Book Title: Karm Prakruti Part 01
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 527
________________ ૪૬૮ કર્મપ્રકૃતિ તે દરમ્યાન નિરંતર બંધ તથા સંક્રમ દ્વારા મનુષ્યદ્ધિકને અત્યંત પુષ્ટ કરી અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી રહે ત્યારે મિથ્યાત્વ ગુણસ્થાનકે આવી કાળ કરી તિર્યંચમાં ઉત્પન્ન થાય ત્યારે પ્રથમ સમયે યથાપ્રવૃત્ત સંક્રમ દ્વારા સંક્રમાવતાં મનુષ્યદ્વિકના - ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમનો સ્વામી છે. તૈજસ-કાશ્મણસપ્તક, શુભવર્ણાદિ અગિયાર, અગુરુલઘુ, નિર્માણ આ વીશ ધ્રુવબંધી શુભ પ્રવૃતિઓના પણ ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમના સ્વામી પરાઘાત વગેરેની જેમ અપૂર્વકરણ ગુણસ્થાનકે પોતાના બંધવિચ્છેદ પછી એક આવલિકા બાદ છે. છતાં આ પ્રકૃતિઓ ધ્રુવબંધી હોવાથી અલગ બતાવવામાં આવી છે. સ્થિર અને શુભના પણ ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમના સ્વામી એજ જીવો છે. પરંતુ આ પ્રવૃતિઓ અધૂવબંધી હોવાથી અને છઠ્ઠા ગુણસ્થાનક સુધી બંધાતી હોવાથી એકસો બત્રીશ સાગરોપમ કાળ દરમ્યાન યથાસંભવ બાંધે છે. આટલી વિશેષતા છે. પૂર્વદોડના આયુષ્યવાળા મનુષ્ય અથવા તિર્યંચના ઉપરાઉપરી સાત ભવોમાં શક્ય તેટલાં વધારે કાળ સુધી વારંવાર દેવદ્વિક અને વૈક્રિયસપ્તકને બંધ તથા સંક્રમ દ્વારા અત્યંત પુષ્ટ કરી આઠમા ભવે ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થયેલ જીવ પોત-પોતાના બંધવિચ્છેદ પછી એક આવલિકા બાદ સકલ કર્મલતાની બંધાવલિકા વીતી ગઇ છે. માટે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમનો સ્વામી છે. એજ પ્રમાણે દેશોન પૂર્વક્રોડ વર્ષ સુધી વારંવાર આહારકસપ્તકને અને દેશોન બે પૂર્વક્રોડ અધિક તેત્રીશ સાગરોપમ કાળ સુધી તીર્થંકર નામકર્મને નિરંતર બંધ તથા સંક્રમદ્વારા પુષ્ટ કરી ક્ષપકશ્રેણિમાં આઠમા ગુણસ્થાનકે પોતાના બંધવિચ્છેદ બાદ એક આવલિકાના અંતે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમના સ્વામી છે. (૫) જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી - જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી ક્ષપિતકમાંશ આત્મા હોય છે. અન્ય સર્વ જીવો કરતાં જે જીવને ઓછામાં ઓછા કર્મ પરમાણુઓની સત્તા હોય તે જીવ ક્ષપિતકમશ કહેવાય છે. તેથી જીવ ક્ષપિતકમાંશ કઇ રીતે થઇ શકે તેની રીત બતાવે છે. સ્વભૂમિકાનુસાર સૂક્ષ્મ નિગોદગત અન્ય જીવોની અપેક્ષાએ ઘણા જ મંદ યોગવાળો અને મંદ કષાયોદયવાળો થઇ પલ્યોપમના અસંખ્યાતમાભાગ ન્યૂન સીત્તેર કોડકોડી સાગરોપમ કાળ સુધી સૂક્ષ્મનિગોદમાં રહી, અભવ્ય જીવને ઓછામાં ઓછી જેટલી પ્રદેશસત્તા હોય તેટલી પ્રદેશસત્તા કરી, ત્યાંથી બાદર પર્યાપ્ત પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય, અને ત્યાંથી અંતર્મુહૂર્તમાં જ કાળ કરી પૂર્વક્રોડવર્ષના આયુષ્યવાળો મનુષ્ય થઇ માસપૃથકત્વ અધિક આઠ વર્ષની વયે દીક્ષા ગ્રહણ કરી દેશોનપૂર્વક્રોડ સુધી સંયમનું પાલન કરી અંતે મિથ્યાત્વ પામી દશહજાર વર્ષના આયુષ્યવાળો દેવ થાય, ત્યાં પર્યાપ્તિઓ પૂર્ણ થતાં જ સમ્યકત્વ પામે, અને અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી રહે પુનઃ મિથ્યાત્વ પામી બાદર પર્યાપ્ત પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય, ત્યાંથી પુનઃ મનુષ્યમાં આવી દેશવિરતિ અથવા સર્વવિરતિ પાળી અંતે મિથ્યાત્વી થઇ ફરીથી જઘન્ય સ્થિતિવાળો દેવ થાય, એમ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળમાં વારંવાર બાદર પર્યાપ્ત પૃથ્વીકાયમાં, મનુષ્યમાં અને દેવમાં ઉત્પન્ન થઇ, તે દરમ્યાન અસંખ્યાતવાર સમ્યકત્વ અને તેથી ઘણી થોડી અસંખ્યાતીવાર દેશવિરતિ, આઠવાર સર્વવિરતિ ચારિત્ર, આઠવાર અનંતાનુબંધિ કષાયની વિસંયોજના અને ચારવાર મોહનીય કર્મનો ઉપશમ કરી ત્યારબાદ અન્ય ભવમાં માસપૃથકત્વ અધિક આઠ વર્ષની ઉમર થતાં તરત જ ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થયેલ જીવ ક્ષપિતકમાંશ કહેવાય છે. નિગોદની અંદર અન્ય જીવો કરતાં યોગ અને કષાય ઘણો જ અલ્પ હોય છે. તેથી નવા કર્મ - પુદ્ગલો ઘણા જ ઓછા ગ્રહણ કરે છે. અને પૂર્વબદ્ધ કર્મની ઉદ્વર્તના ઓછી અને અપવર્તના વધુ પ્રમાણમાં થાય છે. તેમજ વારંવાર જન્મ - મરણ થવાથી વ્યાકુળતા અને દુઃખનો અનુભવ કરતાં જ્ઞાનાવરણીય વગેરે કર્મના ઘણાં યુગલો સત્તામાંથી દૂર થઇ જાય છે તેથી સ્વભૂમિકાનુસાર જઘન્ય યોગ અને જઘન્ય કષાયવાળો થઇ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ ન્યૂન ઉત્કૃષ્ટ કર્મસ્થિતિ કાળ પ્રમાણ સૂક્ષ્મ નિગોદમાં રહેવાનું બતાવેલ છે. દેવ તથા મનુષ્ય ભવમાં યથાસંભવ વારંવાર સમ્યકત્વાદિ ગુણો પ્રાપ્ત કરતાં સત્તામાંથી ઘણાં કર્મો ક્ષય પામે અને નવિન કર્મો ઘણાં જ ઓછા બંધાય તેથી જ અસંખ્યાતીવાર સમ્યક્ત્વ, તેનાથી ઘણી અલ્પ અસંખ્યાતીવાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550