SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ લવ યુ ડોટર I know, Today you are pure veg. & you like it. પણ કાલની આપણને ખબર નથી. કોઈ પાર્ટી, કોઈ બહેનપણીનો ફોર્સ, કોઈ પ્રલોભન... ગમે તે થઈ જાય, તું માંસ કે ઈંડાથી તારા પેટને અભડાવતી નહીં. એ મડદાંઓને દાટવાનું કબ્રસ્તાન નથી. મારી વ્હાલી, May be, તારી સામે એવું Logic આવશે, કોણે શું ખાવું કે ન ખાવું, એ વ્યક્તિની અંગત બાબત છે. એમાં કોઈ ધાર્મિક કે સામાજિક બંધન ન હોઈ શકે. Well, માનવને આટલી હદનું આહાર-સ્વાતંત્ર્ય અને પશુ-પંખીને જીવનસ્વાતંત્ર્ય પણ નહીં? Why ? We battle for human-rights. પણ હકીકતમાં તો Each living-being-rights ela 97827. આરોગ્ય અને માનવતા બંને દૃષ્ટિએ માંસ-ઈંડાં વજર્ય છે. એક બુક છે – સ્માર્ટ ફૂડ, એમાં આ વાત prove કરેલી છે. You will like to read it. My dear, દારૂની વાત કરું એ પહેલા એક ઘટના યાદ આવે છે. ફિલ્મ-સ્ટાર રાજ કપૂરની. એક પાર્ટીમાં જાદુગર કે. લાલ સાથે એમની મુલાકાત થઈ. એમણે કે. લાલને દારૂનો ગ્લાસ ઑફર કર્યો. કે. લાલે ના પાડતા કહ્યું, “હું નથી પીતો.”
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy