઉમેદ હતી કે જેમ અજૈનોને ગીતાજીનો સ્વાધ્યાય જરૂરી ગણાયો છે તેમ આપણા ચતુર્વિધ સંઘની પ્રત્યેક વ્યક્તિના જીવનમાં આ બે ગ્રંથોનો અભ્યાસ અત્યન્ત આવશ્યક છે. આવા જ્ઞાન અને અધ્યાત્મના ગ્રંથનો ભાવાનુવાદ કરવા મુમુક્ષુ સંનંદાબહેન વોહોરાને પ્રે૨ણા કરતાં તેઓએ પૂ. પંન્યાસ શ્રી ગંભીરવિજ્યજી મ.ની અધ્યાત્મસાર ઉપરની ટીકાના ભાષાંતરને કેન્દ્રમાં રાખી આ અધ્યાત્મસાર ગ્રન્થનો ગુજરાતીમાં જે ભાવાનુવાદ કર્યો છે અને તે અંગે તેઓએ પોતાના ક્ષયોપશમથી જે પરિશ્રમ કર્યો છે તે અંગે તેઓની શ્રુતભક્તિ પ્રશંનીય અને અમુમોદનીય ગણી શકાય તેવી છે. અધ્યાત્મના સારભૂત પદાર્થોના જિજ્ઞાસુઓ આ ભાવાનુવાદ વાંચી જીવનમાં પોતાની આંતરિક ક્ષતિઓ, ઉણપો, દોષો અને કર્મમળને દૂર કરી અધ્યાત્મપૂર્ણ પૂર્ણતાને પામે એ જ અંતરની શુભેચ્છા સાથે એમના પરિશ્રમનું ફળ ગણીએ. પાલીતાણા ફા.સુ.૧૫. ૫-૩-૯૬ - વિજય ચંદ્રોદયસૂરિના ધર્મલાભ Jain Education International For Private & Personal Use Only - www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 412