________________
૧૪
લવ યુ ડોટર તને બ્રેડ-પાઉં-બર્ગર ખવડાવી શકે છે. તેઓ મરેલો ઉંદર કે ગરોળી કાઢી લઈને આઠ દિવસની વાસી ભાજી તને પીરસી શકે છે. તેઓ સાત પૈસાના રંગીન પાણીમાં જંતુનાશકોનું ઝેર ઉમેરીને તને સત્તર રૂપિયામાં વેચી શકે છે. તેઓ હાનિકારક પ્રિઝર્વેટીઝ અને કલર ફલેવર્સ Add કરીને તને કેન્ડી, ચૉકલેટ્સ, કેકસ વગેરે વગેરે વગેરે પધરાવી શકે છે. My daughter, તું ઘણી વાર વધેલી રોટલી અને શાક લઈને રોડ પર જાય છે, ગાયને, કૂતરાને કે ગરીબને આપી આવે છે. ઘરે આપણે કદી ગઈ કાલની રસોઈ જમતાં નથી. What do you think? Food businessમાં કદી આવું થતું હશે ? Is it possible ? ખોરાક સાથે જ્યારે વેપાર જોડાય છે, ત્યારે તંદુરસ્તીનો કચ્ચરઘાણ નીકળી જાય છે. Please, don't be fool. તું માંદી પડીશ, એ તો પછીની વાત છે. તું મૂર્ખ બનીશ, ત્યારથી જ મને તારા માટે શરમ ઉપજશે. I remember, મેં એક Health article વાંચ્યો હતો, એનું title હતું માંદા પડવું એ ગુનો છે અને દવા એ ધતિંગ છે. My dear તારા માટે દુનિયાનું શ્રેષ્ઠ ભોજન એ છે, જે તારી મમ્મીએ તારા માટે પ્રેમથી બનાવ્યું છે.