Book Title: Karm Prakruti Part 01
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 518
________________ ૪૫૯ (૨) સંજ્ઞિ પંચેન્દ્રિયો ઉત્કૃષ્ટ રસબંધ કરવા છતાં તેઓ કાળ કરી સૂક્ષ્મ અપર્યાપ્ત એકેન્દ્રિયાદિકમાં ઉત્પન્ન થાય તો ત્યાં પણ અંતર્મુહૂર્ત કાળ સુધી ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ કરી શકે છે. સંક્રમણકરણ (૩) આતપ વિગેરે કેટલીક શુભ પ્રકૃતિઓનો પણ ઉત્કૃષ્ટ અનુભાગ બંધ મિથ્યાત્વીઓ કરે છે પરંતુ તેઓ પણ અંતર્મુહૂર્ત પછી સંકિલષ્ટ પરિણામે તેના રસનો અવશ્ય ઘાત કરે છે, માટે મિથ્યાદૃષ્ટિને કોઇપણ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ અંતર્મુહુર્ત્તથી વધારે પ્રાપ્ત થતો નથી. (૪) જે શુભ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ અનુભાગ બંધ સમ્યગ્દષ્ટિઓ કરે છે તે પ્રકૃતિઓનો જ્યાં સુધી સમ્યગ્દષ્ટિ હોય ત્યાં સુધી સામાન્યથી ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ કરે છે. (૫) ક્ષપકશ્રેણિમાં આત્મા અંતરકરણ ન કરે ત્યાં સુધી સઘળી ઘાતી પ્રકૃતિઓનો સત્તાગત અનુભાગ એકેન્દ્રિયો કરતાં અનંતગુણ હોય છે, માટે ઘાતી પ્રકૃતિઓનો જઘન્ય અનુભાગસંક્રમ અંતરકરણ કર્યા પછી જ પ્રાપ્ત થાય છે. (૬) અશુભ પ્રકૃતિઓનો અસંન્નિ કરતાં સયોગી કેવિલ ભગવંતને પણ અનંતગુણ રસ સત્તામાં હોય છે. તેથી અશુભ અઘાતી પ્રકૃતિઓનો જઘન્ય અનુભાગસંક્રમ સૂક્ષ્મ એકેન્દ્રિયોમાં પ્રાપ્ત થાય છે. (૭) સમ્યક્ત્વમોહનીય અને મિશ્રમોહનીયના ઉત્કૃષ્ટ અનુભાગનો ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરતી વખતે જ ઘાત કરે છે, તેથી આ બન્ને પ્રકૃતિઓનો જઘન્ય અનુભાગસંક્રમ ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરનાર જીવને જ હોય છે. ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમના સ્વામી :- પાંચ જ્ઞાનાવરણીય, નવ દર્શનાવરણીય, અસાતાવેદનીય, અઠ્ઠાવીસ મોહનીય, નીચગોત્ર, પાંચ અંતરાય, નરકદ્ધિક, તિર્યંચદ્વિક, એકેન્દ્રિયાદિક ચાર જાતિ, પ્રથમ વિનાના પાંચ સંઘયણ, પ્રથમ વિનાના પાંચ સંસ્થાન, અશુભવર્ણાદિ નવ, અશુભવિહાયોગતિ, ઉપઘાત, અને સ્થાવર દશક આ અડ્ડાસી પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમના સ્વામી યુગલિક અને આનતથી અનુત્તર સુધીના દેવો વર્જી શેષ ચારે ગતિના મિથ્યાદૃષ્ટિ જીવો અંતર્મુહૂત્ત કાળ પર્યંત હોય છે. યુગલિક અને આનતાદિ દેવો અતિસંકિલષ્ટ પરિણામી ન હોવાથી આ અશુભ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ અનુભાગ બંધ કરતા નથી. તેમજ અતિસંકિલષ્ટ પરિણામી અન્ય પર્યાપ્ત સંક્ષિ પંચેન્દ્રિય જીવો ઉત્કૃષ્ટ અનુભાગ બંધ કરી અંતર્મુહૂર્ત પછી જ યુગલિકાદિમાં ઉત્પન્ન થાય છે અને અંતર્મુહૂર્ત બાદ આ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગનો અવશ્ય નાશ થઇ જાય છે. તેથી જ યુગલિક તથા આનતાદિ દેવો ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમના સ્વામી નથી. આતપ, ઉદ્યોત, ઔદારિકસપ્તક, પ્રથમ સંઘયણ અને મનુષ્યદ્ધિક આ બાર પ્રકૃતિઓના સમ્યદૃષ્ટિ તેમજ મિથ્યાદૃષ્ટિ ચારેય ગતિના સર્વે જીવો ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમના સ્વામી છે. મિથ્યાદૃષ્ટિ આતપ તથા ઉદ્યોતનો ઉત્કૃષ્ટ અનુભાગ બંધ કરી બંધાવલિકા પછી અંતર્મુહૂર્ત સુધી મિથ્યાત્વ ગુણઠાણે અને જો સમ્યક્ત્વ પામે તો સમ્યક્ત્વપણામાં એકસો બત્રીસ સાગરોપમ કાળ સુધી ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ કરે છે. તેમજ શેષ દસ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ અનુભાગ બંધ સમ્યગ્દષ્ટિ મનુષ્ય કરે છે તેથી સમ્યક્ત્વ અવસ્થામાં એકસો બત્રીસ સાગરોપમ કાળ પ્રમાણ અને પહેલે ગુણઠાણે અથવા કાળ કરીને અન્યત્ર સૂક્ષ્મ એકેન્દ્રિયાદિકમાં જાય તો ત્યાં પણ અંતર્મુહૂર્ત કાળ સુધી આ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ થઇ શકે છે. દેવાયુષ્યનો અપ્રમત્તયતિ અને શેષ ત્રણ આયુષ્યનો ઉત્કૃષ્ટ રસબંધ મિથ્યાદૃષ્ટિ સંજ્ઞિ પંચેન્દ્રિય કરે છે પરંતુ ચારે આયુની બંધાવલિકા વીત્યા બાદ સ્વ-સ્વ આયુષ્યની સમયાધિક આવલિકા બાકી રહે ત્યાં સુધી, વળી આયુષ્ય બંધ થયા પછી ગુણસ્થાનકોનું પણ પરાવર્તન થઇ શકે છે માટે સમ્યગ્દષ્ટિ અથવા મિથ્યાદૃષ્ટિ ચારે આયુષ્યના ઉત્કૃષ્ટ રસબંધના સ્વામી છે. સાતાવેદનીય, યશઃકીર્તિ અને ઉચ્ચગોત્ર આ ત્રણ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ રસબંધના સ્વામી બારમા - તેરમા ગુણસ્થાનકવર્તી અને શેષ દેવદ્વિક વૈક્રિયસપ્તક, પંચેન્દ્રિયજાતિ, આહારકસપ્તક, તૈજસ-કાર્યણસપ્તક, સમચતુરસસંસ્થાન, પરાઘાત, ઉચ્છ્વાસ, અગુરુલઘુ, નિર્માણ, તીર્થંકર નામકર્મ, પ્રશસ્તવિહોયોગતિ, શુભવર્ણાદિ અગિયાર અને ત્રસનવક આ એકાવન પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ રસબંધના સ્વામી ક્ષપક અપૂર્વકરણ ગુણસ્થાનકના સાતમા ભાગથી સયોગી ગુણસ્થાનક સુધીના જીવો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550