________________
સંક્રમણકરણ
૪૬૭
એજ જીવ અર્થાત્ પુરુષવેદના ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમનો સ્વામી જ્યારે ગુણસંક્રમના અંતે સર્વસંક્રમ દ્વારા ક્રોધનો માનમાં, માનનો માયામાં, અને માયાનો લોભમાં ચરમ સ્થિતિઘાતનો ચરમ પ્રક્ષેપ કરે ત્યારે નવમાં ગુણસ્થાનકે ક્રમશ: ક્રોધ, માન, અને માયાના ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમનો સ્વામી છે.
અહીં ચરમ સ્થિતિઘાતનો ચરમપ્રક્ષેપ એટલે બંધવિચ્છેદ સમયથી પૂર્વે સમયોન બે આવલિકા કાળમાં બંધાયેલ દલિકને છોડી તેના પહેલાં બંધાયેલ સત્તાગત દલિકનો ચરમપ્રક્ષેપ સમજવાનો છે, પરંતુ બંધવિચ્છેદ સમયાદિકમાં બંધાયેલ દલિકના બંધવિચ્છેદ પછી સમયોન બે આવલિકા કાળે જે ગુણસંક્રમ દ્વારા ક્ષય કરે છે તેના ચરમ સમયનો સંક્રમ સમજવાનો નથી, કારણકે તે દલિકો બહુજ અલ્પ પ્રમાણમાં હોય છે, તેથી ત્યાં ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ થતો નથી.
અનેક ભવમાં ભમતાં ચારવાર મોહનીયકર્મનો ઉપશમ કરી પછીના ભાવમાં માસપૃથકત્વ અધિક આઠ વર્ષની ઉમરે તરતજ ક્ષપણાને માટે તૈયાર થયેલ જીવ અપૂર્વકરણ ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંત્ય સમયે યશકીર્તિના અને નવમા ગુણસ્થાનકે અંતરકરણ કરવાના પૂર્વ સમયે સંજ્વલન લોભના ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમનો સ્વામી છે.
જેટલી વાર જીવ અપૂર્વકરણાદિ ગુણસ્થાનકોએ જાય તેટલી વાર અપૂર્વકરણ ગુણસ્થાનકના પ્રથમ સમયથી અબધ્યમાન અશુભ પ્રવૃતિઓના ઘણા દલિકો ગુણસંક્રમદ્વારા યશકીર્તિ અને સંલોભમાં આવે છે, અને સંપૂર્ણ ભવચક્રમાં મોહનીયકર્મનો ઉપશમ ચાર જ વાર થાય છે માટે ચારવાર મોહનીયકર્મનો ઉપશમ કરવાનું કહેલ છે, તેમજ અપૂર્વકરણના છઠ્ઠા ભાગ પછી યશકીર્તિ સિવાય નામકર્મની અન્ય કોઇપણ પ્રકૃતિ બંધાતી ન હોવાથી પતઘ્રહના અભાવે યશકીર્તિનો સંક્રમ થતો જ નથી માટે આઠમાં ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે યશકીર્તિનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કહેલ છે, અને નવમાં ગુણસ્થાનકે અંતરકરણ કર્યા પછી ચારિત્રમોહનીયની પ્રકૃતિઓનો ઉત્ક્રમે સંક્રમ થતો ન હોવાથી સંજ્વલન લોભનો સંક્રમ થતો નથી તેથી અંતરકરણના પૂર્વ સમયે સંજ્વલન લોભનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કહેલ છે.
એજ પ્રમાણે ચારવાર મોહનીયનો ઉપશમ કરી પછીના ભવમાં અનેકવાર વારાફરતી ઉચ્ચ અને નીચગોત્રનો બંધ કરી ઉચ્ચગોત્રને બંધથી તેમજ નીચગોત્રના દલિકના સંક્રમથી ખૂબજ પુષ્ટ કરી ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થવાને ઇચ્છનાર આત્મા જ્યારે પ્રથમ ગુણસ્થાનકે નીચગોત્રનો ચરમ બંધ કરે ત્યારે તે નીચગોત્રના બંધના ચરમસમયે ઉચ્ચગોત્રના ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમનો સ્વામી છે.
પંચેન્દ્રિયજાતિ, સમચતુરસસંસ્થાન, પ્રશસ્તવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ત્રસચતુષ્ક, સૌભાગ્યત્રિક આ બાર પ્રકૃતિઓ સમ્યગુદૃષ્ટિને હંમેશાં બંધાય છે. તેથી સમ્યગુદૃષ્ટિ શુભધવબંધી સંજ્ઞાવાળી કહેવાય છે..
તે બાર પ્રકૃતિઓને મિશ્ર સહિત સમ્યકત્વના એકસો બત્રીશ સાગરોપમ કાળ સુધી નિરંતર બંધ અને યથાસંભવ વિધ્યાત તેમજ ગુણસંક્રમ દ્વારા અત્યંત પુષ્ટ કરી ક્ષય કરવાને તૈયાર થયેલ જીવ અપૂર્વકરણ ગુણસ્થાનકે પોતાનો બંધવિચ્છેદ થયા બાદ એક આવલિકા પછી આ બારેય પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમનો સ્વામી છે.
- અપૂર્વકરણ ગુણસ્થાનકે અબધ્યમાન અશુભ પ્રવૃતિઓના ગુણસંક્રમ દ્વારા આ પ્રવૃતિઓમાં ઘણા જ દલિકો આવે છે. અને બંધવિચ્છેદ થયા બાદ આવલિકા પછી આ પ્રવૃતિઓના બધા દલિકની સંક્રમાવલિકા અને બંધાવલિકા વ્યતીત થયેલ હોવાથી બંધાવલિકા પછી જ યશકીર્તિમાં સંક્રમાવતાં ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ થાય એમ બતાવવામાં આવેલ છે.
વજઋષભનારા, સંઘયણનો પણ આજ રીતે એકસો બત્રીશ સાગરોપમના કાળ દરમ્યાન દેવભવમાં જેટલો કાળ વ્યતીત થાય તેટલા કાળ સુધી બાંધી છેલ્લે મનુષ્યભવની અંદર ઉત્પન્ન થઇ આવલિકા બાદ વજaષભનારાચ સંઘયણનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમનો સ્વામી છે, ત્યારબાદ સંક્રમ, ઉદય તથા ઉદીરણા દ્વારા ઘણા દલિકો ઓછા થવાથી પરાઘાત વગેરે પ્રકૃતિઓની જેમ અપૂર્વકરણ ગુણસ્થાનકમાં ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ થતો નથી.
પુર્વક્રોડના આયુષ્યવાળા તિર્યંચના નિરંતર સાત ભવોમાં વારંવાર બંધ તથા સંક્રમ દ્વારા નરકદ્વિકના ઘણા દલિકોનો સંગ્રહ કરી આઠમા ભવે ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થનાર આત્મા નવમા ગુણસ્થાનકે ગુણસંક્રમના અંતે સર્વસંક્રમ , દ્વારા ચરમ સ્થિતિઘાતના ચરમપ્રક્ષેપને સંક્રમાવે ત્યારે નરકદ્ધિકના ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમનો સ્વામી છે.
સમ્યકત્વ સહિત જીવ સાતમી નરકમાં ઉત્પન્ન થતો ન હોવાતી સાતમી નારકમાં ગયેલા જીવ પર્યાતિઓ પૂર્ણ કરી અંતર્મુહર્ત પછી તુરત જ સમ્યકત્વ પામી અંતર્મુહર્ત ન્યૂન તેત્રીશ સાગરોપમ સુધી સમ્યક્ત્વનું પાલન કરી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org