Book Title: Karm Prakruti Part 01
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 495
________________ કર્મપ્રકૃતિ (૪) ચારેય આયુષ્યનો પરસ્પર સંક્રમ થતો નથી. (૫) જ્ઞાનાવરણીય વગેરે મૂળકર્મોનો પણ પરસ્પર અર્થાત્ એક બીજામાં સંક્રમ થતો નથી. (૬) દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયનો પરસ્પર એક બીજામાં સંક્રમ થતો નથી. (૭) દર્શનત્રિક સિવાય ઉપશાંત થયેલ ચારિત્રમોહનીયની પ્રકૃતિઓનો સંક્રમ થતો નથી. (૮) નવમે ગુણઠાણે અંતરકરણ કર્યા પછી પુરુષવેદ અને સંજ્વલન ક્રોધાદિ ચાર એ બંધાતી પાંચ પ્રકૃતિઓનો સંક્રમ ક્રમપૂર્વક જ થાય છે, પરંતુ ઉત્ક્રમે થતો નથી, અર્થાતુ પુરુષવેદનો ક્રોધાદિ ચારમાં થાય પણ ક્રોધનો પુરુષવેદમાં ન થતાં સંજ્વલન માનાદિક ત્રણમાં જ થાય. અને તેથી જ સંજ્વલન લોભનો કોઇમાં સંક્રમ થતો નથી. અંતરકરણ કર્યા પહેલાં આ પાંચેય પ્રકૃતિઓનો અને અંતરકરણ કર્યા પછી પણ આ પાંચ સિવાયની અન્ય પ્રકૃતિઓનો ક્રમપૂર્વક કે ક્રમ વિના પણ સંક્રમ થાય છે. માટે જ અંતરકરણ કર્યા પછી સંજ્વલન લોભનો સંક્રમ થતો નથી.' સંક્રમતી પ્રકૃતિ જે પ્રકૃતિમાં પડે તે પ્રકૃતિને પતગ્રહ કહેવામાં આવે છે. સામાન્યથી બંધાતી પ્રકૃતિ પતગ્રહ હોય છે. પરંતુ તેમાં થોડા અપવાદો પણ છે. (૧) બંધાતી ન હોવા છતાં મિશ્રમોહનીય તથા સમ્યકત્વમોહનીય પતંગ્રહ બને છે. (૨) સંજ્વલન ચતુષ્કની પ્રથમ સ્થિતિ સમયોન ત્રણ આવલિકા બાકી રહે ત્યારે બંધ હોવા છતાં તે તે સંજ્વલન કષાય અપતટ્ઠહ થાય છે, એજ પ્રમાણે પુરુષવેદની પ્રથમસ્થિતિ સમયોન બે આવલિકા બાકી રહે ત્યારે પુરુષવેદ અપતટ્ઠહ થાય છે. (૩) સમ્યક્ત્વમોહનીય અને મિશ્રમોહનીય સત્તામાં ન હોય ત્યારે બંધ હોવા છતાં મિથ્યાત્વમોહનીય અપતટ્ઠહ હોય છે. (૪) મિથ્યાત્વમોહનીય ક્ષય થયે છતે મિશ્રમોહનીય અને મિશ્રમોહનીય ક્ષય થયે છતે સમ્યત્વમોહનીય પણ અપગ્રહ થાય છે. (૧) જયારે સાતા અસાતામાં કે અસાતા સાતામાં સંક્રમે ત્યારે એકનો એકમાં સંક્રમ થતો હોવાથી પ્રકૃતિસંક્રમ અને પ્રકૃતિપતઘ્રહ કહેવાય છે. (૨) જયારે મિથ્યાત્વમોહનીય મિશ્ર અને સમ્યક્વમોહનીયમાં સંક્રમે ત્યારે એકનો બેમાં સંક્રમ થતો હોવાથી પ્રકૃતિસંક્રમ અને પ્રકૃતિસ્થાન પતટ્ઠહ કહેવાય છે. (૩) જયારે આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગથી દશમા ગુણસ્થાનક સુધી નામકર્મની દેવગિત આદિ અનેક પ્રકૃતિઓ એક યશકીર્તિમાં સંક્રમે ત્યારે અનેકનો એકમાં સંક્રમ થતો હોવાથી પ્રકૃતિ સ્થાનસંક્રમ અને પ્રકૃતિ પતગ્રહ કહેવાય છે. એમ સર્વત્ર સમજવું. (૪) જ્યારે મતિજ્ઞાનાવરણીય વગેરે પાંચ પ્રકૃતિઓ મતિજ્ઞાનાવરણીય વગેરે પાંચમાં પરસ્પર સંક્રમે ત્યારે અનેકનો અનેકમાં સંક્રમ થતો હોવાથી પ્રકૃતિસ્થાન સંક્રમ અને પ્રકૃતિસ્થાન પતટ્ઠહ કહેવાય છે. એમ સર્વત્ર સમજવું. બે-ત્રણ વગેરે પ્રકૃતિઓના સમુદાયને પ્રકૃતિસ્થાન કહેવામાં આવે છે. હવે સાઘાદિ-ભંગ વિચાર પ્રસ્તુત છે. - ત્યાં મૂળકર્મનો પરસ્પર સંક્રમ થતો ન હોવાથી ઉત્તરપ્રકૃતિ આશ્રયી વિચારે છે. મિથ્યાત્વ, સાતા, અસાતા વેદનીય અને નીચગોત્ર વિના બાકીની ૧૨૬ ધ્રુવસત્તા પ્રકૃતિઓનો સંક્રમ સાઘાદિ ચાર પ્રકારે અને મિથ્યાત્વમોહનીય વગેરે ચાર ધૃવસત્તાવાળી તથા ચારેય આયુષ્યનો પરસ્પર સંક્રમ ન હોવાથી તે સિવાય શેષ દેવગિત વગેરે ૨૪ અધ્રુવસત્તાવાળી એમ કુલ ૨૮ પ્રકૃતિઓનો સંક્રમ સાદિ-અધવ એમ બે પ્રકારે છે. તે આ પ્રમાણે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550