Book Title: Karm Prakruti Part 01
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 532
________________ સંક્રમણકરણ ૪૭૩ છતાં તેમાં ચારિત્રમોહનીયની પ્રકૃતિઓ સંક્રમતી નથી, પરંતુ જો સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીય સત્તામાં હોય તો તે બે સંક્રમે છે. આ બેની સત્તા બધા જીવોને હોતી નથી માટે જે જીવોને આ બેની સત્તા ન હોય તેઓને મિથ્યાત્વમોહનીય અપતટ્ઠહરૂપે હોય છે. બંધ હોવા છતાં પુરુષવેદની પ્રથમ સ્થિતિ સમયોન બે આવલિકા તથા સંજ્વલન ચતુષ્કની પ્રથમસ્થિતિ સમયોન ત્રણ આવલિકા બાકી રહે ત્યારે તે તે પ્રકૃતિ અપતટ્ઠહરૂપે બને છે એમ શાસ્ત્રીય વચન છે. તેમજ ઉચ્ચગોત્રની ઉદૂર્વલના કરેલ માત્ર નીચગોત્રની સત્તાવાળા જીવોને નીચગોત્રનો બંધ હોવા છતાં તેમાં સંક્રમયોગ્ય ઉચ્ચગોત્રનો સત્તામાં જ અભાવ હોવાથી તે અપતટ્ઠહ બને છે. પ્રશ્ન ૫ અસાતા વેદનીય વગેરે પ્રકૃતિમાં સંક્રમેલ સાતવેદનીય વિગેરેની સત્તા રહે કે નહીં ? ઉત્તર - સાતા વેદનીય વિગેરે જે પ્રકૃતિના સંક્રમ થાય તે પ્રકૃતિના દરેક સ્થિતિસ્થાનમાંથી અમુક પ્રમાણમાં દલિકનો અસાતાવેદનીય વિગેરેમાં સંક્રમ થતો હોવાથી દલિકો ઓછા થાય પણ સ્થિતિસત્તા ઓછી થાય નહીં. માત્ર ઉદ્ગલના સંક્રમ, સર્વસંક્રમ, અન્ય પ્રકૃતિમાં જઘન્ય સ્થિતિસંક્રમ તેમજ વ્યાઘાત આપવના સંક્રમથી સ્થિતિસત્તા ઓછી થાય છે, પરંતુ બીજા કોઇ સંક્રમથી નહીં. પ્રશ્ન ૬ સંક્રમ્સમાણ પ્રકૃતિ પતગ્રહ પ્રકૃતિ રૂપે થાય ત્યારે તેની સ્થિતિમાં ફેરફાર થાય છે કે નહીં ? ઉત્તર - કોઇ પણ પ્રકૃતિ પતગ્રહરૂપે થાય ત્યારે સ્થિતિમાં ફેરફાર થતો નથી. પરંતુ સંક્રમ્સમાણ સ્થિતિસ્થાનોના બદલે પતંગ્રહ પ્રકૃતિના સ્થિતિસ્થાનો રૂપે થાય છે. દૃષ્ટાંત રૂપે સાતાવેદનીયના ૯૧ થી ૧૦૦ સુધીના સ્થિતિસ્થાનોમાંના દલિકોનો અનુક્રમે તેની સમાન સ્થિતિવાળા અસાતાવેદનીયના ૯૧ થી ૧૦૦ સુધીના સ્થિસ્થાનોમાંજ સંક્રમ થાય છે. પરંતુ પતગ્રહ પ્રકૃતિ કરતાં સંક્રમ્સમાણ પ્રકૃતિની સ્થિતિ વધારે હોય તો સંક્રમ્સમાણ પ્રકૃતિની સ્થિતિ સમાન પતગ્રહ પ્રકૃતિની સ્થિતિ વધી જાય છે. દૃષ્ટાંત રૂપે ૧૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સતાવેદનીયમાં ૨૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ અસતાવેદનીયનો સંક્રમ થાય ત્યારે અસાતા વેદનીયની પોતાની સત્તા ૨૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ કાયમ રહે અને સાતાવેદનીયની ૧૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિના બદલે ૨૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ થઇ જાય છે. પ્રશ્ન ૭. ' સત્તામાં રહેલ દરેક પ્રકૃતિના સંક્રમ થાય જ કે ન પણ થાય ? ઉત્તર - બંધાવલિકા અને સંક્રમાવલિકા વીત્યા પછી પોતાને સંક્રમાવવા માટે પતગ્રહરૂપ પ્રકૃતિ હોય તો સત્તાગત પ્રકૃતિઓનો સંક્રમ અવશ્ય થાય છે, પરંતુ બંધાવલિકા કે સંક્રમાવલિકા વ્યતીત થયેલ ન હોય અથવા જેઓને પતથ્રહરૂપ પ્રકૃતિઓ ન હોય તેવી સત્તાગત પ્રકૃતિઓનો સંક્રમ થતો નથી. જેમ તેઉકાય અને વાયુકાયને નીચગોત્ર સત્તામાં હોવા છતાં તેને સંક્રમાવવા માટે ઉચ્ચગોત્ર રૂ૫ પતટ્ઠહ પ્રકૃતિનો બંધ ન હોવાથી નીચગોત્રનો સંક્રમ થતો નથી. તે જ પ્રમાણે આહારકદ્ધિક વગેરેનો પ્રથમ બંધ થાય ત્યારે સત્તા હોવા છતાં પ્રથમની બંધાવલિકામાં આહારકદ્ધિક વિગેરેનો સંક્રમ થતો નથી. અને મોહનીયની ૨૪ પ્રકૃતિની સત્તાવાળો સમ્યગુદૃષ્ટિ મિથ્યાત્વે આવે ત્યારે પ્રથમ સમયથી અપ્રત્યાખ્યાનીય વિગેરે કષાયોને અનંતાનુબંધિમાં સંક્રમાવી અનંતાનુબંધિ રૂપે બનાવે છે. પરંતુ સંક્રમાવલિકા વ્યતીત થયા વિના સત્તામાં હોવા છતાં અનંતાનુબંધિનો સંક્રમ કરતો નથી. પ્રશ્ન ૮ ધૃવસત્તા હોવા છતાં એવી કઇ અને કેટલી પ્રકૃતિઓ છે કે જેઓનો સંક્રમ સાદિ અને અધ્રુવ એમ બે પ્રકારે જ થાય ? તર - મિથ્યાત્વ, નીચગોત્ર તથા સાતા-અસતાવેદનીય એ ચાર પ્રકૃતિઓ ધ્રુવસત્તાવાળી હોવા છતાં તેઓનો સંક્રમ સાદિ અને અધ્રુવ એમ બે પ્રકારે જ થાય છે ? પ્રશ્ન ૯ ઉપશમ સમ્યકત્વની પ્રાપ્તિની અત્યંતરાવલિકામાં મિશ્રમોહનીયનો સંક્રમ કેમ ન હોય ? ઉત્તર - ત્રણ કરણ કરી પ્રથમ સમ્યકત્વ પ્રાપ્ત કરે ત્યારે જે સમયે અંતરકરણમાં પ્રવેશ કરે છે તે જ સમયે અને મતાંતરે અંતરકરણના પૂર્વ સમયે મિથ્યાત્વના પુદ્ગલોને વિશુદ્ધ પરિણામ દ્વારા મિશ્ર અને સમૃત્વરૂપે બનાવી ત્રણ પંજ કરે છે. વિવતિ પ્રકૃતિરૂપે બનાવવા તે સંક્રમ કહેવાય છે. અને સંક્રમાવલિકામાં કોઇ કરણ લાગતું નથી તેથી મિથ્યાત્વમાંથી જે સમયે કર્મપરમાણુઓ મિશ્રમોહનીયરૂપે બને છે તે સમયથી એક આવલિકા સુધી મિશ્રમોહનીયનો સમ્યક્ત્વમોહનીયમાં સંક્રમ થતો નથી પણ સંક્રમાવલિકા પછી થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550