Book Title: Karm Prakruti Part 01
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 525
________________ ૪૬૬ કર્મપ્રકૃતિ ગુણિતકમાંશ જીવ ગર્ભજ તિયચમાં ઉત્પન્ન થઇ મોટા અંતર્મુહૂર્ણ કાળ પ્રમાણ સતાવેદનીયનો બંધ કરી અસાતાવેદનીયનો બંધ શરૂ કરે ત્યારે પૂર્વે ઘણી પુષ્ટ થયેલ સાતવેદનીયને બંધાવલિકા વીત્યા બાદ યથાપ્રવૃત્તસંક્રમદ્વારા . અસાતામાં સંક્રમાવે ત્યારે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ થાય છે. નિદ્રાદ્ધિક, અસાતાવેદનીય, ઉપઘાત, અશુભવર્ણાદિનવક, અપર્યાપ્ત, અસ્થિરષદ્ધ, અપ્રશસ્તવિહાયોગતિ, અંતિમ પાંચ સંઘયણ, અંતિમ પાંચ સંસ્થાન અને નીચગોત્ર આ બત્રીશ પ્રકૃતિઓનો ગુણિતકમાંશ સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકના ચરમ સમયે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમનો સ્વામી છે. થીણદ્વિત્રિક, મધ્યમના આઠ કષાય, છ નોકષાય, તિર્યંચદ્ધિક, વિકલત્રિક, સૂક્ષ્મ અને સાધારણ આ ચોવીશ પ્રકૃતિઓનો સપક નવમા ગુણસ્થાનકે પોત-પોતાના ચરમપ્રક્ષેપના ચરમ સમયે સર્વ સંક્રમદ્વારા સંક્રમાવતો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમનો સ્વામી છે. | ગુણિતકમાંશ સાતમી નરકમાંથી નીકળી ગર્ભજ પર્યાપ્ત તિર્યંચમાં ઉત્પન્ન થઇ ત્યાંથી કાળ કરી મનુષ્યમાં આવી ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરતાં ક્ષાયોપથમિક સમ્યગુદૃષ્ટિ જ્યારે મિથ્યાત્વ અને મિશ્રમોહનીયના ચરમ સ્થિતિઘાતનો ચરમપ્રક્ષેપ ગુણસંક્રમના અંતે સર્વસંક્રમ દ્વારા સમ્યકત્વમોહનીયમાં કરે છે. તે સમયે અવિરત સમ્યગુદૃષ્ટિ જીવો મિથ્યાત્વ અને મિશ્રમોહનીયના ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમના સ્વામી છે. સાતમી નરકમાં અંતર્મુહુર્ત આયુષ્ય બાકી રહે છતે ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરી ઘણા મોટા અંતર્મુહુર્ત સુધી ગુણસંક્રમદ્વારા મિથ્યાત્વ અને મિશ્રમોહનીયને સમ્યકત્વમાં સંક્રમાવી મિથ્યાત્વે જાય ત્યારે પ્રથમસમયે યથાપ્રવૃત્તસંક્રમથી સંક્રમાવતાં સમત્વમોહનીયના ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમનો સ્વામી છે. સાતમી નરકમાં અંતર્મુહુર્ત આયુ બાકી રહે છતે છેલ્લી ગુણિતકમાંશની આવશ્યક ક્રિયાઓ કરી ત્યાંથી કાળ કરી ગર્ભજ તિર્યંચ પર્યાપ્તમાં ઉત્પન્ન થાય અને ત્યાં લાયોપથમિક સમ્યક્ત્વ પામી ચાર અનંતાનુબંધિનો ક્ષય કરતાં જ્યારે ચરમ સ્થિતિઘાતનો ચરમપ્રક્ષેપ સર્વસંક્રમ દ્વારા પરપ્રકૃતિમાં કરે છે, ત્યારે ચાર અનંતાનુબંધિનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમનો સ્વામી છે. | ગુણિતકમાંશ જીવ સાતમી નરકમાંથી નીકળી તિર્યંચમાં જઇ ત્યાંથી કાળ કરી ઇશાન દેવલોકમાં જાય અને ત્યાં અત્યંત સંકિલષ્ટ થઇ વારંવાર નપુંસકવેદ, એકેન્દ્રિયજાતિ, સ્થાવર, આતપ અને ઉદ્યોતનામકર્મનો બંધદ્વારા તેમજ અન્ય પ્રવૃતિઓના સંક્રમ દ્વારા ઘણા દલિકોનો સંચય કરી ત્યાંથી કાળ કરી સ્ત્રી અથવા પુરુષવેદપણે મનુષ્યમાં ઉત્પન્ન થાય અને ત્યાં સાત માસ અધિક આઠ વર્ષની વયે ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થઇ જ્યારે નવમાં ગુણસ્થાનકે આ દરેક પ્રકૃતિઓના ચરમ સ્થિતિઘાતનો ચરમપ્રક્ષેપ સર્વસંક્રમ દ્વારા કરે છે, ત્યારે તે આ પાંચ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમનો સ્વામી છે. | ગુણિતકમાંશ જીવ યુગલિકમાં ઉત્પન્ન થઇ અસંખ્યાત વરસ સુધી વારંવાર બંધ તથા સંક્રમ દ્વારા સ્ત્રીવેદને ખૂબ જ પુષ્ટ કરી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ વ્યતીત થયા બાદ અકાળપણે મૃત્યુ પામી જઘન્ય સ્થિતિવાળા દેવામાં ઉત્પન્ન થઇ ત્યાં પણ વારંવાર બંધ તથા સંક્રમથી સ્ત્રીવેદને પુષ્ટ કરી કોઇ પણ વેદે મનુષ્યમાં ઉત્પન્ન થઇ માસપૃથકૃત્વ અધિક આઠ વરસની વયે ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થાય તે જીવ ચરમ સ્થિતિઘાતના ચરમપ્રક્ષેપને સર્વસંક્રમ દ્વારા સંક્રમાવે ત્યારે સ્ત્રીવેદના ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમનો સ્વામી છે. ગણિતકમાંશ જીવ ઇશાન દેવલોકમાં પૂર્વોક્ત રીતે નપુંસકવેદને પુષ્ટ કરી ત્યાંથી સંખ્યાતવર્ષના આયુષ્યવાળામાં આવી ત્યાંથી કાળ કરી અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા યુગલિકમાં ઉત્પન્ન થાય ત્યાં અસંખ્યાત વર્ષ સુધી વારંવાર બંધ તથા અન્ય પ્રવૃતિઓના સંક્રમ દ્વારા સ્ત્રીવેદને પુષ્ટ કરી પછી સમ્યકત્વ પામી અસંખ્યાત વર્ષ સુધી પુરુષવેદને બંધથી અને બે વેદના સંક્રમથી અત્યંત પુષ્ટ કરી અંતે મિથ્યાત્વ પામી પલ્યોપમના અસંખ્યાતમાભાગ પ્રમાણ આયુષ્ય પૂર્ણ કરી દશહજાર વરસના આયુષ્યવાળા દેવમાં ઉત્પન્ન થાય ત્યાં અન્ય જીવોની અપેક્ષાએ અત્યંત જલ્થ પર્યાપ્ત થઇ તુરતજ સમ્યકત્વ પ્રાપ્ત કરી બંધ તથા અન્ય બે વેલ્વેના સંક્રમ દ્વારા પુરુષવેદના દલિક સંગ્રહને અત્યંત વધારી ત્યાંથી કાળ કરી મનુષ્યમાં ઉત્પન્ન થાય અને ત્યાં માસપૃથ૮ અધિક આઠ વરસની ઉંમરે ક્ષપકશ્રેણિ ઉપર આરુઢ થઇ સર્વસંક્રમ દ્વારા ચરમ સ્થિતિઘાતના ચરમપ્રક્ષેપને કરે છે. તે સમયે પુરુષવેદના ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમનો સ્વામી છે. Jain Education Interational For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550