Book Title: Karm Prakruti Part 01
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 530
________________ સંક્રમણકરણ ૪૭૧ ઉપર આરૂઢ થતી વખતે પણ અપૂર્વકરણના પ્રથમ સમયથી ગુણસંક્રમ દ્વારા અબધ્યમાન અશુભપ્રકૃતિઓના ઘણાં દલિકો આવે અને તે દલિકની પણ સંક્રમાવલિકા વ્યતીત થયા બાદ સંક્રમ થાય માટે અપૂર્વકરણ ગુણસ્થાનકની પહેલી આવલિકાની ચરમ સમયે જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી કહેલ છે. એવાજ જીવો પોતાના બંધવિચ્છેદ સમયે એટલે કે ચરમ મનુષ્યભવના પહેલાના દેવ કે નરક ભવના ચરમસમયે યથાપ્રવૃત્તસંક્રમથી સંક્રમાવતાં વજzષભનારા સંઘયણના જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી છે. એમ પંચસંગ્રહમાં ટીકા મૂળટીકાના આધારે બતાવેલ છે. પરંતુ આ ગ્રંથની ગાથા ૧૦૮ની ટીકામાં અપૂર્વકરણ ગુણસ્થાનકની પહેલી આવલિકાના ચરમ સમયે વજ8ષભનારાચ સંઘયણનો જઘન્ય પ્રદેશસંક્રમ કહેલ છે, યુક્તિથી પણ એજ વધારે ઠીક લાગે છે, કારણકે બંધવિચ્છેદ સમય સુધી યથાપ્રવૃત્તસંક્રમ હોય છે, અને અપૂર્વકરણ ગુણસ્થાનકે વિધ્યાતસંક્રમ હોય છે. તથા યથાપ્રવૃત્તસંક્રમ કરતાં વિધ્યાતસંક્રમથી ઘણું જ ઓછું દલિક સંક્રમે છે. તેમજ મનુષ્યના ભવમાં ઉદય તથા સંક્રમથી પણ તેટલાં કાળમાં સત્તામાંથી ઘણું જ દલિક ઓછું થઇ જાય છે. છતાં પંચસંગ્રહમાં બંધવિચ્છેદ સમયે કેમ કહેલ છે. તેનો નિર્ણય અતિશય જ્ઞાની જ કરી શકે. સાધિક ચાર પલ્યોપમ અધિક એકસો ત્રેસઠ સાગરોપમ સુધી કોઇક ભવમાં ભવપ્રત્યયિક અને કોઇક ભવમાં ગુણપ્રત્યયિક બંધ કર્યા વિના ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થનાર જીવો સાતમા ગુણસ્થાનકે યથાપ્રવૃત્તકરણના અંત્ય સમયે વિધ્યાતસંક્રમથી સંક્રમાવતાં તિર્યંચદ્ધિક અને ઉદ્યોત એ ત્રણ પ્રકૃતિઓના જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી છે. પછી અપૂર્વકરણ ગુણસ્થાનકે તિર્યચકિનાં ગુણસંક્રમ થાય છે. માટે જઘન્ય પ્રદેશસંક્રમ થઈ શકતો નથી. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, સ્થાવરચતુષ્ક અને આતપ આ નવ પ્રકૃતિઓનો છઠ્ઠી નારક, રૈવેયક, મનુષ્ય તથા દેવભવમાં ગુણપ્રત્યયિક અથવા ભવપ્રત્યયિક સાધિક ચાર પલ્યોપમ સહિત એકસો પંચાશી સાગરોપમ સુધી બંધ કર્યા વિના અંતે મનુષ્યના ભવમાં ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થનાર જીવો અપ્રમત્તગુણસ્થાનકે યથાપ્રવૃત્તકરણના અંતે વિધ્યાતસંક્રમથી સંક્રમાવતાં આ નવે પ્રકૃતિઓના જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી છે. પછી અપૂર્વકરણ ગુણસ્થાનકથી આતપ વિના આઠ પ્રકૃતિઓનો ગુણસંક્રમ થતો હોવાથી જઘન્ય પ્રદેશસંક્રમ ઘટી શકતો નથી માટે જ યથાપ્રવૃત્તકરણના અંતે કહેલ છે. " ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા યુગલિક ભવના અંતે સમ્યકત્વ પામી ત્યારબાદ દેવ-મનુષ્ય ભવોમાં સાધિક ૧૩૨ સાગરોપમ પ્રમાણ સમ્યકત્વનો કાળ પૂર્ણ કરી ચરમ અંતર્મુહુર્તે ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થનાર આત્માઓ અપ્રમત્ત ગુણઠાણે યથાપ્રવૃત્તકરણના અંતે વિધ્યાતસંક્રમથી સંક્રમાવતાં દર્ભાગ્યત્રિક, અશુભવિહાયોગતિ, પ્રથમ વિનાના પાંચ સંસ્થાન, પ્રથમ વિનાના પાંચ સંઘયણ, નીચગોત્ર અને નપુંસકવેદ આ સોળ પ્રકૃતિઓના જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી છે. આટલા દીર્ધકાળ પર્યત ગુણ તથા ભવપ્રત્યયિક બંધના અભાવથી તેમજ સંક્રમ તથા યથાસંભવ ઉદય અને ઉદીરણા દ્વારા સત્તામાંથી ઘણાં જ દલિકો ક્ષય પામે છે. માટે એકસો બત્રીસ સાગરોપમ આદિ કાળ બતાવેલ છે. | સ્વભૂમિકાનુસાર જઘન્ય યોગસ્થાનકે યથાસંભવ ચારે આયુષ્યનો બંધ કરી તે તે આયુષ્યના ઉદય યોગ્ય ભવમાં સમયાધિક આવલિકા બાકી રહે ત્યારે ચરમસમયના દલિકોને નીચે સમયાધિક આવલિકાના ત્રીજા ભાગમાં અપવર્નનાથી સંક્રમાવે ત્યારે ચારેય આયુષ્યના અપવર્તના રૂપ સ્વસંક્રમની અપેક્ષાએ જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી છે. બીજા જીવો કરતાં જેઓને ઇરિકસપ્તકના ઓછામાં ઓછા દલિકો સત્તામાં છે એવા જીવો ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા યુગલિકમાં ઉત્પન્ન થાય. ત્યાં ત્રણ પલ્યોપમ સુધી ભવપ્રત્યયિક બંધનો અભાવ હોવાથી અને વિધ્યાતસંક્રમ તથા ઉદય-ઉદીરણાથી સત્તામાંથી ઘણાં જ દલિકો દૂર કરી પોતાના આયુષ્યના અંતે ધરિકસપ્તકના જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી છે. પુરુષવેદ અને સંજ્વલન ક્રોધાદિ ત્રણ આ ચાર પ્રકૃતિઓના ક્ષપકશ્રેણિમાં નવમા ગુણસ્થાનકે બંધ વિચ્છેદ સમયે માત્ર છેલ્લે સમયોન બે આવલિકા કાળમાં બાંધેલ દલિક જ સત્તામાં રહે છે. પણ તે પહેલાનું બંધાયેલ સત્તામાં હોતું નથી. | સ્વભૂમિકાનુસાર જઘન્ય યોગસ્થાને વર્તમાન પોત-પોતાના બંધવિચ્છેદ સમયે જે દલિક બાંધે છે. તે દલિકને બંધાવલિકા વીત્યા બાદ અન્ય પ્રકૃતિમાં સંક્રમાવવાની શરૂઆત કરે છે. અને સંક્રમાવતાં સંક્રમાવલિકાના ચરમ સમયે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550