________________
સંક્રમણકરણ
૪૬૯
દેશવિરતિ, તેમજ ભવચક્રમાં તેથી વધારેવાર સર્વવિરતિ આદિ પ્રાપ્ત કરતો ન હોવાથી આઠવાર સર્વવિરતિચારિત્ર, આઠવાર અનંતાનુબંધિ કષાયની વિસંયોજના અને ચારવાર મોહનીયકર્મનો સર્વોપશમ કરવાનું બતાવેલ છે.
એજ આત્મા હવે પછી બતાવવામાં આવશે તે પ્રમાણે જઘન્ય પ્રદેશસંક્રમનો સ્વામી થાય છે.
નિદ્રાઢિક, હાસ્ય-રતિ, ભય અને જાગુણા આ છ પ્રકૃતિઓમાં અપૂર્વકરણ ગુણસ્થાનકના પ્રથમ સમયથી ગુણસંક્રમ દ્વારા સ્વજાતીય અબધ્યમાન અશુભપ્રકૃતિઓના ઘણાં જ દલિકો આવે છે. અને પોતાના બંધવિચ્છેદ પછી આ પ્રકૃતિઓના પણ ગુણસંક્રમ દ્વારા અન્ય પ્રવૃતિઓમાં ઘણા દલિકો સંક્રમે છે. તેથી આ છએ પ્રકૃતિઓના પોતપોતાના બંધવિચ્છેદ સમયે યથાપ્રવૃત્તસંક્રમ દ્વારા સંક્રમાવતાં અપૂર્વકરણ ગુણસ્થાનકવર્તી જીવો જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી છે.....
અવધિજ્ઞાન-દર્શન પ્રાપ્ત કરતી વખતે તથા સ્વભાવેજ અન્ય પ્રવૃતિઓના ઘણાં દલિકો સત્તામાંથી દૂર થઈ જાય છે. અને થોડા જ બાકી રહે છે. તેથીજ જઘન્ય પ્રદેશસંક્રમ થઇ શકે, માટે અવધિજ્ઞાન-દર્શન પ્રાપ્ત કરેલ જીવો દશમા ગુણસ્થાનકથી આગળ પતગ્રહરૂપ પ્રકૃતિઓના બંધનો અભાવ હોવાથી દશમાં ગુણસ્થાનકના ચરમસમયે અવધિજ્ઞાનાવરણ વિના ચાર જ્ઞાનાવરણ, અવધિદર્શનાવરણ વિના ત્રણ દર્શનાવરણ અને પાંચ અંતરાય એ બાર પ્રકૃતિઓના જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી છે.
અવધિજ્ઞાન - દર્શન પ્રાપ્ત કરેલ જીવોને અવધિજ્ઞાનાવરણ તથા અવધિદર્શનાવરણના પગલો ઘણાંજ રૂક્ષ થઇ જાય છે, તેથી બંધવિચ્છેદ સમયે પણ આ બે પ્રકૃતિઓના ઘણાં પ્રદેશોનો સંક્રમ થાય છે. માટે તેવા જીવોને જઘન્ય પ્રદેશસંક્રમ થતો ન હોવાથી અવધિજ્ઞાન-દર્શન પ્રાપ્ત નહીં કરેલ જીવો દશમા ગુણસ્થાનકના ચરમસમયે અવધિજ્ઞાનાવરણ તેમજ અવધિદર્શનાવરણના જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી છે.
