________________
૧૬
લવ યુ ડોટર I know, Today you are pure veg. & you like it. પણ કાલની આપણને ખબર નથી. કોઈ પાર્ટી, કોઈ બહેનપણીનો ફોર્સ, કોઈ પ્રલોભન... ગમે તે થઈ જાય, તું માંસ કે ઈંડાથી તારા પેટને અભડાવતી નહીં. એ મડદાંઓને દાટવાનું કબ્રસ્તાન નથી. મારી વ્હાલી, May be, તારી સામે એવું Logic આવશે, કોણે શું ખાવું કે ન ખાવું, એ વ્યક્તિની અંગત બાબત છે. એમાં કોઈ ધાર્મિક કે સામાજિક બંધન ન હોઈ શકે.
Well,
માનવને આટલી હદનું આહાર-સ્વાતંત્ર્ય અને પશુ-પંખીને જીવનસ્વાતંત્ર્ય પણ નહીં? Why ? We battle for human-rights. પણ હકીકતમાં તો Each living-being-rights ela 97827. આરોગ્ય અને માનવતા બંને દૃષ્ટિએ માંસ-ઈંડાં વજર્ય છે. એક બુક છે – સ્માર્ટ ફૂડ, એમાં આ વાત prove કરેલી છે. You will like to read it.
My dear, દારૂની વાત કરું એ પહેલા એક ઘટના યાદ આવે છે. ફિલ્મ-સ્ટાર રાજ કપૂરની. એક પાર્ટીમાં જાદુગર કે. લાલ સાથે એમની મુલાકાત થઈ. એમણે કે. લાલને દારૂનો ગ્લાસ ઑફર કર્યો. કે. લાલે ના પાડતા કહ્યું, “હું નથી પીતો.”