Book Title: Karm Prakruti Part 01
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 486
________________ સંક્રમણકરણ ૪૨૭ નિદા'' ત્તિ નિદ્રા પ્રચલા રૂપ નિદ્રાદ્ધિકનો અને અંતરાયપંચકનો અને હાસ્ય - રતિ - ભય - જુગુપ્સા લક્ષણવાળી હાસ્યચતુષ્કનો સર્વ સંખ્યા-૧૧ પ્રકૃતિઓના પોત પોતાના બંધના વિચ્છેદ સમયે યથાપ્રવૃત્તસંક્રમથી જઘન્ય પ્રદેશસંક્રમ થાય છે. કારણકે નિદ્રાદ્રિક અને હાસ્ય ચતુષ્કનો બંધવિચ્છેદ પછી તરત જ ગુણસંક્રમથી સંક્રમ થાય છે. તેથી ઘણા દલિક પામે છે અને અંતરાય-પનો બંધવિચ્છેદ પછી તરત જ પતગ્રહના સ્વભાવે સંક્રમ જ થતો નથી. તે કારણથી બંધનો વિચ્છેદ સમય જ ગ્રહણ કર્યો છે. (આઠમા ગુણસ્થાનકથી બંધ વિચ્છેદ થયા બાદ અશુભ પ્રવૃતિઓનો ગુણસંક્રમ થાય છે.) सायस्स णुवसमित्ता, असायबंधाण चरिमबंधते । खवणाए लोभस्स वि, अपुवकरणालिगा अंते ॥ ९८॥ सातस्या-ऽनुपशमय्या, असातबन्धानां चरमबन्धान्ते । क्षपणायै लोभस्याप्यपूर्वकरणावलिकाऽन्ते ॥ ९८ ॥ ગાથાર્થ :- ટીકાની જેમ ટીકાર્થ :- મોહનીય કર્મનો ઉપશમ નહીં કરીને, અર્થાતુ ઉપશમશ્રેણિ નહીં પામીને અસાતાના બંધમાં જે અંત્ય અસાતા બંધ છે તેના અંત્ય સમયે વર્તતાં ક્ષપક જીવને સાતાનો જઘન્ય પ્રદેશસંક્રમ થાય છે. કારણકે તેથી આગળ સાતાની પતદ્રગ્રહતા જ થાય છે પણ સંક્રમ થતો નથી. તથા મોહનીયને ઉપશમ કર્યા વિના ક્ષેપકને માટે તત્પર થયેલ જીવ અપૂર્વકરણાદ્ધાની પ્રથમ આવલિકાના અંત્ય સમયે સંજ્વલન લોભનો જઘન્ય પ્રદેશસંક્રમ કરે છે, કારણકે તેથી આગળ ગુણસંક્રમથી પ્રાપ્ત થયેલ અત્યંત ઘણાં કર્મદલિકનો સંક્રમાવલિકા પૂર્ણ થયા બાદ સંક્રમ થવાથી જઘન્ય પ્રદેશસંક્રમનો અભાવ થાય છે. अयरच्छावविद्यगं, गालिय थीवेयथीणगिद्धितिगे। सगखवणहापवत्तस्संते, एमेव मिच्छत्ते ॥ ९९ ॥ अतरषट्षष्ठिद्विकं, गालयित्वा स्त्रीवेदस्त्यानगृद्धित्रिके। खकक्षपणयथाप्रवृत्तस्याऽन्ते, एवमेव मिथ्यात्वस्य ॥ ९९ ॥ ગાથાર્થ - ટીકાની જેમ ટીકાર્થ :- બે ૬૬ સાગરોપમ એટલે ૧૩૨ સાગરોપમ સુધી સમ્યકત્વનું અનુપાલન કરતો જીવ સ્ત્રીવેદ અને થીણદ્વિત્રિક એ ૪પ્રકૃતિઓને વાર્તાતા =નિર્જરા કરીને અર્થાતુ સમ્યકત્વના પ્રભાવથી તે પ્રકૃતિ સંબંધી ઘણાં કર્મલિકને નાશ કરીને, કાંઇક બાકી રહેલ તે કર્મપ્રકૃતિઓના ક્ષય માટે તત્પર થયેલ ક્ષપક જીવ યથાપ્રવૃત્તકરણના અંત્ય સમયે ) વિધ્યાંતસંક્રમ વડે જઘન્ય પ્રદેશસંક્રમ કરે છે. કારણકે આગળ અપૂર્વકરણમાં ગુણસંક્રમથી ઘણાં કર્મલિકના સંક્રમનો સંભવ હોવાથી જઘન્ય પ્રદેશસંક્રમ પામે નહીં તેથી યથાપ્રવૃત્તકરણનો અન્ય સમય ગ્રહણ કર્યો છે. - મિથ્યાત્વનો પણ બે ૬૬ સાગરોપમ એટલે ૧૩૨ સાગરોપમ સુધી સમ્યકત્વને અનુપાલન કરીને, તેટલા કાલ મિથ્યાત્વની નિર્જરા કરીને કાંઇક બાકી રહેલા મિથ્યાત્વને ક્ષય કરવાને અર્થે તત્પર થયેલા અને મિથ્યાત્વ સંબંધી યથાપ્રવૃત્તકરણના અન્ય સમયે વિધ્યાતસંક્રમણથી જ પ્રસંક્રમ કરે છે. આગળ ગુણસંક્રમ પ્રવર્તતો હોવાથી તે જ પ્રસંક્રમ થતો નથી. એ પ્રમાણે સંબંધ ગોઠવીને કહેવું તે અર્થ છે. ૧૧૩ કેમકે શ્રેણિ પર આરૂઢ થનારને ૭મું ગુણસ્થાનક જ યથાપ્રવૃત્તકર ગણાય છે. ૮માં ગુણસ્થાનકથી અબધ્યમાન અશુભ પ્રકૃતિઓનો ગુણસંક્રમ પ્રવર્તતો હોવાથી જધન્ય પ્રદેશસંક્રમ થઈ શકતો નથી માટે અપ્રમત્ત યથાપ્રવૃત્તકરણના અન્ય સમયે વિધ્યાતસંક્રમ વડે સંક્રમાવતાં જધન્ય પ્રદેશસંક્રમ થાય તેમ કહ્યું છે. જો કે ઉપર કહેલ ૪ પ્રકૃતિઓનો યથાપ્રવૃત્તસંક્રમ વડે સંક્રમાવતાં પોત પોતાના યથાપ્રવૃત્તકરણના અન્ય સમયે જAસંક્રમ થાય તેમ મૂળ ટીકામાં કહ્યું છે. પરંતુ ગુણ કે ભવનિમિત્તે જે પ્રકૃતિ બંધાતી નથી તેનો વિધ્યાતસંક્રમ પૂર્વે કહ્યો છે. યથાપ્રવૃત્તસંક્રમ નહીં. અહીં ઉપર કહેલ પ્રકૃતિઓ ૩જા ગુરાસ્થાનથી અબંધ ગુણ નિમિત્તે થયો છે. માટે તેનો વિધ્યાતસંક્રમ થવો જોઇએ, યથાપ્રવૃત્ત નહિ. આ કારણથી જ ઉપા. મહારાજે વિધ્યાતસંક્રમ વડે સંક્રમાવતા જ0મસંક્રમ થાય તેમ આ ગાથાની ટીકામાં કહ્યું છે. તત્ત્વ કેવલી ભગવંત જાણે ૧૧૪ અહીં ક્ષાયિક સમ્પ૦ ઉપાર્જના કરતાં જિનકાલિક પ્રથમ સંઘયણી ૪ થી ૭ સુધીના ગુણસ્થાનકમાં વર્તતાં મનુષ્યને દર્શનત્રિકનો ક્ષય કરેલ યથાપ્રવૃત્ત કરણ જાણવું. www.jainelibrary.org For Personal & Private Use Only Jain Education International

Loading...

Page Navigation
1 ... 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550