Book Title: Karm Prakruti Part 01
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 535
________________ ૪૭૬ 'કર્મપ્રકૃતિ પ્રશ્ન ૨૭ વક્રિયસપ્તક અને દેવદ્રિકના જઘન્ય અનુભાગસંક્રમના સ્વામી બંધાવલિકા બાદ પર્યાપ્ત અસંજ્ઞિ પંચેન્દ્રિયો કહ્યા છે પણ આ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંજ્ઞિ પંચેન્દ્રિય જીવો જ કરે છે તેથી બંધાવલિકા બાદ સંક્ષિ પંચેન્દ્રિય જીવો જ જઘન્ય અનુભાગસંક્રમના સ્વામી કેમ ન હોય ? ઉત્તર - સંજ્ઞિ પંચેન્દ્રિય જીવોને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સમયે આ પ્રવૃતિઓનો જઘન્ય રસબંધ થાય પરંતુ તે વખતે પૂર્વબદ્ધ અધિક રસ સત્તામાં હોય છે. તેથી તેનો પણ સંક્રમ થતો હોવાથી જઘન્ય અનુભાગસંક્રમના સ્વામી સંજ્ઞિપંચેન્દ્રિય જીવો નથી પણ અસંશિ પર્યાપ્ત તિર્યંચો પ્રથમ એકેન્દ્રિયમાંથી ઉદ્ગલના કરીને આવેલ હોય છે. તેઓને પૂર્વબદ્ધ રસ સત્તામાં હોતો નથી માટે જ આ નવ પ્રકૃતિઓના જધન્ય અનુભાગસંક્રમના સ્વામી અસંજ્ઞિ પંચેન્દ્રિય તિર્યંચો સિવાય બીજા કોઇ હોતા નથી. પ્રશ્ન ૨૮ મિથ્યાત્વીને કોઇપણ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ અંતર્મુહૂર્તથી અધિક કાળ કેમ ન હોય ? ઉત્તર - મિથ્યાત્વી સંક્લિષ્ટ પરિણામે શુભ પ્રવૃતિઓના અને વિશુદ્ધ પરિણામે અશુભ પ્રવૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગનો અવશ્ય નાશ કરે છે અને સતત સંક્લિષ્ટ અથવા વિશુદ્ધ પરિણામ અંતર્મુહૂર્તથી વધારે સમય રહેતા નથી માટે મિથ્યાત્વીને અંતર્મુહૂર્તથી અધિક કાળ શુભાશુભ કોઇ પણ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ ઘટી શકતો નથી. પ્રશ્ન ૨૯ એવી કઇ અશુભ પ્રકૃતિઓ છે કે જેઓના ઉત્કૃષ્ટ અનુભાગ મિથ્યાષ્ટિ ન જ હશે ? ઉત્તર - સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીયના ઉત્કૃષ્ટ અનુભાગને તેના ક્ષય કરનારા જીવોને વર્જી અન્ય કોઇપણ જીવો હણતા નથી તેથી મિથ્યાદૃષ્ટિઓ તેના ઉત્કૃષ્ટ અનુભાગને હણતા જ નથી. પ્રશ્ન ૩૦ એકેન્દ્રિય જીવોમાં કઈ અને કેટલી પ્રકૃતિઓનો જઘન્ય અનુભાગસંક્રમ ઘટી શકે ? ' ઉત્તર - થીણદ્વિત્રિક, બે વેદનીય, મિથ્યાત્વમોહનીય, મધ્યમના આઠ કષાય, તિર્યંચદ્ધિક, પાંચ જાતિ, દારિક સપ્તક, તેજસ-કાશ્મણસપ્તક, છ સંઘયણ, છ સંસ્થાન, વર્ણાદિ વસ, બે વિહાયોગતિ, તીર્થંકર નામકર્મ વિના સાત પ્રત્યેક પ્રકૃતિઓ, ત્રસદશક, સ્થાવર દશક અને નીચગોત્ર આ સત્તાણું પ્રકૃતિઓનો તેમજ મનુષ્યદ્વિક, ઉચ્ચગોત્ર અને તિર્યંચ તથા મનુષ્યનું આયુષ્ય આ પાંચ પ્રકૃતિઓનો જઘન્ય અનુભાગસંક્રમ એકેન્દ્રિય જીવોમાં ઘટી શકે છે. પ્રશ્ન ૩૧ આયુષ્યનો બંધ કરી ઉદયમાં આવ્યા વિના આયુષ્યની વ્યાઘાત અપવર્ણના થાય કે નહીં ? અર્થાતુ ઉદયમાં આવ્યા પહેલાં બાંધેલું આયુષ્ય ઓછું થઇ શકે કે નહીં ? ઉત્તર - બાંધ્યા પછી ઉદયમાં આવ્યા પહેલાં આયુષ્યની વ્યાઘાત અપવર્તન કરી આયુષ્યને ઓછું કરી શકે છે. જેમ કૃષ્ણ વાસુદેવે પ્રથમ બાંધેલ સાતમી નરકના આયુષ્યને અઢાર હજાર મુનિઓને વંદન કરવાથી અપવર્તનાકરણથી ત્રીજી નારકનું કર્યું - એમ શ્રી ભગવતીજી સૂત્રમાં અપવર્તના અધિકારમાં ટીકાકાર મહર્ષિએ બતાવેલ છે. (જુઓ પ્રશ્નોત્તર રત્ન ચિંતામણી - પ્રશ્નોત્તર ૧૨૦). પ્રશ્ન ૩૨ એવી કેટલી અને કઇ કઇ પ્રકૃતિઓ છે કે જેમાં વિધ્યાત વિગેરે પાંચેય પ્રકારના પ્રદેશસંક્રમો ઘટી શકે ? ઉત્તર - થીણદ્વિત્રિક, અનંતાનુબંધિ, વગેરે બાર કષાય, અરતિ, શોક, સ્ત્રીવેદ, નપુસકવેદ, મિશ્રમોહનીય, નરકદ્ધિક, તિર્યંચદ્વિક, પ્રથમ ચારજાતિ, સ્થાવરદ્ધિક અને સાધારણનામકર્મ એ એકત્રીશ પ્રવૃતિઓમાં વિધ્યાત આદિ પાંચ પ્રકારના સંક્રમો થાય છે. પ્રશ્ન ૩૩ એવી કઇ પ્રકૃતિઓ છે કે જેમાં વિધ્યાત વિગેરે પાંચમાંથી એક પ્રકારનો પ્રદેશસંક્રમ ન થાય ? ઉત્તર - ચાર આયુષ્યનો પરસ્પર સંક્રમ ન હોવાથી તેમાં પાંચમાંથી એક પણ પ્રકારનો પ્રદેશસંક્રમ ઘટી શકતો નથી. પ્રશ્ન ૩૪ સત્તામાં રહેલ કર્મોનો સંપૂર્ણ ક્ષય કયા કયા પ્રદેશસંક્રમોથી થઇ શકે ? અને કયા કયા પ્રદેશસંક્રમોથી ન થઇ શકે ? ઉત્તર - ઉદવલના કે ગુણસંક્રમના અંતે થતા સર્વસંક્રમથી જ સત્તામાં રહેલ કર્મલિકોનો સર્વથા ક્ષય થઇ શકે છે. પરંતુ વિધ્યાત અને યથાપ્રવૃત્તસંક્રમથી કોઇપણ કર્મનો સર્વથા ક્ષય થઈ શકતો નથી. પ્રખ ૩૫ વિધ્યાત વગેરે પાંચ પ્રકારના પ્રદેશસંક્રમો પૈકી કયા કયા સંક્રમમાં કેટલી અને કઇ કઇ પ્રકૃતિઓ આવે ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550