Book Title: Karm Prakruti Part 01
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 521
________________ ૪૬૨ કર્મપ્રકૃતિ (૨) વિધ્યાતસંક્રમ - સમ્યકત્વાદિ ગુણના અથવા દેવાદિક ભવના નિમિત્તથી જે પ્રકતિઓનો બંધ-વિચ્છેદ થાય. અર્થાતુ બંધ અટકી જાય. તે તે પ્રકૃતિઓનો ત્યારબાદ વિધ્યાતસંક્રમ થાય છે. ' ઉપશમ સમ્યકત્વની પ્રાપ્તિના અંતરકરણમાં બંધ ન હોવા છતાં અંતર્મુહુર્ત પછી મિથ્યાત્વ તેમજ મિશ્રમોહનીયનો વિધ્યાતસંક્રમ થાય છે. અપૂર્વકરણ ગુણસ્થાનકથી ગુણપ્રત્યય બંધવિચ્છેદ થયેલ હોવા છતાં કોઇપણ અશુભ પ્રવૃતિઓનો વિધ્યાત સંક્રમ થતો નથી. પરંતુ યથાસંભવ ગુણસંક્રમ અને ઉદ્દલનાસંક્રમ પ્રવર્તે છે, એજ પ્રમાણે ગુણપ્રત્યય બંધ ન હોવા છતાં પોતપોતાના ક્ષયના અપૂર્વકરણના પ્રથમ સમયથી ચાર અનંતાનુબંધિ, મિથ્યાત્વ તથા મિશ્રમોહનીયનો પણ વિધ્યાત સંક્રમ થતો નથી પરંતુ ઉદ્ગલનાનુવિદ્ધ ગુણસંક્રમ થાય છે તેમજ ગુણ કે ભવ પ્રત્યય બંધ ન હોવા છતાં જે અવસ્થામાં જે પ્રકૃતિઓની ઉદ્દવલના થાય છે ત્યાં તે પ્રકૃતિઓનો વિધ્યાતસંક્રમ હોતો નથી. મિથ્યાત્વ ગુણસ્થાનકે બંધવિચ્છેદવાળી સોળ પ્રકૃતિઓમાંથી નરકાયુ તથા મિથ્યાત્વ વિના (નરકદ્વિક, એકેન્દ્રિયાદિક ચાર જાતિ, સ્થાવર ચતુષ્ક, આતપ, હુંડક સંસ્થાન, સેવા સંહનન અને નપુંસકવેદી) ચૌદનો સાસ્વાદનથી, સાસ્વાદને બંધ વિચ્છેદવાળી પચ્ચીસમાંથી તિર્યંચાયુ વિના (તિર્યંચદ્ધિક, દીર્ભાગ્યત્રિક, થીણદ્વિત્રિક, અનંતાનુબંધિ ચતુષ્ક, મધ્યમ ચાર સંસ્થાન, મધ્યમ ચાર સંઘયણ, અશુભવિહાયોગતિ, સ્ત્રીવેદ, ઉદ્યોત અને નીચગોત્ર) ચોવીસનો મિશ્રથી, ચોથે ગુણસ્થાનકે બંધવિચ્છેદવાની દસમાંથી મનુષ્યાય વિના (અપ્રત્યાખ્યાનીય ચતુષ્ક, મનુષ્યદ્ધિક, દારિકદ્ધિક અને પ્રથમ સંઘયણ) નવનો દેશવિરતિથી, ચાર પ્રત્યાખ્યાનીય કષાયનો પ્રમત્તથી, પ્રમત્તગુણસ્થાનકે બંધવિચ્છેદવાળી (અરતિ, શોક, અસ્થિરદ્ધિક, અયશ, અને અસાતાવેદનીય) છ પ્રકૃતિઓનો અપ્રમત્તથી, આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગે બંધવિચ્છેદ થનાર નામકર્મની ત્રીસ પ્રવૃતિઓમાંથી ઉપઘાત વિના શેષ (ત્રસનવક, વર્ણચતુષ્ક, અગુરુલઘુ, નિર્માણ, પરાઘાત, ઉચ્છવાસ, દેવદ્રિક, વૈક્રિયદ્રિક, આહારકદ્વિક, તેજસ, કાર્મણ, ચતુચતુરસસંસ્થાન, શુભવિહાયોગતિ, તીર્થંકરનામ અને પંચેન્દ્રિયજાતિ) ઓગણત્રીસ પ્રકૃતિઓનો