Book Title: Karm Prakruti Part 01
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 513
________________ ૪૫૪ કર્મપ્રકૃતિ અંતર્મુહૂર્ત ન્યૂન ૮ વર્ષ, બે માસ, એક માસ, અને પંદર દિવસ પ્રમાણ પુરુષવેદાદિ - ૪નો જઘન્ય સ્થિતિસંક્રમ કરે છે. પરંતુ અન્ય વેદે શ્રેણિ માંડનારને પુરુષવેદનો જલ્દી ક્ષય થતો હોવાથી તેમજ ઉદય તથા ઉદીરણા ન હોવાથી જઘન્ય સ્થિતિસંક્રમ ઘટતો નથી માટે પુરુષવેદે શ્રેણિ માંડનારને પુરુષવેદનો જઘન્ય સ્થિતિસંક્રમ હોય છે. આ વિશેષતા છે. મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય, પ્રથમના ૧૨ કષાય, નપુંસકવેદ, સ્ત્રીવેદ, થીણદ્વિત્રિક, સ્થાવરદ્વિક, તિર્યંચદ્વિક, નરકદ્ધિક, આતપદ્ધિક, એકેન્દ્રિયાદિ પ્રથમ ૪ જાતિ અને સાધારણ નામકર્મ આ ૩૨ પ્રકૃતિઓનો પોત પોતાના ક્ષયના અંતે ચરમ સ્થિતિઘાતના ચરમ પ્રક્ષેપ વખતે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જઘન્ય સ્થિતિસંક્રમ છે. બાકીની ૯૪ પ્રકૃતિઓનો સયોગી ગુણસ્થાનકના સર્વ - અપવર્તનાકરણથી અપવર્ત્તના કરે ત્યારે અંતર્મુહૂર્ત પ્રમાણ જધન્ય સ્થિતિસંક્રમ હોય છે. જઘન્ય સ્થિતિસંક્રમ વખતે જેટલી સત્તા હોય તે જઘન્ય યસ્થિતિ કહેવાય છે. અને તે સામાન્ય રીતે જઘન્ય સ્થિતિસંક્રમથી એક આવલિકા અધિક હોય છે, પરંતુ નોકષાય સંજ્વલન ક્રોધાદિ ત્રણ અને નિદ્રાદ્વિકમાં એમ નથી. કારણકે નવ નોકષાય અને સંજ્વલન ક્રોધાદિ ત્રણ એ બારનો અંતરકરણમાં જઘન્ય સ્થિતિસંક્રમ થાય છે, અને અંત૨ક૨ણમાં દલિક હોતું નથી, પરંતુ સ્થિતિસત્તા હોય છે, માટે આ બારમાંથી હાસ્યષટ્ક, સ્ત્રીવેદ અને નપુંસકવેદની જઘન્ય સ્થિતિસંક્રમથી યસ્થિતિ અંતર્મુહૂર્ત અધિક હોય છે. અને પુરુષવેદ તેમજ સંજ્વલન ક્રોધાદિ ત્રણ એ ચારનો જે વખતે જધન્ય સ્થિતિસંક્રમ કરે છે, તે વખતે બંધવિચ્છેદ સમયે બંધાયેલ કર્મદલિક સિવાય અન્ય દલિક સત્તામાં વિદ્યમાન ન હોવાથી ચરમ સમયે બંધાયેલ કર્મલતાની બંધાવલિકા વીત્યા બાદ સંક્રમણ આલિકાના ચરમ સમયે જધન્ય સ્થિતિસંક્રમ થાય છે. માટે અંતર્મુહૂર્ત પ્રમાણ અબાધા સહિત બે આવલિકા ન્યૂન જધન્ય સ્થિતિસંક્રમ પ્રમાણ યસ્થિતિ હોય છે. તેમજ તથાસ્વભાવે જ આવલિકાના અસંખ્યાતમા ભાગ સહિત બે આવલિકા પ્રમાણ સ્થિતિસત્તા શેષ હોય ત્યારે જ નિદ્રાદ્વિકની ઉપરની સમય પ્રમાણ સ્થિતિનો સંક્રમ થતો હોવાથી નિદ્રાદ્વિકની યસ્થિતિ આવલિકાના અસંખ્યાતમા ભાગ સહિત બે આવલિકા પ્રમાણ હોય છે. (૫) સાદ્યાદિ : મૂળ પ્રકૃતિઓનો પરસ્પર સંક્રમ ન હોવાથી અપવર્ત્તના સંક્રમ આશ્રયી ભંગનો વિચાર કરવામાં આવે છે. - મોહનીયકર્મનો અજધન્ય સ્થિતિસંક્રમ ચાર પ્રકારે અને શેષ ત્રણ સંક્રમ સાદિ - અધ્રુવ એમ બે પ્રકારે હોવાથી દસ, અને શેષ સાત કર્મનો અજઘન્ય સ્થિતિસંક્રમ સાદિ વિના ત્રણ પ્રકારે તથા જઘન્યાદિ ત્રણ સ્થિતિસંક્રમો સાદિ અધ્રુવ એમ બે પ્રકારે હોવાથી નવ - નવ એમ મૂળકર્મના સ્થિતિસંક્રમ આશ્રયી ૭૩ ભાંગા થાય છે. ત્યાં મોહનીયકર્મનો જઘન્ય સ્થિતિસંક્રમ ક્ષપકશ્રેણિમાં દશમા ગુણઠાણે સમયાધિક આવિલકા બાકી રહે ત્યારે એક જ સમય થતો હોવાથી સાદિ - અધ્રુવ એમ બે પ્રકારે છે, તે સિવાય સર્વ કાળે અજઘન્ય સ્થિતિસંક્રમ હોય છે. અને તે ક્ષાયિક સમ્યક્ત્વીને ઉપશમશ્રેણિમાં અગિયારમા ગુણઠાણે હોતો નથી. ત્યાંથી પડતાં દસમા ગુણઠાણે થાય છે, માટે સાદિ, અને જઘન્ય સ્થિતિસંક્રમના સ્થાનને તેમજ અગિયારમા ગુણસ્થાનકને નહીં પામેલ જીવો આશ્રયી અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ હોવાથી અજઘન્ય સ્થિતિસંક્રમ ચાર પ્રકારે હોય છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય તેમજ અંતરાય એ ત્રણનો જઘન્ય સ્થિતિસંક્રમ બારમા ગુણઠાણે સમયાધિક આવલિકા શેષ હોય ત્યારે, તેમજ ચાર અઘાતી કર્મોનો તેરમા ગુણઠાણાના અંતે સમય માત્ર થતો હોવાથી સાદિ - અધ્રુવ એમ બે પ્રકારે છે. તે સિવાય અન્ય અજઘન્ય સ્થિતિસંક્રમ છે. તે અભવ્યોને અનાદિ - ધ્રુવ, તેમજ ભવ્યોને અંત થશે માટે અધ્રુવ, એમ અજઘન્ય સ્થિતિસંક્રમ ત્રણ પ્રકારે છે. આઠે કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી આવલિકા પછી ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ, અને શેષ કાળે અનુત્કૃષ્ટ સ્થિતિસંક્રમ કરે છે. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંજ્ઞિ પંચેન્દ્રિય જીવો અમુક ટાઇમે જ કરે છે. માટે આ બન્ને સંક્રમો વારાફરતી થતા હોવાથી સાદિ - અધ્રુવ એમ બે પ્રકારે છે. ચારિત્રમોહનીયની પચ્ચીસ પ્રકૃતિઓ વિના શેષ ધ્રુવસત્તાવાળી એકસો પાંચ પ્રકૃતિઓનો અજઘન્ય સ્થિતિસંક્રમ સાદિ વિના ત્રણ પ્રકારે અને જઘન્ય, ઉત્કૃષ્ટ તથા અનુત્કૃષ્ટ એ બે - બે પ્રકારે હોવાથી એક - એકના નવ - નવ માટે ૯૪૫, ચારિત્રમોહનીયની પચ્ચીસ પ્રકૃતિઓનો અજઘન્ય સ્થિતિસંક્રમ સાદ્યાદિ ચાર પ્રકારે અને શેષ ત્રણ સંક્રમ સાદિ - For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550