________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
NOVUCUNUNG
પ્રસ્તાવના
1 સાની પારાશીશી (thermometer)થી જીવનના સૌથી ઉત્તમ ભાવોને માપવાની ટેવવાળા,
વણિક વૃત્તિમાં ગળા સુધી ડૂબી ગએલા ગૂજરાતી સમાજને સાહિત્ય માત્રની પરવા જ નહિ જેવી છે, તે સાહિત્યની રસહીન, સુકી મનાતી ઇતિહાસની શાખાની પરવા તો ક્યાંથી જ હોય? અમુક સદીમાં અમુક લોક આવા હતા એવી એવી વાત પાછળ મગજમારી કરવાથી આપણી કોઠીમાં કેટલી બાજરી ભરાઈ એવું બોલનારા મળે છે. આ તીણ જીવનકલના જમાનામાં એવું બોલનારાને શો જવાબ દેવો એ વિચારવા જેવું છે. આપણે નામ સાથે બાપનું નામ શા માટે મૂકીએ છીએ ત્યાંથી શરૂ કરીને મેટા મોટા વિદ્વાનોએ કરેલી ઇતિહાસની મહત્તા માટેની દલીલે જવાબમાં કહી શકાય. પણ પિતાને સુધરેલ કહેવડાવવા ઇરછ દરેક દેશ આજે પેસે કમાવા ઉપરાંત વિદ્યાસંસ્કાર માટે પણ એટલી જ અભિરુચિ બતાવે છે, પૈસા અને વિદ્યાની લગભગ સરખી ઉપાસના કરે છે, એવી ભાળા બાળક જેવી દલીલ કરવી એ શું વધારે સારું નથી? માત્ર પૈસાની જ પારાશીશીથી અપાતા ભાવે કે કેઈપણ બીજી વસ્તુ પૈસા જેટલી જ ચંચલ અને નાશવંત નથી લાગતી?
લોકજીવનના વિદ્યાસંસ્કારને પોષે એવું સંભારણું કરવાની અભિલાષા જન્મ–સાહિત્યવૃદ્ધિની અભિલાષા જન્મ–ત્યારે એ લોકસમૂહના જ ઉન્નત જીવનનો એક શુભ પ્રસંગ ગણાય. નામદાર ખંભાત નરેશને ખંભાતને ઐતિહાસિક પ્રબંધ તૈયાર કરાવવાની અભિલાષા થઈએ ખંભાતનું ગુજરાતમાં જે સ્થાન છે તે જોતાં આખા ગૃજરાતના વિદ્યાસંસ્કારને માટે એક શુભ પ્રસંગ ગણાય. એ અભિલાષાથી એ નામદારની ઊચા પ્રકારની માનસિક અભિરી અને સંસ્કારપ્રેમ તો આપોઆપ વ્યક્ત થાય છે. કદાચ આ જાતનો ગ્રંથ તૈયાર કરાવવામાં ગૃજરાતના રાજવંશીઓમાં એ નામદારે પહેલ કરી એમ પણ કહેવાય.
ખંભાત રાજ્ય તરફથી ઈ.સ. ૧૯૩૩ના ઉત્તરાર્ધમાં આ કાર્ય મને સોંપાયું. એ સંપૂર્ણ કરવામાં સૌથી પહેલે આભાર તો મારે ખંભાતના માજી પ્રધાન દીવાન બહાદુર નર્મદાશંકરભાઈનો માનવાને. એમના જેવા ગૂજરાતના એક મહાવિધાનની સુચના અને માર્ગદર્શનને, આ ગ્રંથમાં જે કાંઈ સારું ગણાય તેને યશ છે. ગ્રંથ લખવાનું કાર્ય સરળ થઈ પડે એવું માર્ગદર્શન કરવામાં એમણે ઘણે શ્રેમ લીધો છે અને શિષ્ય પ્રત્યે ગુરુ રાખે એવો સદ્ભાવ મારા પ્રત્યે એઓથીએ રાખ્યો છે. મુંબઈ સરકારનાં ખંભાતને લગતાં દફતરો તપાસવાની સગવડ પણ ડાયરેકટર ઓફ ઇન્ફરમેશનને લખીને એઓશ્રીએ કરાવી આપેલી. અહીં હું એઓથીને અંતઃકરણપૂર્વક આભાર માનું છું.
બીજા જે જે સહસ્થોએ આ કાર્યમાં સહાય કરી તેમાં પહેલો આભાર દીવાન બહાદુર કૃષ્ણલાલભાઈનો માનવાને. એઓશ્રીએ મિરાતે અહમદીના પાછલા ભાગનો તરજૂમો છપાતાં પહેલાં મને જેવા આપેલો. ફારસી ગ્રંથની બાબતમાં એમનું લખાણ એટલે પ્રમાણ જ ગણાય. એમનો અંતકરણપૂર્વક આભાર માનું છું.
For Private and Personal Use Only