________________
સંક્રમણકરણ
तेवट्ठिसयं उदहीण सचउपल्लाहियं अवन्धित्ता । अंते अहापवत्तकरणस्स उज्जोयतिरियदुगे ।। १०७ ॥ त्रिषष्टिशतमुदधीनाम् सचतुष्पल्याधिकम् बद्ध्वा । अन्ते यथाप्रवृत्तकरणस्योद्योततिर्यग्विके ।। १०७ ।।
ગાથાર્થ :- ૪ પલ્યોપમ અધિક ૧૬૩ સાગરોપમ સાધિક કાળપર્યંત ઉદ્યોત અને તિર્યંચદ્ધિકને નહીં બાંધીને યથાપ્રવૃત્તકરણના અન્ય સમયે એ ત્રણ પ્રકૃતિનો જ×સંક્રમ કરે છે.
૪૩૧
ટીકાર્ય -- ૧૬૩ સાગરોપમ અને ૪ પલ્યોપમ અધિક સુધી તે ક્ષપિતકર્માંશવાલા જીવ (અહીં અધિક શબ્દ કહ્યો તે સંખ્યાતભવના આયુષ્યવાલા મનુષ્ય ભવોની અપેક્ષાએ જાણવો) સર્વ જધન્ય તિર્યંચદ્ધિકને બાંધ્યા વિના યથાપ્રવૃત્તકરણના અન્ને છેલ્લા સમયે અર્થાત્ અપ્રમત્તને૧૨૨ અન્તે ઉદ્યોત - તિર્યંચદ્વિકનો જન્મસંક્રમ કરે છે.
કેવી રીતે કહેલ (૧૬૩ +૪ પલ્યો૰ અધિક) કાલ સુધી અબંધ =બાંધ્યા વિના રહે છે. તો આ પ્રમાણે કહે છે. તે ક્ષપિતકર્માંશવાલો જીવ ૩ પલ્યોપમના આયુષ્યવાલા મનુષ્યમાં ઉત્પન્ન થાય, ત્યાં દેવદ્વિક જ બાંધે છે, તિર્યંચદ્ધિક અને ઉદ્યોતને બાંધતો નથી. અને ત્યાં આયુષ્યના અંતર્મુહૂર્ત બાકી રહે છતે સમ્યક્ત્વ પામીને પછી સમ્યક્ત્વથી નહિ પડેલ અર્થાત્ સમ્યક્ત્વ સહિત જ ૧ પલ્યોપમના સ્થિતિવાલો દેવ થાય, અને ત્યાં સમ્યક્ત્વ પ્રાયોગ્ય આ ૩ પ્રકૃતિ બાંધે નહિ પછી પણ સમ્યક્ત્વથી નહિં પડેલો (સમ્યસહિત) દેવભવથી આવીને મનુષ્યને વિષે થાય, ત્યાંથી તે જ સમ્યક્ત્વથી નહિ પડેલ એવો સમ્યક્ત્વ સહિત ૩૧ સાગરોપમ સ્થિતિવાલો ત્રૈવેયક દેવ તરીકે ઉત્પન્ન થાય, અને ત્યાં ઉત્પન્ન થયા બાદ તરત જ અંતર્મુહૂર્ત પછી મિથ્યાત્વને પામે ત્યાં (ગ્રેવેયકમાં) ભવ પ્રત્યયથી જ આ ૩ પ્રકૃતિનો બંધ ન કરે પછી છેલ્લુ અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી રહે છતે ફરી પણ સમ્યક્ત્વ પામે પછી બે ૬૬ સાગરોપમ૧૨૭ સુધી મનુષ્ય અનુત્તર દેવલોક આદિ ભવોમાં સમ્યક્ત્વને અનુવર્તતો પાલન કરતો તે સમ્યક્ત્વનો અંતર્મુહૂર્ત કાલ બાકી રહે જલ્દીથી તે ૩ પ્રકૃતિને ક્ષય કરવા માટે તત્પર થાય. તેથી આ રીતે ૧૬૩ સાગરોપમ અને ૪ પલ્યોપમ અધિક સુધી તિર્યંચદ્ધિક અને ઉદ્યોતના બંધનો અભાવ થાય છે.
