Book Title: Karm Prakruti Part 01
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 533
________________ ૪૭૪ કર્મપ્રકૃતિ પ્રશ્ન ૧૦ ઉપરોક્ત પ્રશ્નોત્તરમાં કહ્યા મુજબ ઉપશમ સમ્યકત્વની પ્રાપ્તિની અત્યંતરાવલિકામાં જો મિશ્રમોહનીયનો સંક્રમ થતો નથી. તો મોહનીયની ૨૪ની સત્તાવાળા ક્ષાયોપથમિક સમ્યગુદૃષ્ટિ ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિની અત્યંતરાવલિકામાં સમ્યકત્વ તથા મિશ્રમોહનીય વિના ૨૨નો સંક્રમ કેમ કરતા નથી ? ઉત્તર - ૨૪ ની સત્તાવાળો જીવ પ્રથમ ક્ષાયોપથમિક સમ્યકત્વી હોય છે અને તેને ત્રણે પૂંજ સત્તામાં હોવાથી ઉપશમ સમ્યકત્વની પ્રાપ્તિની અત્યંતરાવલિકામાં મિશ્ર પુંજ પ્રથમથીજ થયેલ હોય છે. તેથી તેની સંક્રમાવલિકા વ્યતીત થયેલ હોવાથી તે વખતે પણ તે મિશ્રમોહનીયનો સમ્યકત્વમોહનીયમાં સંક્રમ ચાલુ હોવાથી ૨૪ની સત્તાવાળા ઉપશમ સમ્યક્ત્વાન અભ્યતરાવલિકામાં ૨૨નો સેકમ ન થતો ૨૩નો થાય છે. પ્રશ્ન ૧૧ પ્રત્યેક કર્મના પોતાના બંધસ્થાનોની સમાન જ પતઘ્રહસ્થાનો હોય છે કે તેમાં કંઇ વિશેષતા છે ? ઉત્તર - આયુષ્ય અને મોહનીય વિના છ કર્મના પોતાના બંધસ્થાનની સમાન પતઘ્રહસ્થાનો હોય છે. અને મોહનીયકર્મના ૧૦ બંધસ્થાનો હોવા છતાં પતગ્રહસ્થાનો ૧૮ છે. પ્રશ્ન ૧૨ કયા કયા કર્મના સંક્રમસ્થાનો પોતાના સત્તાસ્થાનોની સમાન સંખ્યાવાલા હોય છે. અને કયા ક્યા કર્મના સમાન નથી હોતા ? ઉત્તર - જ્ઞાનાવરણીય, અંતરાય અને નામકર્મના સંક્રમસ્થાનો સત્તાસ્થાનોની સમાન જ છે. પરંતુ નામકર્મમાં સત્તાસ્થાન અને સંક્રમસ્થાનમાં પ્રકૃતિઓની સંખ્યા સમાન નથી અર્થાતુ ભિન્ન છે. જ્યારે દર્શનાવરણીયના સત્તાસ્થાનો ૩ અને સંક્રમસ્થાનો ર છે તેમજ વેદનીય અને ગોત્રકર્મના સત્તાસ્થાનો ૨ અને સંક્રમસ્થાન ૧ અને મોહનીયકર્મના સત્તાસ્થાનો ૧૫ અને સંક્રમસ્થાનો ૨૩ છે. પ્રશ્ન ૧૩ દર્શનાવરણીયકર્મનું ચાર પ્રકૃતિમય સત્તાસ્થાન છે. છતાં તે સત્તાસ્થાનનો સંક્રમ કેમ નથી ? , * ઉત્તર - ચાર પ્રકૃતિમય સત્તાસ્થાન ૧૨મા ગુણસ્થાનકના ચરમ સમયે હોય છે પણ ત્યાં દર્શનાવરણીયની એક પણ પ્રકૃતિનો બંધ ન હોવાથી પતંગ્રહના અભાવે ચારનો સંક્રમ થતો નથી. પ્રશ્ન ૧૪ ધ્રુવબંધી દરેક પ્રકૃતિની પતગ્રહતા સાઘાદિ ચાર પ્રકારે હોવા છતાં મિથ્યાત્વની પતઘ્રહતા સાદિ અને અધ્રુવ બે પ્રકારે જ કેમ છે ? ઉત્તર - મિથ્યાત્વમોહનીય ધ્રુવબંધી હોવા છતાં તેમાં ચારિત્રમોહનીયની પ્રકૃતિઓનો સંક્રમ થતો નથી. પરંતુ સમ્યકત્વ અને મિશ્રમોહનીય એ બેનો સંક્રમ થાય છે અને આ બે પ્રકતિઓની ઉદૂવલના કર્યા પછી મિથ્યાદૃષ્ટિને અને ક્યારેય પણ અનાદિ મિથ્યાત્વીને સત્તા હોતી નથી, માટે એ બે પ્રકૃતિઓ સત્તામાં હોય ત્યારે મિથ્યાત્વ પતગ્રહરૂપે હોય છે. અને સત્તામાં ન હોય ત્યારે બંધ હોવા છતાં મિથ્યાત્વ પતગ્રહ હોય નહીં, તેથી સાદિ અને અધુવ એમ બે પ્રકારે જ હોય છે. પ્રશ્ન ૧૫ ઉપશમશ્રેણિમાં ક્ષાયિક સમ્યકત્વીને મોહનીયમાં અન્ય પ્રકૃતિનયન સંક્રમ કયા ગુણસ્થાનક સુધી હોય ? ઉત્તર - નવમા ગુણસ્થાનક સુધી હોય. પ્રશ્ન ૧૬ અગિયારમા ગુણસ્થાને મોહનીયકર્મની પ્રકૃતિઓનો સંક્રમ હોય ? જો હોય તો કોને ? અને કઇ કઇ પ્રકૃતિઓનો હોય ? ઉત્તર - અગિયારમા ગુણસ્થાને ઉપશમ સમ્યકત્વીને મિથ્યાત્વ અને મિશ્રમોહનીય એ બે પ્રકૃતિઓનો સંક્રમ હોય છે. પ્રશ્ન ૧૭ કઇ કઇ ગતિમાં નામકર્મના કેટલા અને કયા સંક્રમસ્થાનો હોય ? ઉત્તર - દેવગતિમાં ૧૦૩, ૧૦૨, ૯૬ અને ૯૫ એમ ચાર, નરકગતિમાં ૧૦૩ વિના તે જ ત્રણ, તિર્યંચગતિમાં ૧૦૨, ૯૫, ૯૩, ૮૪ અને ૮૨ એમ પાંચ અને મનુષ્યગતિમાં બધા જ (૧૨) સંક્રમસ્થાનો હોય છે. પ્રશ્ન ૧૮ મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ પ્રકૃતિઓના પતઘ્રહમાં નારકની જેમ દેવતાઓને નામકર્મની ૯૬ પ્રકતિઓનો સંક્રમ કેમ ન હોય ? ઉત્તર - દેવોને જિનનામની સત્તા ચોથે ગુણઠાણે જ હોય છે. અને સમ્યગુદૃષ્ટિને જિનનામની સત્તા હોય ત્યારે તેનો બંધ પણ અવશ્ય થતો હોવાથી મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ નો બંધ થતો નથી. પરંતુ પ્રથમ નરકાયુષ્ય બાંધી ક્ષાયોપથમિક સમ્યકત્વ પામી જિનનામકર્મનો બંધ કરેલ મનુષ્ય મિથ્યાત્વી થઇને જ નરકમાં જાય છે. અને તે For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550