________________
સંક્રમણકરણ
૪૬૫ સ્વકાયસ્થિતિથી ન્યૂન સીત્તેરકોડાકોડી સાગરોપમ પ્રમાણ બાદરપૃથ્વીકાયમાં રહી બેઇન્ડિયાદિ ત્રસકાયમાં પૂર્વોક્ત રીતિ એજ પૂર્વોડ પૃથકત્વ અધિક બે હજાર સાગરોપમ કાળ સુધી રહે, તે દરમ્યાન બની શકે તેટલીવાર ઉત્કૃષ્ટ આયુવાળા સાતમીનરકમાં નારકપણે ઉત્પન્ન થાય અને છેલ્લા સાતમીનરકમાં ભવમાં અન્ય જીવોની અપેક્ષાએ બની શકે તેટલો શીધ્ર પર્યાપ્તો થઇ પૂર્વોક્ત વિધિ પ્રમાણે અંતર્મુહૂર્ત ન્યૂન તેત્રીસ સાગરોપમ પ્રમાણ કાળ વ્યતીત કરી અંતર્મુહુર્ત આયુષ્ય બાકી રહે છતે આઠ સમયના કાળવાળા યવમધ્યથી ઉપરના સાત સમય વગેરેના કાળવાલા યોગસ્થાનોમાં અંતર્મુહૂર્ત કાળ પ્રમાણ ક્રમશ: અસંખ્યાતગુણવૃદ્ધ ચડતાં યોગસ્થાનોમાં વર્તી પોતાના ભવના આયુષ્યના છેલ્લા સમયથી ત્રીજા અને બીજા સમયે ઉત્કૃષ્ટ કષાયોદયવાલો તથા ઉપાજ્ય (છેલ્લાથી પહેલા) સમયે અને છેલ્લા સમયે ઉત્કૃષ્ટયોગવાળો થાય, તેવો સાતમી નરકનો ચરમસમયવર્તી જીવ સંપૂર્ણ ગુણિતકર્માશ કહેવાય છે.
ઉત્કયોગથી ઘણા કર્મ-પુદગલો ગ્રહણ થાય અને ઉત્કૃષ્ટ કષાયોદયથી ઉદ્વર્તના ઘણી થાય. એટલે કે ઉપરના સ્થાનોમાં ઘણા દલિકો રહે, અને અપવર્તના અલ્પ થવાથી નીચેના સ્થાનોમાં દલિતો થોડા રહે તેમજ નીચેના સ્થાનો ઉદયથી ભોગવાઇ જાય પરંતુ ઉપરના સ્થાનોમાં દલિકો લાંબો ટાઇમ ટકી રહે છે, તેથી ઉત્કૃષ્ટયોગ અને ઉત્કૃષ્ટ કષાયોદય બની શકે તેટલીવાર થવાનું બતાવેલ છે.
આયુષ્ય જઘન્યયોગે બાધે ત્યારે તથાસ્વભાવે જ આયુષ્યકર્મના પુદગલો થોડા ગ્રહણ કરે અને જ્ઞાનાવરણીય વિગેરે કર્મના થોડા પુલોનો ક્ષય કરે, માટે દરેક ભવમાં જઘન્યયોગે આયુષ્ય બાંધે એમ કહ્યું છે. તથા ઉપરના સ્થાનોમાં વિશેષ દલરચના કરવાનું કારણ તે સ્થાનોમાં દલિક લાંબો ટાઇમ ટકી રહે તે છે.
અન્ય એકેન્દ્રિય કરતાં ખર બાદર પૃથ્વીકાયનું આયુષ્ય વધારે હોય છે, તેથી ઘણા લાંબા વખત સુધી સતત ઘણા પુદ્ગલો ગ્રહણ કરી શકે અને બીજા એકેન્દ્રિયો કરતાં વધારે બળવાન હોવાથી દુ:ખ પણ ઘણું સહન કરી શકે તેથી ઓછા પુદ્ગલોનો ક્ષય થાય માટે બાદર પૃથ્વીકાયનું ગ્રહણ કરેલ છે. તેમજ અપર્યાપ્ત કરતાં પર્યાપ્તપણામાં યોગ અને કષાય વધુ પ્રમાણમાં હોય છતાં પણ ઉપરાઉપર - નિરંતર પર્યાપ્તના સાતથી વધારે ભવ થઇ શકતા નથી તેથી બની શકે તેટલા વધારે પર્યાપ્તાના અને સ્વકાય સ્થિતિ પૂર્ણ કરવા માટે ઓછામાં ઓછા અપર્યાપ્તના ભવો બતાવેલ છે.
- ત્રસકાયની સ્વકાયસ્થિતિ સાધિક બે હજાર સાગરોપમથી વધારે નથી. તેથી આટલો કાળ ન્યૂન સીત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણકાળ સુધી બાદરપૃથ્વીકાયમાં રહેવાનું બતાવેલ છે.
- સાતમી નરકમાં અન્ય જીવો કરતાં યોગ અને કષાય ઘણીવાર ઘણા જ વધારે થઇ શકે છે. માટે બની શકે તેટલીવાર સાતમીનરકમાં જવાનું બતાવેલ છે.
અપર્યાપ્તની અપેક્ષાએ પર્યાપ્તપણામાં યોગ અને કષાય વધુ પ્રમાણમાં હોય છે, તેથી અન્ય નારકોની અપેક્ષાએ છેલ્લા ભવમાં જલ્દી પર્યાપ્ત થવાનું બતાવેલ છે.
ઉત્કૃષ્ટ યોગસ્થાનોમાં વર્તતાં ઘણા દલિકો ગ્રહણ થાય અને અસંખ્યાતગુણ ચડતા યોગસ્થાનોમાં તેથી અધિક કાળ રહી શકતો નથી માટે અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી હોય ત્યારે યવમધ્યથી ઉપરના યોગસ્થાનોમાં અંતર્મુહૂર્ત કાળપ્રમાણ અસંખ્યાતગુણવૃદ્ધ યોગસ્થાનોમાં રહેવાનું બતાવેલ છે.
ઉત્કયોગ અથવા ઉત્કૃષ્ટકષાય વધુમાં વધુ એકી સાથે બે સમય સુધી જ હોઇ શકે છે, તેમ જ બને એકી સાથે ઉત્કૃષ્ટ એક જ સમય રહી શકે છે. માટે સાતમી નારકના અંતિમ ભવમાં ત્રિચરિમ અને દ્વિચરિમ એમ બે સમય ઉત્કૃષ્ટ કષાયવાળો અને દ્વિચરિમ તથા ચરિમસમયે ઉત્કૃષ્ટ યોગવાળો થાય તે જીવ ચરિમસમયે ગણિતકમાંશ હોય છે, એમ બતાવવામાં આવેલ છે.
પૂર્વોક્ત ગુણિતકમાંશ અન્યગતિમાં તેમજ અસંખ્યાત વર્ષના આયુષ્યવાળામાં ઉત્પન્ન થતો ન હોવાથી કાળ કરી સંખ્યાત વર્ષના આયુષ્યવાળા ગર્ભજ પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થાય, ત્યાં ઉત્પન્ન થયા બાદ આવલિકાના ચરમ સમયે પાંચ જ્ઞાનાવરણીય, ચાર દર્શનાવરણીય, પાંચ અંતરાય અને ઔદારિકસપ્તક આ એકવીશ પ્રકૃતિઓનો યથાપ્રવૃત્તસંક્રમથી સંક્રમાવતાં ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે છે.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org