इगविगलिंदियजोग्गा, अट्ठ अपज्जत्तगेण सह तासिं ।
तिरियगईसम णवरं, पंचासीयउदहिसयं तु ॥ १०८ ॥ एकविकलेन्द्रिययोग्या, अष्टावपर्याप्तकेन सह तासाम् । તિર્થન્નતિસમ નવર, પચાશીડ્યુલશતે તુ ।। ૧૦૮ ॥
ગાથાર્થ :- એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય યોગ્ય ૮ પ્રકૃતિ અને અપર્યાપ્ત સહિત ૯ પ્રકૃતિઓનો જ૰પ્રસંક્રમ તિર્યંચગતિની જેમ કહેવો પરન્તુ ૧૬૩ને સ્થાને ૧૮૫ સાગરોપમ કહેવાં.
૧૨૪,
ટીકાર્થ :- એકેન્દ્રિય વિકલેન્દ્રિય પ્રાયોગ્ય જે ૮ પ્રકૃતિઓ - એક૦ બે તેઇ અને ચઉરિન્દ્રિયજાતિ, સ્થાવર “આતપ - સુક્ષ્મ - સાધારણ લક્ષણવાળી પ્રકૃતિઓનો અને અપર્યાપ્ત સહિત ૯ પ્રકૃતિઓનો જ૰પ્રસં૰ તિર્યંચગતિની જેમ કહેવું વિશેષ અહીં ૧૮૫ સાગ અધિક અને ૪ પલ્યોપમ અધિક સુધી નહી બાંધીને એ પ્રમાણે કહેવું કેવી રીતે એટલો કાળ સુધી ન બાંધે ? તો કહે છે.
૧૨૨ અપૂર્વક૨ણથી ગુણસંક્રમ પ્રવર્તે છે. માટે ત્યાં જધન્ય પ્રદેશસંક્રમ ન થાય, જો કે ઉદ્યોત નામકર્મનો ગુણસંક્રમ થતો નથી. કેમકે અબધ્યમાન અશુભ પ્રકૃતિઓનો ગુણસંક્રમ થાય છે. પરંતુ જઘન્ય પ્રદેશસંક્રમ તો અપ્રમત્તના અંત સમયે કહ્યો છે. કેમકે અપૂર્વકરણથી તેનો ઉલનાસંક્રમ પ્રવત્ત છે.
Jain Education International
૧૨૩ ક્ષયોપશમ સમ્યક્ત્વનો અવિરત-૬૬ સાગરોપમનો કાળ છે, તે ૨૨ - ૨૨ સાગરોપમના આઉખે ૩ વાર અચ્યુત દેવલોકમાં જઇ પૂર્ણ કરે છે, ત્યારબાદ અંતર્મુહૂર્ત મિશ્ર ગુણસ્થાનકે જઇ ફરીવાર ક્ષયોપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરી શકે છે, અને તેને ૩૩ - ૩૩ સાગરોપમના આઉખે અનુત્તર વિમાનમાં જઇ પૂર્ણ કરે છે. મનુષ્યપણું પામીને તે કાળના છેલ્લા અંતર્મુહૂર્તમાં જો ક્ષપકશ્રેણિ પર આરૂઢ ન થાય તો કાળ પૂર્ણ કરી પડી મિથ્યાત્વ પ્રાપ્ત કરે છે. આ કાળ વચમાં થનાર મનુષ્ય ભવ અધિક જાણવો.
૧૨૪ ઉદ્યોત નામકર્મ માટે ૧૦૭ ગાથાની ટીપ્પણ કહી છે તે અહીં આતપ નામકર્મ માટે પણ સમજવું કેમકે ૯મે ગુણઠાણે આતપ નામકર્મ પણ ખપાવે છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org