________________
(૨)
જેન વેતાંબરમાં શ્રીપાલ રાજાને રાસ સર્વત્ર સાદર વંચાય છે. એમાં શ્રીપાલ અને મયણું સુંદરીની રસપુર્ણ કથા આવે છે. આ કથાનક તરફ જે નેનો ઘણો જ સદભાવ છે. આ કથાનકના પ્રસંગને અનુરૂપ કલામય ચિત્ર શ્રી મ ગલદાસ ત્રિકમદાસે ઉસાહ પુર્વક તૈયાર કરાવ્યાં અને તે ચિત્રો ઉપરથી તેવા પ્રસંગે તકતીઓ ઉપર કોતરાવીને તેમાં રંગ પુરાવ્યા, એથી આવા પ્રસંગે લેકેનું ધ્યાન ખેંચે છે.
| મુંબઈથી ખાસ કરીને રવીવારે જન ધર્મ ભાઈઓ ખાસ આ દેવાલયની યાત્રાએ જાય છે. ત્યાં જનારને જન સંધ તરફથી એક એક લાડુ અને ગાંઠીયાનું ભાતું અપાય છે. તેથી ત્યાં જનારને આશ્વાસને મળે છે.
જેમ થાણુમાં શ્રીપાલ રાજાના સ્મારક રૂપે ફુલ નહી–તો ફુલની પાંખડી જેવું કાંઈ પણ થયું છે. તેવી જ રીતે સોપારા અને ઢકા નગર હાલનું ઢાંક એ કાંઇ પણ થવાની જરૂર તો છે જ. ઢાંક નજરે જોવા જેવું છે. રાજકોટથી જેતલસર થઈ મોટી પાનેલી અગર ભાયાવદર રટેશન ઉતરાય છે. અને ત્યાંથી ખટારા સરવીસમાં ઢાંક જવાય છે. નવાં નવાં તીર્થો ઉભાં કર્યો જવાં એનાં કરતાં શાસ્ત્રમાં લખાયેલાં અને કોઈ કારણે ઉજજડ બનેલાં પ્રાચીન તીર્થોનાં જીર્ણોધાર કરવાનું પુણ્ય અનંત છે. શ્રી ગોકલદાસભાઈને રીપોર્ટ અમોએ અહીં એટલા માટે રજુ કર્યો છે કે તેમને માર્ગદર્શક કરેલ કાઠીયાવાડના પ્રાચીન ઢાંક ગામ તરફ સમર્થ તારણહારનું ધ્યાન દેરાય ને તેનો ઉદયકાળ નજદીક આવે.
શ્રી થાણું તીર્થોદ્ધાર અને પ્રતિષ્ઠા મહોત્સવ
થાણામાં વર્ષોની મહેનતથી તે યાર થયેલ બેનમુન ભવ્ય જૈન મંદિરમાં મુલનાયક શ્રી મુનિસુવ્રતસ્વામી પ્રભુ વિગેરે દેવાધિદેવતાઓના બિઓને તખ્તનશીન કરવા માટે ઉજવાયેલ ચૌદ દિવસને મહત્સવ ઘણે દબદબાભર્યો ઉજવાયો. આ પ્રસંગે વીજળીના પાવરથી હાલતા-ચાલતા શ્રી આદીશ્વર ભગવંતના જીવનમાંથી કેટલાક બોધ પ્રસંગના દ્રશ્યો ઉપરાંત અતિ આકર્ષક શ્રી શત્રુંજયમહાતીર્થ અને શ્રી ગિરનાર મહાતીર્થની સુંદર રચનાઓ કરવામાં આવેલી અને બહારથી આવનારાઓની સગવડતા માટે શ્રોપાલનગર પણ વસાવવામાં આવ્યું હતું.
જેઓશ્રીના ઉપદેશથી આ ભવ્ય મંદિરના મંડાણ થયેલા તે આચાર્ય