અપૂર્વકરણના સાતમા ભાગથી, ચોથા ગુણસ્થાનકથી મિથ્યાત્વ અને મિશ્રમોહનીયનો તથા સાતમી નરકમાં પ્રથમ ગુણસ્થાનકે ઉચ્ચગોત્ર અને મનુષ્યદ્વિકનો વિધ્યાત સંક્રમ પ્રવર્તે છે. એમ ગુણના નિમિત્તથી કુલ નેવ્યાસી (૮૯) પ્રકૃતિઓનો વિધ્યાસક્રમ થાય છે અને ૧૫૮ પ્રકતિઓની અપેક્ષાએ ૧૧૬ પ્રકૃતિઓનો વિધ્યાતસંક્રમ થાય છે. તેમજ ઇશાન સુધીના દેવોમાં ભવપ્રત્યયિક બંધ નથી જેઓનો એવી (દેવદ્રિક, વૈક્રિયદ્રિક, આહારકદ્વિક, નરકદ્રિક, સૂક્ષ્મત્રિક અને વિકલત્રિક એ) ચૌદનો, નરકગતિમાં તેમજ સનત્કુમારથી સહસ્ત્રાર સુધીના દેવોમાં (ઉપરોક્ત ચૌદ તથા એકેન્દ્રિય, સ્થાવર અને આતપ એ) સત્તરનો, આનતાદિ દેવોમાં (પૂર્વોક્ત સત્તર તેમજ તિર્યંચદ્ધિક અને ઉદ્યોત એ) વીસનો, તેમજ યુગલિકમાં (છ સંઘયણ, પ્રથમ વિના પાંચ સંસ્થાન, નપુંસકવેદ, મનુષ્યદ્ધિક, તિર્યંચદ્વિક, નરકદ્ધિક, ઔધરિકઢિક, સ્થાવર ચતુષ્ક, એકેન્દ્રિયાદિ ચાર જાતિ, અશુભવિહાયોગતિ, દૌર્ભાગ્યત્રિક, નીચગોત્ર અને આતપ એ) ચોત્રીસનો વિધ્યાતસંક્રમ હોય છે. એમ દેવ - નારક અને યુગલિકોમાં (નપુંસકવેદ, નીચગોત્ર, ચારગતિ, એકેન્દ્રિયાદિ ચાર જાતિ, ઔદારિકદ્વિક, વૈક્રિયદ્ધિક, આહારકદ્ધિક, છ સંઘયણ, પ્રથમ વિનાના પાંચ સંસ્થાન, ચાર આનુપૂર્વી, અશુભવિહાયોગતિ, આતપ, ઉદ્યોત, સ્થાવરચતુષ્ક અને દુર્ભાગ્યત્રિક) સર્વ મળી આ એકતાલીસ પ્રવૃતિઓનો ભવપ્રત્યયિક વિધ્યાતસંક્રમ થાય છે. પરંતુ ઉપર બતાવેલ ગુણપ્રત્યયિક વિધ્યાતસંક્રમવાળી નેવ્યાસી (૮૯) પ્રકૃતિઓમાં એ એકતાલીશ (૪૧) પ્રકૃતિઓ આવી ગયેલ હોવાથી જાદી નથી. તેથી નેવ્યાસી પ્રકૃતિઓનો વિધ્યાતસંક્રમ થાય છે. તેમાં નપુંસકવેદિ એકતાલીશ પ્રકૃતિઓનો ગુણપ્રત્યયિક, ભવપ્રત્યયિક એમ બન્ને પ્રકારનો અને અડતાલીશ પ્રકૃતિઓનો કેવળ ગુણપ્રત્યયિક વિધ્યાતસંક્રમ હોય છે અને પ્રથમ ગુણસ્થાનકે જો જિનનામની સત્તા હોય તો ત્યાં પણ તેનો વિધ્યાતસંક્રમ થાય છે. તેમજ સાતમી નરકના મિથ્યાદિ નારકોમાં મનુષ્યદ્ધિક તથા ઉચ્ચગોત્રનો ગુણપ્રત્યયિક બંધ ન હોવાથી આ ત્રણનો પણ વિધ્યાતસંક્રમ થાય છે, તેમજ આહારકદ્વિક સત્તાવાળા જીવોને અવિરત પામ્યા બાદ અંતર્મુહર્ત પછી ઉવલના સંક્રમ થાય છે તેથી અવિરતિની પ્રાપ્તિના પ્રથમ અંતર્મુહૂર્તમાં આ બે પ્રકૃતિઓનો પણ વિધ્યાતસંક્રમ થતો હોય તેમ લાગે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550