Book Title: Khambhatno Itihas
Author(s): Ratnamanirao Bhimrao
Publisher: Dilavarjung Nawab Mirza

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના ગુજરાતનું એકનું એક પુરાતત્વમંદિર તો હવે બંધ પડ્યું છે, પરંતુ એના આદ્ય રચાલકનાં લાગણીભાનાં હદય અને જ્ઞાનરૂપે તો એ હજી ખુલ્લું જ છે. પંડિતજી થી સુખલાલજી, મુનિશ્રી જિનવિજ્યજી આદિ વિદ્વાનોનું તો કાંઈ પણ શંકા પડતાં મારે શરણ લેવું પડે. એટલે એમને આભાર કોઈપણ પ્રસંગે ભૂલાય નહિ. ખંભાતની હાઈરલના મુખ્ય અધ્યાપક શ્રી ભોગીલાલ શાહે ખંભાતનાં સ્થળોની માહીતી આપી અને પિતાના વખતનો ભોગ આપી ખંભાત બતાવ્યું એમનો, અને ખંભાતમાં બીજી સગવડ કરવા માટે અધિકારી વર્ગનો આભાર પણ અહીં માનું છું. - આ ગ્રંથની ગોઠવણ તથા લખાણની પદ્ધતિ તથા આધારો વગેરે માટે ભૂમિકામાં ટૂંકું વિવેચન કર્યું છે. પૌરાણિક વિભાગને લગતા સંદિગ્ધ વિષયોની ચર્ચા છેવટે આપેલાં પરિશિષ્ટમાં કરી છે. એમાં અસુરને લગતા પરિશિષ્ટમાં અસુરો સંબંધી કેટલીક બાબતમાં પ્ર. અનંતપ્રસાદ બૅનરજી શાસ્ત્રીનું મંતવ્ય ગ્રહણ કર્યું છે. એ બાબત વધુ સમજૂતી ભૂમિકામાં આપી છે. એ પરિશિષ્ટમાંના કંદા સંબંધના મતની તથા બીજાં ત્રણ પરિશિષ્ટોમાં જે મતદર્શન છે તેની, તેમજ પૌરાણિક ભારતવર્ષના નકશાની જોખમદારી મારે માથે છે. તે માટેના આધાર યથારથાને આપેલા છે, અને આધારjથેની સમગ્ર યાદી પણ આપેલી છે. એક વખતે ઊંચે શિખરે પહોચેલી પણ જમાનાઓથી શિથિલ થએલી ગુજરાતની કલાભાવનાને રીતસરનો જીવનરસ શ્રી રવિશંકર રાવળે પાકે. કુમાર કાર્યાલય દ્વારા ગૂજરાતની કલાની એમણે કરેલી સેવા ગુજરાત ભવિષ્યમાં પણ હજી વધારે છે. એમના જેવાએ આ ગ્રંથનો કલા અને શણગારને ભાગ યોજ્યો તે માટે તેમનો અને કુમાર કાર્યાલયના શ્રી બચુભાઈ રાવતને હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. કલાની બાબતમાં મારી સાથે એ હમેશાં સહકાર કરતા આવ્યા છે. એમનો હાથ વાંચનારને દેખાયા વગર નહિ રહે. આ ગ્રંથમાં ખામીઓ પણ ઘણી હશે; તેની જોખમદારી મારે માથે છે. ખામીઓની મારી તે ઘટે નહિ, પરંતુ ગુજરાતથી અગિયાર માઈલ દૂર રહી કેટલીક મુશ્કેલીઓ વચ્ચે કરેલા કાર્યમાં રહેલી ખામીઓ માટે વાંચનાર પાસે માફીની યાચના તો કરી શકે. મદ્રાસ રત્નમણિરાવ ભીમરાવ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 329