Book Title: Karm Prakruti Part 01
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 536
________________ સંક્રમણકરણ ઉત્તર - પ્રશ્ન ૩૬ ઉત્તર - પ્રશ્ન ૩૭ ઉત્તર - પ્રશ્ન ૩૮ ઉત્તર - વિધ્યાતસંક્રમમાં થીણદ્વિત્રિક, અસાતાવેદનીય, મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય, આઘ બાર કષાય, અતિ, શોક, નપુંસકવેદ, સ્રીવેદ, ઉપઘાત, તથા યશઃકીર્તિ વિના નામકર્મની પાંસઠ, અને બે ગોત્ર આ નેવ્યાશી, ૪૭૭ ઉલના તથા સર્વસંક્રમમાં - થીણદ્વિત્રિક, સંજ્વલન લોભ વિના મોહનીયની સત્તાવીશ, નરકદ્ધિક, તિર્યંચદ્ધિક, મનુષ્યદ્ઘિક, દેવદ્વિક, આદ્ય ચાર જાતિ, વૈક્રિયદ્ઘિક, આહારકક્રિક, આતપ, ઉદ્યોત, સ્થાવરદ્વિક, સાધારણ અને ઉચ્ચગોત્ર આ બાવન, યથાપ્રવૃત્તસંક્રમમાં - ચાર આયુષ્ય તથા મિથ્યાત્વ વિના એકસો સત્તર ગુણસંક્રમમાં પાંચ નિદ્રા, અસાતાવેદનીય, મિથ્યાત્વ, મિશ્રમોહનીય, આદ્ય બાર કષાય, પુરુષવેદ વિના આઠ નોકષાય, નરકદ્ધિક, તિર્યંચદ્વિક, એકેન્દ્રિયાદિક ચાર જાતિ, પ્રથમ સિવાયના પાંચ સંઘયણ, પ્રથમ સિવાયના પાંચ સંસ્થાન, અશુભવર્ણાદિ ચતુષ્ક, અશુભવિહાયોગતિ, ઉપઘાત, સ્થાવરદર્શક અને નીચગોત્ર આ ત્રેસઠ અથવા પુરુષવેદ અને સંજ્વલન ક્રોધાદિ ત્રણ સહિત કુલ સડસઠ પ્રકૃતિઓ આવે છે. સંપૂર્ણ સંસારચક્રમાં સમ્યક્ત્વ, દેશવિરતિ ચારિત્ર, સર્વવિરતિ ચારિત્ર, અનંતાનુબંધિની વિસંયોજના અને મોહનીયકર્મનો સર્વોપશમ વધુમાં વધુ કેટલી વાર કરી શકે ? સમ્યક્ત્વ અને દેશવિરતિ અસંખ્યાતવાર, પરંતુ સમ્યક્ત્વ કરતાં દેશવિરતિ ઓછીવાર, સર્વવિરતિ તથા અનંતાનુબંધિની વિસંયોજના આઠ-આઠ વાર અને મોહનીયકર્મનો સર્વોપશમ વધુમાં વધુ ચાર વાર પ્રાપ્ત કરી શકે છે. સર્વોત્કૃષ્ટ કષાયોદય અને સર્વોત્કૃષ્ટ યોગસ્થાન આ બન્ને ભાવો એક જ જીવને એક સાથે કેટલો ટાઇમ રહી શકે ? આ બન્ને ભાવો એક સાથે એક જ સમય રહી શકે છે. મિશ્ર અને સમ્યક્ત્વમોહનીયનો યથાપ્રવૃત્તસંક્રમ ક્યારે અને કયા ગુણસ્થાનકે હોય ? મોહનીયની ૨૮ની સત્તાવાળો સમ્યક્ત્વથી પડી મિથ્યાત્વે આવે ત્યારે પહેલા અંતર્મુહૂર્તમાં આ બન્ને પ્રકૃતિઓનો યથાપ્રવૃત્તસંક્રમ હોય છે એમ પૂ. મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજે કર્મપ્રકૃતિ ટીપ્પનકમાં બતાવેલ છે. પ્રશ્ન ૩૯ નિદ્રાદ્વિક, હાસ્ય, રતિ, ભય, અને જુગુપ્સા આ છ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશસંક્રમ ક્ષપિતકર્માંશ આત્માને આઠમા ગુણસ્થાનકે પોત-પોતાના બંધવિચ્છેદ સમયે બતાવેલ છે. પરંતુ જેમ દેવગતિ વગેરે શુભ છત્રીસ પ્રકૃતિઓનો ઉપશમશ્રેણિ વિના શેષ ક્ષપિતક્રમાંશની ક્રિયા કરેલ જીવને આઠમા ગુણસ્થાનકની પહેલી આવલિકાના ચરમસમયે બતાવેલ છે, તેમ આ પ્રકૃતિઓ પણ આઠમા ગુણસ્થાનકના અમુક ભાગ સુધી બંધાતી હોવાથી અબધ્યમાન અશુભપ્રકૃતિઓના ઘણાં દલિકો ગુણસંક્રમદ્વારા અપૂર્વકરણ ગુણસ્થાનકના પ્રથમ સમયથી નિદ્રા વગેરે છ પ્રકૃતિઓમાં આવે, માટે બંધવિચ્છેદ સમયના બદલે આઠમા ગુણસ્થાનકની પહેલી આવલિકાના અંતે જઘન્યપ્રદેશ સંક્રમ કેમ ન બતાવ્યો ? ઉત્તર - ઉપરની શંકા બરાબર લાગે છે. તેથી જ કષાયપ્રાકૃતચૂર્ણિમાં હાસ્ય, રતિ, ભય અને જુગુપ્સાનો જઘન્ય પ્રદેશસંક્રમ આઠમા ગુણસ્થાનકની પહેલી આવલિકાના ચરમસમયે બતાવેલ છે. અને નિદ્રાદ્ધિક માટે પણ એમજ લાગે છે, છતાં પંચસંગ્રહ અને કર્મપ્રકૃતિમાં તથા તેની ટીકા વગેરેમાં પોતપોતાના બંધવિચ્છેદ સમયે બતાવેલ છે. તેનું કારણ બહુશ્રુતો જાણે, અગર મતાંતર હોય તેમ લાગે છે. પ્રશ્ન ૪૦ પંચસંગ્રહમાં તેમજ કર્મપ્રકૃતિ-ટીકામાં અન્યપ્રકૃતિનયન સંક્રમની અપેક્ષાએ મિથ્યાત્વમોહનીયનો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ અંતર્મુહૂર્ત ન્યૂન સીત્તેર કોડાકોડી સાગરોપમ બતાવેલ છે. પરંતુ સ્વસંક્રમની અપેક્ષાએ બે આવલિકા ન્યુન સીત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ કેમ બતાવેલ નથી ? ઉત્તર - કર્મપ્રકૃતિ - મૂળમાં તથા ચૂર્ણિમાં સીત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ બંધોત્કૃષ્ટ મિથ્યયાત્વનો બે આવલિકા ન્યૂન સીત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉર્જાના તથા અપવર્ત્તના રૂપ સ્વસંક્રમની અપેક્ષાએ બતાવેલ છે. પરંતુ ટીકાઓમાં સ્વસંક્રમની અવિવક્ષા કરી અન્યપ્રકૃતિનયનસંક્રમની અપેક્ષાએ અંતર્મુહૂર્ત ન્યૂન સીત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ બતાવેલ છે. માટે અહીં કોઇ વિરોધ નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550