SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ DIET આપણી સંસ્કૃતિએ ભાવના અને વિચારની શક્તિ વિષે ઘણું ઘણું કહ્યું છે. મોડર્ન સાયન્સ આ બાબતમાં ઘણા સફળ પ્રયોગો કરી ચૂક્યું છે. જ્યારે તું કહે છે – બહારનું ખાવાનું ‘સારું’ હોય છે, ત્યારે સારાપણાના કેટલાં બધાં પાસાઓને તું Neglect કરતી હોય છે, એની તને ખબર છે ? કેટલાંય કામદારોના નિસાસા, કંટાળો, દુઃખ અને પીડા જેમાં ભળેલાં હોય, કેટકેટલી જીવાતોના મડદાં જેમાં ભળેલાં હોય, Expiry date-ના સંદર્ભમાં જેમાં અવનવા ગોટાળાઓ હોય, જેને Food કહેવા કરતાં Food poison કહેવું Better & correct હોય, એ જો સારું છે, તો તું ‘ખરાબ’ કોને કહીશ ? Plese think seriously - ‘What?' તીખું-તળેલું-મસાલેદાર ભોજન વિચારોને તામસી બનાવે છે. પછી એ વ્યક્તિ વાતે વાતે ગુસ્સે થઈ જાય છે. સતત શંકા-કુશંકા કરે છે. નાની નાની વાતોમાં લડી પડે છે. ગુનાખોર અને સંકુચિત મનોવૃત્તિનો ભોગ બને છે. કંદમૂળ પણ તામસી ખોરાક છે. — આપણી સંસ્કૃતિમાં ખૂબ કડક શબ્દોમા તેનો નિષેધ કરાયો છે. પુરાણમાં કહ્યું છે पुत्रमांसं वरं भुक्तं न तु मूलकभक्षणम् । મૂળ-વિવિધ કંદમૂળો ખાવા એ દીકરાનું માંસ ખાવા કરતાં પણ વધુ ખરાબ છે. ૧૫ મારી વ્હાલી, ‘માંસ'ની વાત આવી જ છે, તો તને એક વાત કહી દઉં,
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy