Book Title: Khambhatno Itihas
Author(s): Ratnamanirao Bhimrao
Publisher: Dilavarjung Nawab Mirza

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir CADWXXUUU900 W પુરોવચન Dી ગ્રંથનો પ્રસ્તાવ આજથી બે વર્ષ પહેલાં ખંભાતને નામદાર નવાબ સાહેબની ઈચ્છાથી, છે ગુજરાતના સુપ્રસિદ્ધ વિદ્વાન દી. બ. નર્મદાશંકર દેવશંકર મહેતા ખંભાતના દીવાનપદે હતા ત્યારે, એક ખાસ કમિટી દ્વારા કરવામાં આવ્યા હતા. તેઓએ શ્રી રત્નમણિરાવ ભીમરાવ જે., બી.એ. ને, પ્રાચીન સાહિત્યના તેમના અભ્યાસ અને અનુભવને આધારે, આ ગ્રંથના લેખનકાર્ય માટે પસંદ કર્યા હતા. આ યુવાન વિધાનને હાથે અમદાવાદ શહેરનો એક વિસ્તૃત અને આધારભૂત ગ્રંથ લખાઈને ગૂજરાત સાહિત્ય સભા તરફથી બહાર પડ્યો છે. તે પછી એમને એ જ મહત્ત્વનો ગ્રંથ આ ખંભાતને ઇતિહાસ ગણાય છે તેમાં આશ્ચર્ય નથી. ગ્રંથને માટે ઘટતી ચિત્રોજના તથા ફોટોગ્રાફી વગેરેનું કામ પણ દીવાન બહાદુરે જ ગુજરાતના જાણીતા કલાકાર શ્રી રવિશંકર મહાશંકર રાવળને સોંપી તેની સાર્થકતામાં વધારો કર્યો છે. એમણે ખંભાતનાં જૂનાં તેમજ નવાં સ્થળ અને સંગ્રહિત સાહિત્યો જોઈને ઘણા પરિશ્રમથી એમનું કાર્ય યથેચ્છ પાર ઉતાર્યું છે; અને ગ્રંથપ્રકાશનનું સર્વાગ કાર્ય પણ એમના જ સુપ્રસિદ્ધ કુમાર કાર્યાલયમાં પૂર્ણ કરવામાં આવ્યું છે. નામદાર નવાબ સાહેબ આ ગ્રંથની બાબતમાં પ્રથમથી જ જાતે રસ લઈને કાર્યકર્તાઓને સાહન આપતા રહ્યા છે. ગ્રંથના મૂળ ઉત્પાદક દી. બ. નર્મદાશંકરભાઈ જેકે, દૈવયોગે, પક્ષાઘાતની બીમારીને લઈ સક્રિય ભાગ લઈ શક્યા નહિ, અને પાછળથી તેમની સમર્થ વિચારસરણી તથા આર્ષદષ્ટિને સંપૂર્ણ લાભ લઈ શકાય નહિ, તથાપિ તેમણે આ ગ્રંથ માટે સતત કાળજી અને આકાંક્ષા ધરાવી તેના કાર્યમાં સર્વપ્રેરણા આપ્યા કરી છે તેનું ઋણ આ ગ્રંથ ઉપર અને ગૂજરાતની પ્રજા ઉપર હમેશાં રહેશે. ખંભાતનો આવો સંપૂર્ણ ઇતિહાસ પિતાના રાજ્ય તરફથી બહાર પાડી નામદાર નવાબ સાહેબે ખંભાતની પ્રજા માટે એક ગૌરવભર્યું આરક કરી આપીને પરમ ઉપકાર કર્યો છે. પુરુષોત્તમ જોગીભાઈ જાદ ફિશીટિંગ દીવાન ખંભાત તા. ૨૨ : ૧૯૩૫ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 329