એકસો બત્રીશ સાગરોપમ કાળ સુધી સમ્યક્ત્વનું પાલન કરતાં થીણદ્વિત્રિક, સ્ત્રીવેદ અને મિથ્યાત્વમોહનીય એ પાંચ પ્રકૃતિઓના સંક્રમ વગેરે દ્વારા સત્તામાંથી ઘણાં પુદ્ગલો ઓછા કરી ક્ષય કરવા માટે તૈયાર થયેલ જીવો સાતમાં ગુણસ્થાનકના અંતે થીણદ્વિત્રિક અને સ્ત્રીવેદ એ ચારના તથા ક્ષાયિક સમ્યકત્વને પ્રાપ્ત કરતાં ચોથાથી સાતમા ગુણસ્થાનક સુધીના મનુષ્યો મિથ્યાત્વના યથાપ્રવૃત્તકરણના અંતે વિધ્યાતસંક્રમ દ્વારા સંક્રમાવતાં જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી છે. તે સાત માસ અધિક આઠ વર્ષની ઉંમરે ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થવાને ઇચ્છનાર ક્ષપિતકશ જીવ અપ્રમત્ત ગુણસ્થાનકે યથાપ્રવૃત્તકરણના અંતે યથાપ્રવૃત્તસંક્રમ દ્વારા સંક્રમાવતાં અરતિ શોક, અસ્થિરદ્ધિક, અયશકીર્તિ, અસાતાવેદનીય, ઉપઘાત અને કુવર્ણાદિ નવક એ સોળ પ્રકૃતિઓના તેમજ દેશોનપૂર્વક્રોડ વર્ષ સંયમનું પાલન કરી ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થનાર અપ્રમત્તગુણસ્થાનકે યથાપ્રવૃત્તકરણના અંતે વિધ્યાતસંક્રમ દ્વારા સંક્રમાવતાં મધ્યમ આઠ કષાયના જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી છે.
અપૂર્વકરણ ગુણસ્થાનકના પ્રથમ સમયથી મધ્યમના આઠ કષાય અને અરતિ વગેરે છે, એ ચૌદ પ્રકૃતિઓનો ગુણસંક્રમ થાય છે. માટે યથાપ્રવૃત્તકરણના અંતે જઘન્ય પ્રદેશસંક્રમ કહેલ છે. તે બરાબાર છે. પરંતુ અશુભવર્ણાદિનવક અને ઉપઘાત આ દશ પ્રકૃતિઓ આઠમાં ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધી બંધાય છે. તેથી ત્યાં સુધી ગુણસંક્રમ થતો ન હોવાથી આઠમાના છઠ્ઠા ભાગે પણ જઘન્ય પ્રદેશસંક્રમ થઇ શકે, છતાં અહીં યથાપ્રવૃત્તકરણના અંતે કહેલ છે. તેનું કારણ અતિશય જ્ઞાનીઓ જાણે......
સમ્યકત્વ પ્રાપ્ત કરી ઘટી શકે તેટલા ઓછામાં-ઓછા અંતર્મુહૂર્ત કાળ સુધી સમ્યક્ત્વમોહનીય અને મિશ્રમોહનીયમાં ગુણસંક્રમ દ્વારા મિથ્યાત્વનો સંક્રમ કરી એકસો બત્રીશ સાગરોપમ સુધી સમ્યકત્વનું પાલન કરી મિથ્યાત્વ ગુણસ્થાનકે જઇ ઉદ્દલના શરૂ કરે, તે ઉદ્ગલનાના દ્વિચરમ સ્થિતિખંડના ચરમસમયે ઓછામાં ઓછા દલિકો પર પ્રકૃતિમાં સંક્રમાવે છે ત્યારે મિથ્યાદૃષ્ટિ સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીયના જઘન્ય પ્રદેશસંક્રમનો સ્વામી છે.
ચારવાર મોહનીયનો સર્વોપશમ કરી પ્રથમ ગુણસ્થાનકે આવી સ્વભૂમિકાનુસાર જઘન્ય યોગસ્થાને વર્તતાં શક્ય તેટલા નાના અંતર્મુહૂર્ત પ્રમાણ કાળમાં અનંતાનુબંધિનો બંધ કરી પુનઃ એકસો બત્રીશ સાગરોપમ સુધી સમ્યત્વનું પાલન કરી અનંતાનુબંધિ કષાયને ક્ષય કરવા માટે ત્રણ કરણ કરે ત્યારે યથાપ્રવૃત્તકરણના અંત સમયે વિધ્યાતસંક્રમ દ્વારા સંક્રમાવતાં ચારેય અનંતાનુબંધિ કષાયના જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી છે. •
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org