Book Title: Karm Prakruti Part 01
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 534
________________ સંક્રમણકરણ પ્રશ્ન ૧૯ સમ્યક્ત્વી જીવને મોહનીયાદિ કર્મની ૭૦ કોડાકોડી સાગરોપમ વિગેરે ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા હોય ? જો હોય તો કઇ રીતે અને કેટલા કાળ સુધી હોય ? ઉત્તર - સમ્યક્ત્વીને સિદ્ધાંતના મતે અતઃકોડાકોડી સાગરોપમથી વધારે સ્થિતિસત્તા ન જ હોય, પરંતુ કાર્યગ્રન્થિક મતે ગ્રંથિ ભેદ કરી સમ્યક્ત્વી થઇ પુનઃ મિથ્યાત્વ ગુણઠાણે આવે ત્યારે અતિસંક્લિષ્ટ પરિણામે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પણ થાય છે. તથા મિથ્યાત્વી જીવ ત્રણ કરણ કરી પુનઃ સમ્યક્ત્વી થાય તેને અંતઃકોડાકોડી સાગરોપમથી વધારે કોઇ પણ કર્મની સ્થિતિસત્તા હોતી નથી, પરંતુ જે મિથ્યાત્વી ત્રણ કરણ કર્યા વિના સમ્યક્ત્વ પામે છે તે સમ્યક્ત્વીને ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા હોઇ શકે છે. પણ અંતર્મુહૂર્ત સુધી જ, કારણકે ત્યાર પછી તુરત જ અપવર્તનાકરણ દ્વારા ઘટી જવાથી સ્થિતિસત્તા અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ થઇ જાય છે. પ્રશ્ન ૨૦ ઉત્તર - પ્રશ્ન ૨૧ ઉત્તર - પ્રશ્ન ૨૨ ઉત્તર - પ્રશ્ન ૨૪ ઉત્તર - ૪૭૫ મિથ્યાત્વી નારકને અપર્યાપ્તવસ્થામાં જિનનામ સત્તામાં હોવા છતાં તેના બંધનો અભાવ હોવાથી મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ના પતગ્રહમાં અંતર્મુહૂર્ત સુધી ૯૬ પ્રકૃતિઓનો સંક્રમ હોય છે. એવી કેટલી અને કઇ કઇ પ્રકૃતિઓ છે કે જેમનો જઘન્ય સ્થિતિસંક્રમ એક સમય પ્રમાણ થાય છે ? જ્ઞાનાવરણીય ૫, દર્શનાવરણીય ૬, અંતરાય ૫, આયુષ્ય ૪, સમ્યક્ત્વમોહનીય તથા સંજ્વલન લોભ એમ ૨૨ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિસંક્રમ એક સમય પ્રમાણ થાય છે. પ્રશ્ન ૨૩ વ્યાઘાત અપવર્તના, સ્થિતિઘાત તથા ૨સઘાત આ ત્રણે સમ્યક્ત્વાદિ ગુણોની પ્રાપ્તિ વખતે જ હોય કે અન્ય કાળે પણ હોય ? ઉત્તર - એકેન્દ્રિયાદિ સર્વે જીવોને સમ્યક્ત્વાદિ વિશિષ્ટ ગુણોની પ્રાપ્તિ વિના પણ વ્યાઘાત અપવર્ત્તના, સ્થિતિઘાત તેમજ ૨સઘાત હોઇ શકે છે. પ્રશ્ન ૨૫ ઉત્તર - પ્રશ્ન ૨૬ ઉત્તર - અપવર્ઝના આશ્રયી જઘન્ય સ્થિતિસંક્રમ કેટલી અને કઇ કઇ પ્રકૃતિઓનો થાય ? જ્ઞાનાવરણીય ૫, દર્શનાવરણીય ૬, વેદનીય ૨, સમ્યક્ત્વમોહનીય, સંજ્વલન લોભ, આયુષ્ય ૪, સ્થાવરાદિ ૧૩ વિના નામકર્મની ૯૦, ગોત્રની ૨ અને અંતરાયની ૫. એમ કુલ ૧૧૬ પ્રકૃતિઓનો અપવર્તના આશ્રયી જધન્ય સ્થિતિસંક્રમ થાય છે. સંક્રમણ-કણમાં અન્યપ્રકૃતિનયનસંક્રમની પ્રધાનતા હોવા છતાં ૧૧૬ પ્રકૃતિઓનો અપવર્ઝના આશ્રયી જઘન્ય સ્થિતિ સંક્રમ શા માટે ક્યો ? ૧૧૬ પ્રકૃતિઓનો અપવર્ઝના જઘન્ય સ્થિતિસંક્રમ કરતાં અન્યપ્રકૃતિનયન જઘન્ય સ્થિતિસંક્રમ ઘણો વધારે હોય છે. માટે અપવર્ઝના આશ્રયી જઘન્ય સ્થિતિસંક્રમ કહ્યો છે. એકેન્દ્રિયાદિકને વ્યાઘાત અપવર્ત્તના, સ્થિતિઘાત તથા ૨સઘાત હોઇ શકે છે એમ કેવી રીતે સમજી શકાય ? સંક્ષિપંચેન્દ્રિયમાંથી અસંજ્ઞિ એવા એકેન્દ્રિયાદિકમાં ઉત્પન્ન થયેલા તમામ જીવોને અમુક કાળ પછી પોત-પોતાના સ્થિતિબંધ તથા રસબંધ જેટલી જ સત્તા હોય છે. પણ તેથી અધિક હોતી નથી, તેથીજ એમ સમજી શકાય છે કે વ્યાઘાત અપવર્ઝના વગેરે ત્રણેય પદાર્થો મિથ્યાત્વ ગુણસ્થાનકે એકેન્દ્રિયાદિક જીવોને પણ હોઇ શકે છે અને તેથી જ અમુક કાળમાં સત્તાગત ઉત્કૃષ્ટ સ્થિતિ અને રસનો નાશ કરી સ્વબંધ પ્રમાણ સ્થિતિસત્તા અને અનુભાગસત્તા કરે છે. નરકદ્ધિકના ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમના સ્વામી કોણ હોય ? દેવ વિના શેષ ત્રણ ગતિના જીવો. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી બંધાવલિકા પછી ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ થાય એમ કહેલ છે. અને નરકદ્ધિકના ઉત્કૃષ્ટ સ્થિતિબંધના સ્વામી મનુષ્યો અને તિર્યંચો જ છે તેથી તેમને સ્થિતિબંધ થયા પછી બંધાવલિકા બાદ ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ થઇ શકે છે પણ નારકોને શી રીતે હોય ? મનુષ્યો તથા તિર્યંચો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી નરકમાં જઇ તુરત જ મનુષ્ય કે તિર્યંચ પ્રાયોગ્ય બધ્યમાન પ્રકૃતિઓમાં બંધાવલિકા પછી ઉદયાવલિકા ઉપરની નરકદ્વિકની સર્વ સ્થિતિને સંક્રમાવે છે. તેથી નારકોને પણ નરકદ્વિકનો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ હોઇ શકે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550