________________
DIET
રાજ કપૂરે આગ્રહ કર્યો, “આજે પીવો પડશે.’’ ખેંચતાણ વધી. પાર્ટીના બધાં લોકો જોવા લાગ્યા.
રાજ કપૂર માટે હવે આ Prestige-issue બની ગયો.
એમણે કહ્યું, “માત્ર મારા માન ખાતર પી લો.”
કે. લાલે દઢતા-નમ્રતામિશ્રિત ‘ના’ પાડી.
હવે રાજ કપૂરે છેલ્લો દાવ ફેંક્યો.
“તમે આ ગ્લાસ ના પીવો,
તો તમને મારા પિતા પૃથ્વીરાજ કપૂરના સોગંદ છે.’
કે. લાલે એ જ નમ્રતા સાથે જવાબ આપ્યો.
“મેં મારી સાત પેઢીના સોગંદ લઈને દારૂની પ્રતિજ્ઞા કરી છે.’’
બધાં જ લોકો આભા બની ગયાં.
દારૂનો ગ્લાસ છોડીને રાજ કપૂર કે. લાલને ભેટી પડ્યા.
My dear,
I don't tell you, કે તું પણ આવું કરજે.
I wish,
તું કદી પણ એવી પાર્ટીમાં ન જ જાય,
તું કદી પણ એવા મિત્રોની સોબત ન જ કરે.
જ્યાં તારા સંસ્કારોની એક ઝાટકે કતલ થઈ જાય. મારી વ્હાલી,
માણસનો ખરો આત્મા એના સંસ્કારો જ હોય છે. સંસ્કારોની કતલ થઈ જાય,
એટલે હકીકતમાં એક મડદું જ બાકી રહે છે.
દારૂ, તમાકું, સિગારેટ, હુક્કો અને બીજા કેફી દ્રવ્યો, આજ સુધીમાં કરોડો માણસોના જીવ લઈ ચૂક્યા છે.
૧૭