________________
૪૬૪
કર્મપ્રકૃતિ
ધાદિ પ્રરૂપણા - મૂળ કર્મોનો પરસ્પર સંક્રમ ન હોવાથી ઉત્તરપ્રકૃતિઓ આશ્રયી સાઘાદિ ભંગ આ - પ્રમાણે છે.
મિથ્યયાત્વ, બે વેદનીય અને નીચગોત્ર વિના શેષ ધ્રુવસત્તાવાળી એકસો છવ્વીસ પ્રકૃતિઓનો અજઘન્ય પ્રદેશ સંક્રમ ચાર પ્રકારે, તેમાંની જ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરણીય ચાર, અંતરાય પાંચ તથા ઔદારિકસપ્તક : વિના શેષ એકસો પાંચ ધ્રુવસત્તા પ્રકૃતિઓનો અનુત્કૃષ્ટ પ્રદેશસંક્રમ સાદ્યાદિ ચાર પ્રકારે, મતિજ્ઞાનાવરણીય વગેરે એકવીશ પ્રકૃતિઓનો અનુત્કૃષ્ટ તથા એકસો છવ્વીશ ધ્રુવસત્તાવાળી પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ અને જઘન્ય પ્રદેશસંક્રમ સાદિ-અધ્રુવ, એમ બે પ્રકારે છે.
તેથી મતિજ્ઞાનાવરણીય વગેરે ૨૧ પ્રકૃતિના એક-એકના . દશ દશ ભંગ થવાથી કુલ ૨૧૦, શેષ ૧૦૫ પ્રકૃતિઓના બાર-બાર ભંગ થવાથી કુલ ૧૨૬૦, અને મિથ્યાત્વ, બે વેદનીય તથા નીચગોત્ર આ ચાર ધ્રુવસત્તાવાળી અને ચાર આયુષ્યનો પરસ્પર સંક્રમ ન હોવાથી ચાર આયુષ્ય વિના શેષ ચોવીશ અધુવસત્તાવાળી કુલ ૨૮ પ્રકૃતિઓના જઘન્યાદિ ચારેય પ્રકારના પ્રદેશસંક્રમ સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે હોવાથી એક એકના આઠ-આઠ એમ ૨૮ના ૨૨૪ એ પ્રમાણે સર્વે મલી ૧૬૯૪ ભાંગા થાય છે.
જેનું સ્વરૂપ હવે પછી કહેવામાં આવશે તેવા ક્ષપિતકમશ આત્માને પ્રાયઃ જઘન્યપ્રદેશ સંક્રમ થાય છે.
તેમાં પૂર્વોક્ત ધ્રુવસત્તાવાળી એકસો છવ્વીશ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશસંક્રમ ક્ષય કરવા માટે તૈયાર થયેલા ક્ષપિતકમાંશને થતો હોવાથી સાદિ અને અધ્રુવ છે. તે સિવાયના કાળમાં હંમેશા અજઘન્ય પ્રદેશસંક્રમ હોય છે, છતાં ઉપશમશ્રેણિમાં અગિયારમા ગુણસ્થાનકે કોઇ પણ પ્રકૃતિઓનો પ્રદેશસંક્રમ થતો નથી. ત્યાંથી પડે ત્યારે પુનઃ અજઘન્ય સંક્રમ થાય છે, તેથી સાદિ, જઘન્ય પ્રદેશસંક્રમના સ્થાનને અથવા પ્રદેશસંક્રમના અભાવના સ્થાનને નહીં પામેલા જીવોને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધુવ એમ ચાર પ્રકારે હોય છે.
તેમાંથી મતિજ્ઞાનાવરણીય વગેરે પર્વોક્ત એકવીશ પ્રકતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ ગુણિતકમશ મિથ્યાદૃષ્ટિને અમુક નિયત ટાઇમે થતો હોવાથી અને શેષકાળે અનુત્કૃષ્ટ થતો હોવાથી આ બન્ને સંક્રમો સાદિ અને અધ્રુવ છે, શેષ એકસો પાંચ ધ્રુવસત્તાવાળી પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ ગુણિતકમાંશ આત્માને ક્ષપકશ્રેણિમાં ઉપરના ગુણસ્થાનકોમાં થાય છે. માટે સાદિ અને અધ્રુવ એમ બે પ્રકારે છે. શેષ - સર્વકાળે અનુત્કૃષ્ટ પ્રદેશસંક્રમ હોય છે. પરંત ઉપશમશ્રેણિમાં અગિયારમા ગુણસ્થાનકે પતદ્રગ્રહના અભાવે આમાંની કોઇપણ પ્રકૃતિઓનો સંક્રમ થતો જ નથી. ત્યાંથી પડે અને પતગ્રહ પ્રકૃતિઓનો બંધ શરૂ થાય ત્યારે ફરીથી અનુત્કૃષ્ટ સંક્રમ કરે છે. માટે સાદિ, ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમના સ્થાનને અથવા પ્રદેશસંક્રમના અભાવના સ્થાનને નહીં પામેલા જીવોને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ એમ ચાર પ્રકારે હોય છે.
મિથ્યાત્વ ધ્રુવસત્તા હોવા છતાં તેનો પ્રદેશસંક્રમ સમ્યગુદૃષ્ટિને જ થાય છે, તેમજ બે વેદનીય અને નીચગોત્ર પણ ધ્રુવસત્તા હોવા છતાં બંધ આશ્રયી પરાવર્તમાન હોવાથી જઘન્યાદિ ચારે સંક્રમો સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે જ હોય છે, અને અધ્રુવસત્તાવાળી ચોવીશ પ્રકૃતિઓની સત્તા જ અધ્રુવ હોવાથી તેના જઘન્યાદિ ચારેય સંક્રમો સ્વાભાવિક રીતે સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે છે.
(૪) ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમના સ્વામી :- મતિજ્ઞાનાવરણીય વગેરે એકવીશ પ્રવૃતિઓના ગુણિતકમાંશ મિથ્યાદૃષ્ટિ અને શેષ પ્રકૃતિઓના ગુણિતકમાંશ બહુલતાએ ઉપરના ગુણસ્થાનકવાલા ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમના સ્વામી હોય છે. તેથી પ્રથમ ગુણિતકમાંશ જીવનું સ્વરૂપ બતાવે છે.
જે જીવને સૌથી વધારે કર્મપ્રદેશો સત્તામાં હોય તે જીવ ગુણિતકમાંશ કહેવાય છે. એ કઇ રીતે થાય તે અહીં સમજાવે છે.
જેટલીવાર શક્ય હોય તેટલીવાર પોતાની ભૂમિકાને અનુસારે ઉત્કૃષ્ટ યોગવાલો અને ઉત્કૃષ્ટ કષાયવાલો થાય અને દરેક ભવની અંદર તત્રાયોગ્ય જઘન્ય યોગસ્થાને વર્તતો આયુષ્યનો બંધ કરે, વળી દરેક વખતે ઉપરના સ્થાનોમાં વધારે - વધારે વિકો ગોઠવે, તેમજ બની શકે તેટલાં દીર્ધાયુવાળા બાદરકઠણ પૃથ્વીકાય પર્યાપ્તાના અને ઓછામાં ઓછા અપર્યાપ્ત પૃથ્વીકાયના ભવો થાય તે રીતે પૂર્વકોડ પૃથકત્વ અધિક બે હજાર સાગરોપમ પ્રમાણ બેઇન્દ્રિયાદિ ત્રસકાયની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org