________________
સંક્રમણકરણ
૪૪૭
ઉપશમ સમ્યકત્વીને ઉપશમશ્રેણિમાં સંક્રોધના ઉપશમ પછી ૧૦નો સંક્રમ પમાં, અને સંવમાન અપતટ્ઠહ થાય ત્યારે એજ જીવને ૪માં થાય છે. અથવા ક્ષપકશ્રેણિમાં સ્ત્રીવેદના ક્ષય પછી બધ્યમાન પાંચમાં અને પુરુષવેદની અપતટ્ઠહતા થાય ત્યારે સમયોન બે આવલિકા સુધી ચારમાં દશનો સંક્રમ થાય છે.
ક્ષાયિક સમ્યકત્વને ઉપશમશ્રેણિમાં અપ્રત્યા, પ્રત્યા, ક્રોધનો ઉપશમ થયા પછી ૯નો સંક્રમ સંવ માનાદિ ૩માં થાય છે.
ઉપશમ સમ્યકત્વને ઉપશમશ્રેણિમાં અપ્રત્યાવ્ર પ્રત્યા, માનનો ઉપશમ થયા બાદ ૮નો સંક્રમ ૪માં અને ક્ષાયિક સમ્યગુદૃષ્ટિને ઉપશમશ્રેણિમાં સંઇ ક્રોધનો ઉપશમ થયા બાદ સંમાનાદિક ૩માં તથા એને જ સંવ માન અપત થાય ત્યારે સંઇ માયા તથા લોભ એ ૨ના પતંગ્રહમાં થાય છે.
ઉપશમ સમ્યકત્વીને ઉપશમશ્રેણિમાં સંઇ માનનો ઉપશમ થયા પછી ૭નો સંક્રમ ૪માં અને સંઇ માયા અપતટ્ઠહ થાય ત્યારે ૩માં થાય છે.
ક્ષાયિક સમ્યકત્વીને ઉપશમશ્રેણિમાં અપ્રત્યા પ્રત્યા, માનનો ઉપશમ થયા પછી ૬નો સંક્રમ સંમાયા અને લોભ એ રમાં થાય છે. ' ઉપશમ સમ્યકત્વીને ઉપશમશ્રેણિમાં અપ્રત્યા પ્રત્યા માયાનો ઉપશમ થયા બાદ પનો સંક્રમ ૩માં, ક્ષાયિક સમ્યકત્વીને ઉપશમશ્રેણિમાં સંઇ માનનો ઉપશમ થયા બાદ રમાં, અને સંઇ માયા અપતટ્ઠહ થાય ત્યારે સંવ લોભરૂપ ૧માં થાય છે.
ક્ષપકશ્રેણિમાં હાસ્યષર્કનો ક્ષય થયા પછી સંઇ લોભ વિના ૪નો સંક્રમ સંક્રોધાદિક ૪માં અને ઉપશમ સમ્યકત્વીને ઉપશમશ્રેણિમાં સં. માયાનો ઉપશમ થયા બાદ ૩માં થાય છે.
ક્ષપકશ્રેણિમાં પુરુષવેદના ક્ષય પછી ૩નો સંક્રમ ૩માં અને ક્ષાયિક સમ્યક્વીને ઉપશમશ્રેણિમાં અપ્રત્યા, પ્રત્યા માયાનો ઉપશમ થયા બાદ ૧ લોભમાં થાય છે.
ઉપશમ સમ્યકત્વીને ઉપશમશ્રેણિમાં લોભ અપગ્રહ થયા બાદ ૨નો સંક્રમ ૨માં અથવા ક્ષપકશ્રેણિમાં ક્રોધનો ક્ષય થયા પછી ૨નો સંઇ માયા અને સંવ લોભ એ ૨માં અને ક્ષાયિક સમ્યકત્વીને ઉપશમશ્રેણિમાં સં. માયાનો ઉપશમ થયા બાદ સં. લોભ રૂપ ૧માં થાય છે.
ક્ષપકશ્રેણિમાં સંમાનનો ક્ષય થયા પછી ૧ સં૦ માયાનો સંઇ લોભ રૂ૫ ૧ના પતઘ્રહમાં સંક્રમ થાય છે.
નામકર્મના સંક્રમસ્થાન તથા પતગ્રહસ્થાનો:- નામકર્મના સંક્રમસ્થાનો અને પતઘ્રહસ્થાનોનો વિચાર કરતાં પહેલાં સત્તાસ્થાનો અને બંધસ્થાનો કહે છે.
નામકર્મની સર્વે પ્રકૃતિઓ સત્તામાં હોય ત્યારે ૧૦૩, જિનનામ સત્તામાં ન હોય ત્યારે ૧૦૨, આહારકસપ્તક વિના શેષ સર્વ પ્રકૃતિઓ હોય ત્યારે ૯૬ અને જિનનામ તથા આહારકસપ્તક વિના શેષ પ્રકૃતિઓની સત્તા હોય ત્યારે ૯૫. આ ચાર સત્તાસ્થાનોને પ્રથમ સત્તાસ્થાન ચતુષ્ક કહેવાય છે.
આ ચાર સત્તાસ્થાનવાળા જીવોને ક્ષપકશ્રેણિમાં નવમા ગુણઠાણે સ્થાવરદ્ધિક વગેરે નામકર્મની ૧૩ પ્રકૃતિઓનો ક્ષય થયા બાદ ક્રમશઃ ૯૦, ૮૯, ૮૩ અને ૮૨. આ ચાર સત્તાસ્થાનો થાય છે. આ દ્વિતીય સત્તાસ્થાન ચતુષ્ક કહેવાય છે.
૯૫ની સત્તાવાળાને દેવદ્ધિકની ઉઠ્ઠલના થયા બાદ અથવા ૮૪ની સત્તાવાળાને વૈક્રિયસપ્તક તથા દેવદ્ધિક અથવા વૈક્રિયસતક અને નરકદ્ધિક એ નવનો બંધ થાય ત્યારે ૯૩, અને ૯૩માંથી નરકદ્ધિક અને વૈક્રિયસપ્તક એ નવની ઉલના થાય ત્યારે ૮૪, અથવા ૮૨ની સત્તાવાળાને મનુષ્યદ્વિકનો બંધ થાય ત્યારે ૮૪, અને તેમાથી મનુષ્યદ્વિકની ઉલના થાય ત્યારે ૮૨નું સત્તાસ્થાન થાય છે. આ ત્રણ સત્તાસ્થાનોને અધ્રુવ સત્તાસ્થાન કહેવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org