________________
કર્મપ્રકૃતિ
હવે પરમ્પરોપનિધા :- કહે છે, ત્યાં પહેલી વર્ગણાથી આગળ અસંખ્યેય લોકાકાશપ્રદેશ પ્રમાણ વર્ગણા અતિક્રમી પછી જે વર્ગણા આવે તેના પુદ્ગલો પ્રથમ વર્ગણાગત પુદ્ગલ અપેક્ષાએ દ્વિગુણહીન અર્થાત્ અર્ધા હોય છે. પછી ફરી પણ તેટલી વર્ગણા અતિક્રમી જે અનંતર વર્ગણા આવે તેના પુગલો અર્ધા હોય છે. એ પ્રમાણે વારંવાર ત્યાં સુધી કહેવું જ્યાં સુધી-અસંખ્યેયભાગહાનિ ગત ચરમ વર્ગણા આવે. તેથી આગળ “સંખ્યાતી સંખ્યાતભાગહાનિગત વર્ગણા અતિક્રમી જે અનંતર વર્ગણા હોય. તેના પુદ્ગલો અસંખ્યયભાગહાનિગત ચરમ વર્ગણાના પુદ્ગલ અપેક્ષાએ અર્ધા થાય છે. તેથી ફરી પણ સંખ્યાતી વર્ગણા અતિક્રમી અનંતર વર્ગણામાં પુદ્ગલો અર્ધા થાય છે. એ પ્રમાણે વારંવાર ત્યાં સુધી કહેવું જ્યાં સુધી સંધ્યેયભાગહાનિમાં પણ ચરમ વર્ગણા આવે. ઉ૫૨ની (આગળની) ત્રણ હાનિને વિષે (સંધ્યેયગુણહાનિ, અસંખ્યયગુણહાનિ, અનંતગુણહાનિ) દ્વિગુણહાનિ માર્ગણા લક્ષણ પરમ્પરોપનિધા સંભવે નહીં કારણ કે પહેલી સંધ્યેયગુણહાનિ વાળી વર્ગણામાં જ પુદ્ગલો પૂર્વે કહી તે સંધ્યેયભાગહાનિવાળી અંતિમ વર્ગણાની અપેક્ષાએ સંખ્યયગુણહીન પ્રાપ્ત થાય છે. અને સંધ્યેયગુણહીન જઘન્યથી પણ ત્રિગુણહીન, ચતુર્ગુણહીન ગ્રહણ કરાય છે, પણ દ્વિગુણહીન નહીં. ‘‘સિદ્ધંતે ગત્ય નત્ય સંલેખ્વાહળ તત્વ તત્વ નહળમજીવોસયં વદવ ।'' તિ = સિદ્ધાતને વિષે જ્યાં જ્યાં સંખ્યેયનું ગ્રહણ કર્યું છે ત્યાં ત્યાં અજઘન્ય - ઉત્કૃષ્ટરૂપ સંખ્યેય જાણવું. એ પ્રમાણે અનુયોગદ્વાર ચૂર્ણિનું વચન છે. સંખ્યેયનું પ્રાયઃ સર્વ ઠેકાણે અજઘન્ય ઉત્કૃષ્ટનું જ ગ્રહણ હોવાથી. તેથી અહીંથી શરૂ કરી બીજી રીતે પણ પરમ્પરોપનિધા પ્રરૂપણા કરાય છે. અસંખ્યેયભાગહાનિમાં પહેલી અને છેલ્લી વર્ગણાની વચ્ચે પ્રથમ વર્ગણાની અપેક્ષાએ કેટલીક અસંખ્યયભાગહીન, કેટલીક સંધ્યેયભાગહીન, કેટલીક સંધ્યેયગુણહીન, કેટલીક અસંખ્યયગુણહીન, કેટલીક અનંતગુણહીન એ પ્રમાણે અસંખ્યેયભાગહાનિમાં પ્રથમ વર્ગણાની અપેક્ષાએ પાંચે પણ હાનિ સંભવે છે. સંધ્યેયભાગહાનિમાં.. અસંખ્યેયભાગહાનિ સિવાય પ્રથમ વર્ગણાની અપેક્ષાએ બાકીની ચાર હાનિ સંભવે છે. સંધ્યેયગુણહાનિમાં વળી અસંખ્યેયભાગહાનિ, સંધ્યેયભાગહાનિ સિવાય બાકીની ૐ હાનિ સંભવે છે. અસંખ્યયગુણહાનિમાં...... કેટલીક અસંખ્યયગુણહાનિ, કેટલીક અનંતગુણહાનિ એ પ્રમાણે બે જ હાનિ સંભવે છે. અનંતગુણહાનિમાં તો અનંતગુણહાનિ એક જ હોય. એ પ્રમાણે પરસ્પરોપનિધા પ્રરૂપણા કરી.
