________________
"મુંબઈ સમાચારને તા. ૨૩ જુલાઈ ૪૯ના અંકમાં
શ્રી થાણુનુ જૈન મંદિર એ મથાળા નીચે–શ્રીગોકળદાસ નાનજીભાઈ ગાંધીના લેખને ઉતારે અતરે રજુ કરી થાણું તીર્થ દર્શનથી જનતા ઉપર શું અસર થઈ છે તેને ચિતાર રજૂ કરીએ છીએ.
જન તાંબાના પ્રાચીન કાળના ધર્મગ્રંથોમાંથી થાણું અને સોપારા નગરનાં નામો મળી આવે છે એથી સમજી શકાય છે કે જુના જમાનામાં જૈન ધર્મ અને વેપાર વણજની દ્રષ્ટિએ એ બંને સ્થળે અગત્યનાં લેખાતાં હશે. સોપારા નગરની હકીકત તે ઘણે સ્થળે મળી આવે છે. હાલમાં સોપારા નગર તરફ જેને લોકોનું ધ્યાન ખેંચાયું નથી. એવું જ એક અત્યંત પ્રાચીન સ્થળ સૌરાષ્ટ્રમાં ગોંડલ તાલુકામાં પાટણવાવ નજીક બરડા આલેચ ડુંગરની તળેટીમાં ઢંકા નગર ઢાંક ગામની આસપાસનાં જૈન અને બૌદ્ધ કાળના પ્રાચીન પુષ્કળ અવશેષો છે. જે પ્રાચીનતા શત્રુ ગિરિ ઉપર કે ગિરનારજી ઉપર રહેવા પામી નથી તેવી પ્રાચીનતા ઢંકા નગરી ઢાંક ગામના પાદરમાં અને આલેચની ગુફાઓમાં તથા ત્યાં આવેલા વાછરેલીઆની ટેકરી ઉપર મેદ છે. જેનોનું અને બૌદ્ધોનું તે તરફ ખાસ લક્ષ દેરાયું નથી. સૌરાષ્ટ્રમાં જ ને અને બૌદ્ધો હાલનાં વળાને વલ્લભીપુર પાટણ સમજીને ત્યાં મથન કરે છે. પણ મને તે નજરે જોવાથી ખાત્રી થઈ છે કે જેને વલ્લભીપુર કહેવામાં આવે છે તે ઢાંક વલભીપુર કાં ન હોય !! જે પ્રાચીન અવશેષોના ઢગલા ઢાંક ઢકા નગરીમાં જોવામાં આવે છે તેવું વળામાં ખાસ જોવામાં આવતું નથી. ખોદકામમાંથી મળી આવેલી જેને ધર્મની પ્રતીમાઓ અને બૌદ્ધકાળના ગણપતિ વગેરે આજે ઢાંક દરબારના કબજામાં છે. “ (આ જોતાં જેનોનાં પ્રાચીન ગ્રંથોમાં થાણુ, સોપારા અને ઢાંકા નગરી fક અણધાયા હતાં.) આમાંથી થાણું તરફ ખરતરગચ્છના પ્રસિધ્ધ વયેવૃદ્ધ
જૈનાચાર્યજી શ્રી રિધ્ધીસુરિજીનું ધ્યાન ખેંચાયું. સાહિત્યરસિક શ્રી મંગળદાસ ત્રિકમદાસે મહેનત કરી. જેન ગ્રહસ્થાએ ઉદારતાથી પસા આપ્યા એથી થાણામાં શ્રીપાલ મહારાજા અને મયણ સુંદરીનાં સ્મારક રૂપે એક ભવ્ય જનમંદિર તૈયાર થઈ ગયું. આ રીતે થાણાનું પ્રાચીન જૈન તીર્થ નવા વરૂપે ફરી પ્રકાશમાં આવ્યું.