Book Title: Karm Prakruti Part 01
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 519
________________ ૪૬૦ કર્મપ્રકૃતિ જઘન્ય અનુભાગસંક્રમના સ્વામી - Hપક નવમા ગુણસ્થાનકે અંતરકરણ કર્યા પછી નવ નોકષાય અને ચાર સંજ્વલનનો જે વખતે જઘન્ય સ્થિતિસંક્રમ કરે છે તે જ સમયે જઘન્ય અનુભાગસંક્રમના સ્વામી છે. ટીકામાં સામાન્યથી ચારે સંજ્વલનના જઘન્ય અનુભાગસંક્રમના સ્વામી ક્ષપક અનિવૃત્તિકરણવર્તી કહ્યા છે પરંતુ સંલોભના જઘન્ય અનુભાગસંક્રમના સ્વામી સપક સુક્ષ્મસંપરાયવર્તી સમયાધિક આવલિકા શેષ રહે તેજ સમયે જઘન્ય સ્થિતિસંક્રમના સ્વામી કહેલ હોવાથી તે જ સંભવે છે. પાંચ જ્ઞાનાવરણીય, ચાર દર્શનાવરણીય અને પાંચ અંતરાય એ ચૌદના બારમા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા શેષ રહે ત્યારે જઘન્ય અનુભાગસંક્રમના સ્વામી છે, અને નિદ્રાદ્ધિકના જઘડ અનુ સંક્રમના સ્વામી આવલિકાનો અસંખ્યાતમો ભાગાધિક બે આવલિકા શેષ હોય ત્યારે હોય છે. તે તે પ્રકૃતિઓની સત્તા વિનાના જીવને પ્રથમ ત~ાયોગ્ય જઘન્ય અનુભાગ બંધ કરી બંધાવલિકા બાદ આહારકસપ્તકના પ્રમત્તયતિ, વૈક્રિયસપ્તક, દેવદ્રિક અને નરકદ્વિકના પર્યાપ્ત અસંજ્ઞિ પંચેન્દ્રિય, મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્રના સૂક્ષ્મ નિગોદ, તીર્થંકર નામકર્મના અવિરત સમ્યગુદૃષ્ટિ, સમ્યક્ત્વમોહનીય અને મિશ્રમોહનીયના ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરનાર પોત - પોતાના ચરમ સ્થિતિઘાતના ચરમ પ્રક્ષેપ વખતે સમ્યગુદૃષ્ટિ, ચાર અનંતાનુબંધિના ચોવીસની સત્તાવાળા સમ્યગુદૃષ્ટિ મિથ્યાત્વગુણઠાણે જઇ બંધાવલિકા પછી સમયમાત્ર જઘન્ય અનુભાગસંક્રમના સ્વામી છે અને ચારે આયુષ્યનો જઘન્ય સ્થિતિબંધ સમયે જ જઘન્ય રસબંધ થાય છે. માટે ચારે આયુષ્યનો જઘન્યસ્થિતિબંધ કરનાર બંધાવલિકા વીત્યા બાદ સ્વ- સ્વ આયુષ્યની સમયાધિક આવલિકા શેષ રહે ત્યાં સુધી જઘન્ય અનુભાગસંક્રમના સ્વામી છે. ઘણી અનુભાગ સત્તાનો નાશ કર્યો છે જેણે અને સત્તા કરતાં જ્યાં સુધી અલ્પ અનુભાગ બંધ કરે ત્યાં સુધી સુક્ષ્મ તેઉકાય - વાયુકાય અથવા અન્ય એકેન્દ્રિય તેમજ બેઇન્દ્રિય વિગેરે જીવો શેષ સત્તાણુ પ્રકૃતિઓના જઘન્ય અનુભાગસંક્રમના સ્વામી છે. -: અથ ૪થો – પ્રદેશ સંક્રમ :અહીં (૧) સામાન્ય લક્ષણ (૨) ભેદ (૩) સાદ્યાદિ (૪) ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમના સ્વામી અને (૫) જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી એ પાંચ અનુયોગ દ્વાર છે. (૧) સામાન્ય લક્ષણ - જેની બંધાવલિકા વ્યતીત થઇ છે એવા સત્તાગત કર્મ દલિકને બધ્યમાન પ્રવૃતિઓમાં લઇ જવા અર્થાતુ પતગ્રહ પ્રકૃતિરૂપે બનાવવા તે પ્રદેશસંક્રમ કહેવાય છે. (૨) ભેદઃ- (૧) ઉદ્ગલના (૨) વિધ્યાતસંક્રમ (૩) યથાપ્રવૃત્ત (૪) ગુણસંક્રમ અને (૫) સર્વસંક્રમ આ પ્રદેશસંક્રમના ભેદો છે. અહીં જો કે છઠ્ઠો સ્ટિબુકસંક્રમ પણ છે. પણ તેની નીચેના કારણોથી વિવલા કરી નથી. (૧) અલેશ્યવીર્યવાળા અયોગી કેવલીઓને પણ તિબુકસંક્રમણ પ્રવર્તમાન હોવાથી જણાય છે કે એ “કરણ' રૂપ નથી. પ્રસ્તુતમાં તો કરણ રૂ૫ સંક્રમણનો અધિકાર છે. (૨) આમાં, ઉદય સમયમાં રહેલ સઘળું લિક સંક્રમ પામે છે અને એની ઉપરના કોઇ નિષેકનું દલિક સંક્રમતું નથી, જ્યારે પ્રસ્તુત સંક્રમમાં તો ઉદયાવલિકા કરણ માટે અયોગ્ય હોવાથી એની ઉપરના નિષેકોનું જ કેટલુંક દલિક સંક્રમે છે. (૩) તિબુકથી સંક્રમમાણ પ્રકૃતિ પતગ્રહ પ્રકૃતિને તુલ્ય કાર્ય કરતી હોવા છતાં સર્વથા તરૂપ બની જતી નથી. તેથી એનો પ્રદેશોદય હોય છે. (૪) આ તિબકસંક્રમણ વિપાક ઉદયવતી પ્રવૃતિઓમાં અનુદયવતી પ્રકૃતિનું થાય છે. પતદુગ્રહ બધ્યમાન છે કે નહીં એની અહીં કોઇ અપેક્ષા હોતી નથી. (૫) સિબુકસંક્રમમાં સ્થિતિની હાનિ-વૃદ્ધિ હોતી નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550