________________
૨૧૨
કર્મપ્રકૃતિ
એ જ પ્રમાણે છેલ્લી સંખ્યાતભાગહીન વર્ગણામાં રહેલ પુદ્ગલોની અપેક્ષાએ સંખ્યાતગુણહીન પ્રથમ વર્ગણામાં જ પુદ્ગલો સંખ્યાતગુણહીન થાય છે માટે અસંખ્યાતભાગ અને સંખ્યાતભાગહીન વિના બાકીની ૩ હાનિઓ સંખ્યાતગુણહીન જે અનંતી વર્ગણાઓ છે તેમાં સંભવે છે. ત્યાં સંખ્યાતગુણહીન પ્રથમ વર્ગણામાં રહેલ પુદ્ગલોની અપેક્ષાએ શરૂઆતની કેટલીક વર્ગણાઓમાં સંખ્યાતગુણહીન, પછીની કેટલીકમાં અસંખ્યાતગુણહીન અને પછીની છેલ્લી અનંતી વર્ગણાઓમાં અનંતગુણહીન પુદ્ગલો સંભવે છે.
એ જ રીતે અસંખ્યાતગુણહીન પુદ્ગલોવાળી અનંતી વર્ગણાઓમાં અસંખ્યાતગુણહીન પુદ્ગલોવાળી પ્રથમ વર્ગણાના પુદ્ગલોની અપેક્ષાએ શરૂઆતની કેટલીક વર્ગણાઓમાં અસંખ્યાતગુણહીન અને છેલ્લી અનંતી વર્ગણાઓમાં અનંતગુણહીને એ બે જ હાનિઓ સંભવે છે. પણ બાકીની ત્રણ હાનિ સંભવતી નથી.. તેમજ અનંતગુણહીન અનંતી વર્ગણાઓમાં અનંતગુણહીન એક જ હાનિ સંભવે છે.
-: ૨ નામપ્રત્યય
સ્પર્ધક ઃ
અહીં (૧) અવિભાગ, (૨) વર્ગણા, (૩) સ્પર્ધક, (૪) અંતર, (૫) વર્ગણા પુદ્ગલગત સ્નેહાવિભાગ સકલ સમુદાય, (૬) સ્થાન પ્રરૂપણા આ છ અનુયોગ દ્વાર છે.
વ્યાખ્યાન કરવાની વિશિષ્ટ પદ્ધત્તિને અનુયોગ દ્વાર કહેવામાં આવે છે.
(૧) અવિભાગ પ્રરૂપણા :- ઔદારિક આદિ-પાંચ શરીર પ્રાયોગ્યના ૫૨માણુનો જે ૨સ તે કેવલિ બુદ્ધિ રૂપ શસ્ત્રથી છેદી છેદીને નિર્વિભાગ ભાગો કરાય તે અવિભાગ - ગુણ ૫૨માણુ અથવા ભાવ પરમાણુ કહેવાય છે.
(૨) વર્ગણા પ્રરૂપણા ઃ- સર્વ જીવરાશિથી અનંતગુણ અવિભાગ દરેકવર્ગણામાં હોવા છતાં અન્ય સર્વ પરમાણુઓ થકી ઓછા અને સમાન સ્નેહાવિભાગવાળા પરમાણુઓનો જે સમુદાય તે પ્રથમ વર્ગણા, તેથી એક સ્નેહાવિભાગ અધિક પરમાણુઓનો સમુદાય તે બીજી વર્ગણા, એમ પૂર્વ-પૂર્વ વર્ગણાથી એક એક સ્નેહાવિભાગ અધિકવાળા પરમાણુઓના સમુદાય રૂપ અભવ્યથી અનંત ગુણ અને સિદ્ધના અનંતમા ભાગ પ્રમાણ વર્ગણાઓ થાય છે. પૂર્વ-પૂર્વની વર્ગણાથી પછી પછીની વર્ગણાઓમાં પુદ્ગલો ઓછા ઓછા હોય છે....
(૩) સ્પર્ધક પ્રરૂપણા :- ઉપર જણાવેલ અભવ્યથી અનંતગુણ વર્ગણાઓનો સમુદાય તે પ્રથમ સ્પર્ધક કહેવાય છે. પ્રથમ સ્પર્ધકની અંતિમ વર્ગણામાં રહેલ સ્નેહાવિભાગની અપેક્ષાએ એક બે, સંખ્યાત-અસંખ્યાત યાવત્ અનંતગુણ અધિક સ્નેહાણુવાળા પરમાણુઓ મળતા જ નથી. પરંતુ સર્વ જીવ રાશીથી અનંતગુણ અધિક સ્નેહાવિભાગવાળા પરમાણુઓ મળે છે. તેવા સરખે સરખા સ્નેહાવિભાગવાળા પરમાણુઓના સમુદાય રૂપ બીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણા થાય છે. અને તેના સ્નેહાવિભાગ પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં રહેલ સ્નેહાવિભાગથી દ્વિગુણા (બમણા) હોય છે. ત્યાર બાદ એક-એક સ્નેહાવિભાગની વૃદ્ધિવાળી ઉત્તરોત્તર અભવ્યથી અનંતગુણ અને સિદ્ધના અનતમાં ભાગ જેટલી વર્ગણાઓ થાય ત્યારે બીજાં સ્પર્ધક પૂર્ણ થાય છે. પછી ફરી સર્વ જીવ રાશિથી અનંતગુણ અંતર પડે છે. પછી પૂર્વની જેમ અભવ્યથી અનંતગુણ વર્ગણાઓનું ત્રીજું સ્પર્ધક થાય છે. એમ સ્પર્ધકો પણ અભવ્યથી અનંતગુણ અથવા સિદ્ધના અનંતમા ભાગ જેટલાં થાય છે.
(૪) અંતર પ્રરૂપણા ઃ- કોઇ પણ સ્પર્ધકની છેલ્લી વર્ગણાથી તેના પછીના સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં સર્વ જીવ રાશિથી અનંતગુણ સ્નેહાવિભાગનું અંતર હોય છે. અને આવા અંતરો જેટલાં સ્પર્ધકો હોય તેનાથી એક ઓછા હોય છે. જેમ-ચાર આંગળીના આંતરા ત્રણ હોય છે તેમ અભવ્યથી અનંતગુણ સ્પર્ધકોમાં એક ન્યૂન અભવ્યથી અનંતગુણ આંતરાઓ હોય છે.
કોઇ પણ એક સ્પર્ધકની વર્ગણાઓમાં ઉત્તરોત્તર એક એક સ્નેહાવિભાગ અને કોઇ પણ સ્પર્ધકની છેલ્લી વર્ગણાથી તેની પછીના સ્પર્ધકની પહેલી વર્ગણામાં સર્વ જીવ રાશિથી અનંતગુણ સ્નેહાવિભાગ અધિક હોય છે. તેથી સ્નેહાવિભાગની અપેક્ષા એ વર્ગણાઓમાં અંતર વિના બે પ્રકારની વૃદ્ધિ સંભવે છે. અને પરંપરોપનિધાએ એક સ્પર્ધક ગત પ્રથમ વર્ગણામાં રહેલ સ્નેહાવિભાગની અપેક્ષાએ કેટલીક વર્ગણાઓમાં અનંતભાગ અધિક, કેટલીકમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainfulitary.org