૬૮
હવે પાંચ હાનિમાં વર્ગણાઓનું અલ્પબહુત્વ કહે છે. અસંખ્યેયભાગહાનિમાં વર્ગણાઓ સૌથી અલ્પ, તેથી સંધ્યેયભાગહાનિમાં વર્ગણા અનંતગુણ, તેથી પણ સંખ્યયગુણહાનિમાં વર્ગણા અનંતગુણ, તેથી પણ અસંખ્યયગુણહાનિમાં વર્ગણા અનંતગુણ, તેથી પણ અનંતગુણહાનિમાં વર્ગણા અનંતગુણ હોય છે.
હવે પાંચ હાનિમાં પુદ્ગલોનું અલ્પબહુત્વ :- અનંતગુણહાનિમાં પુદ્ગલો ‘સર્વથી અલ્પ તેથી અસંખ્યયગુણહાનિમાં પુદ્ગલો અનંતગુણા, તેથી પણ સંખ્યયગુણહાનિમાં પુદ્ગલો અનંતગુણા, તેથી પણ સંખ્યયભાગહાનિમાં પુદ્ગલો અનંતગુણા, તેથી પણ અસંખ્યેયગુણહાનિમાં પુદ્ગલો અનંતગુણા હોય છે. અને કહ્યું છે. ૮૮ થોવા ૩ વાળાઓ પમહાળીરૂ રમાતુ મા । હોતિ અનંતનુળાલો અનન્તમાનો પસાપ્ન'' કૃતિ । પ્રથમ હાનિમાં વર્ગણાઓ ઓછી હોય છે. અને ત્યારે પછી ક્રમસર આગળની હાનિમાં અનંતગુણ હોય છે. અને પ્રદેશ અનંતભાગ હોય છે. (ચિત્ર નં. - ૫ જુઓ)
ઇતિ સ્નેહપ્રત્યયસ્પર્ધક પ્રરૂપણા સમાપ્ત
૬૫ અસંખ્યભાગહાનિ વર્તણાઓમાં અસંખ્યલોકપ્રમાણ વર્ગણા અતિક્રમ્યાથી દ્વિગુણહાનિ પ્રાપ્ત થાય છે. ને અત્રે સંખ્યભાગહાનિ વર્ગણાઓમાં સંખ્યાતી વર્ગણાઓજ માત્ર અતિક્રમતા દ્વિગુણહિનતા તે કેમ ? એ પ્રશ્નના ઉત્તરમાં જાણવું જોઇએ કે અસંખ્યયભાગ કરતાં સંખ્યેયભાગનો રાશિ ઘણો મોટો છે. જેમકે કલ્પના તરીકે ૫ એ સંખ્યાતરાશિ છે ને ૨૫ એ અસંખ્યાતરાશિ છે. હવે ૧,૦૦,000 (એકલાખ) ની રકમને સંધ્યેયરૂપ ૫ થી ભાગ આપતાં ૨૦,000(વીસ હજાર) થાય. અને અસંખ્યેયરૂ૫ ૨૫ થી ભાગ આપતાં ૪,૦૦૦(ચાર હજાર) થાય. એમાં ૪૦૦૦ એ અસંખ્યેય ભાગ રાશિથી સંધ્યેયભાગ રાશિ ૨૦,૦૦૦ ઘણો મોટો છે. હવે આ વર્ગણાના સંબંધમાં વિચારીએ તો અસંખ્યયભાગહીન વર્ગણાઓમાં પ્રત્યેક વર્ગણાઓ ૪,૦૦૦ - ૪,૦૦૦ પુદ્ગલોનો રાશિ ત્રુટે છે. ને સંધ્યેયભાગહીન વર્ગણાઓમાં પ્રત્યેક વર્ગણાએ વીશ વીશ હજાર પુદ્ગલોનો રાશિ ત્રુટે છે. માટે સંધ્યેયભાગહીન વર્ગણાઓમાં પુદ્ગલોનો મોટો મોટો રાશિ ઓછો પડવાથી પુદ્ગલોનું દ્વિગુણ હીનપણું - અર્ધપણું - અલ્પવર્ગણા અતિક્રમે થઇ જાય
છે.
૬૬ અનંતગુન્નહાનિમાં અનંતગુણ જેવા મોટા મોટા ભાગ ઓછા પડવાથી અહીં ‘અનંતગુણ” માં ગુણ શબ્દથી અનંત પુદ્ગલરાશિ પ્રમાણ એક ભાગ એવા અનંતભાગ સમજવા. પરંતુ ગુણ શબ્દથી ગુણાકાર જેવડો ભાગ ન જાણવો. વળી અનંતગુણરૂપ ભાગ, તે સર્વ ભાગ કરતાં બૃહતુ, પ્રમાણવાળો જ હોય છે. તથા સર્વત્ર જ્યાં જ્યાં હાનિનો પ્રસંગ આવે ત્યાં ત્યાં ગુણ શબ્દથી ભાગ પ્રમાણ જ જાણવું પરંતુ ગુણાકાર રૂપ નહીં તથા જ્યાં વૃદ્ધિનો પ્રસંગ આવે ત્યાં જ ગુણ શબ્દથી ગુણાકાર જાણવો. એ સમય પરિભાષાનો વિસ્તાર લોકપ્રકાશથી જાણવો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org