Book Title: Karm Prakruti Part 01
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 478
________________ સંક્રમણકરણ ૪૧૯ અહીં એ પ્રમાણે જ સ્ત્રીવેદનો ઉત્કૃષ્ટ આપૂરણ - એટલે બહુ પ્રદેશોપચય કરવો તે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમનો સંભવ કેવલજ્ઞાન ગમ્ય છે, અન્યથા નહીં, બીજી યુક્તિ નહીં, આજ યુક્તિથી અહીં પણ યથાયોગ્ય ઉત્તર આપી અનુસરવી. वरिसवरित्थिं पूरिय, सम्मत्तमसंखवासियं लहियं । गंता मिच्छत्तमओ, जहन्नदेवट्टिई भोच्चा ॥ ८६ ॥ वर्षवरंसियं च पूरयित्वा, सम्यक्त्वमसङ्ख्येयवार्षिक लब्या । गत्वा मिथ्यात्वमतो, जघन्यदेवस्थितिं भुक्त्वा ॥ ८६ ॥ ગાથાર્થ :- નપુંસકવેદ અને સ્ત્રીવેદને પૂરીને ત્યારબાદ અસંખ્યાત વર્ષ પ્રમાણ સમ્યકત્વ પ્રાપ્ત કરીને પાળીને ત્યારબાદ મિથ્યાત્વે જઇ ત્યાંથી જઘન્ય સ્થિતિવાળી દેવસ્થિતિને ભોગવીને. ટીકાર્ય :- વર્ષ - એટલે જ નપુંસકવેદ તેને ઇશાન દેવલોકમાં વારંવાર બંધ કરવાથી અને અન્ય દલિકના સંક્રમણથી ઘણો કાલ આપૂરણ કરીને અર્થાતુ ઘણાં પ્રદેશો ભેગા કરીને પોતાના આયુષ્ય ક્ષયે ત્યાંથી એવીને સંખેય વર્ષના આયુષ્યમાં ઉત્પન્ન થઇને ફરી અસંખ્યય વર્ષના આયુષ્યને વિષે જઇને ત્યાં અસંખ્યય વર્ષ સુધી સ્ત્રીવેદને આપૂરણ કરીને = અર્થાતુ સ્ત્રીવેદના ઘણાં પ્રદેશો ભેગા કરીને તદનંતર અસંખ્યય વર્ષ સુધી સમ્યકત્વને પામીને અને સમ્યકત્વના હેતુક પુરુષવેદ તેટલાં વર્ષો સુધી બાંધતો ત્યાં સ્ત્રીવેદ અને નપુંસકવેદના દલિકોને હંમેશા સંક્રમણ કરે છે. તદઅંતર પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલો પોતાના આયુષ્ય કાલ જીવીને =પૂર્ણ કરીને અંતે મિથ્યાત્વ પામીને પછી ૧૦,૦૦૦ વર્ષ પ્રમાણ જઘન્ય સ્થિતિમાં દેવપણે ઉત્પન્ન થાય છે. અને ત્યાં ઉત્પન્ન થયો છતો અંતર્મુહુર્ત કાલે સમ્યકત્વ પામે છે. (સંબંધ અગ્ર ગાથામાં) आगंतु लहुं पुरिसं, संछुभमाणस्स पुरिसवेयस्स । तस्सेव सगे कोहस्स माणमायाणमवि कसिणो ॥ ८७ ॥ आगत्य लघु पुरुषं, संछोभमानस्य पुरुषवेदस्य । तस्यैव स्वके क्रोधस्य मानमाययोरपि कृत्स्नः ॥ ८७ ॥ 'ગાથાર્થ :- ત્યાંથી અવીને મનુષ્યમાં ઉત્પન્ન થાય ત્યાં શીધ્રપણે ક્ષપકશ્રેણિ પર આરૂઢ થાય તે શ્રેણિમાં પુરુષવેદને સંક્રમાવતાં તેનો ઉ050 સંક્રમ થાય છે. તેને જ પોતાના ચરમ સોમે ક્રોધનો ઉ૦મસંક્રમ થાય છે. એ પ્રમાણે માન અને માયાનો પણ ઉ0પ્રસંક્રમ થાય છે. ટીકાર્થ :- તે દેવ સ્થિતિને ભોગવીને ત્યાંથી - દેવભવથી આવીને મનુષ્યને વિષે આવીને = ઉત્પન્ન થઇને સાત માસ અધિક ૮ વર્ષ પૂર્ણ થયે છતે જલ્દી ક્ષય માટે તત્પર થયેલ જીવ તે પુરુષવેદના અંત્ય પ્રક્ષેપ સમયે પ્રક્ષેપ કરતાં તે પુરુષવેદનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ' કરે છે. અહીં ફક્ત બંધવિચ્છેદ પહેલા બે આવલિકા કાલ સુધી જે બાંધેલ પુરુષવેદ લિક તે અતિ અલ્પ છે તેથી તે સિવાયના બાકીના પુરુષવેદના દલિકનું જાણવું. ૯૯ અહીં સંખ્યાત વર્ષાયુવાળા એમ સામાન્ય પદ મૂક્યું છે. તેથી મનુષ્ય કે તિર્યંચ બને લઈ શકાય એમ જણાય છે. ૧૦ સમ્યકત્વ હોતે છતે ત્રણ વેદમાંથી માત્ર પુરુષવેદ જ બંધાય છે માટે પુરુષવેદને સમ્યકત્વ હેતુક કહ્યો છે, પરંતુ આ હેતુ અન્વય વ્યતિરેક સંબંધનો નથી, ૧૦૧ પુરુષવેદ જ્યાં સુધી બંધાતો હતો ત્યાં સુધી તો તેનો યથાપ્રવૃત્તસંક્રમ થતો હતો, બંધવિચ્છેદ થયા પછી લપકડ્યુરિમાં તેનો ગુણસંક્રમ થાય છે. તે ગુણસંક્રમવડે પૂર્વ સમયથી ઉત્તરોત્તર સમયે અસંખ્યાત અસંખ્યાત ગુણાકારે સંક્રમાવતાં છેલ્લા જે સમયે તેના પૂર્વ સમયથી અસંખ્યાત ગુણ સંક્રમાવે તે તેનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કહીં શકાય. પરંતુ બંધવિચ્છેદ થયા પછી બે સમય ન્યુન બે આવલિકા કાને છેલ્લો જે સર્વસંક્રમ થાય છે તે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ તરીકે કહી શકાય નહીં. કારણકે સર્વસંક્રમ વડે છેલ્લા સમયે જે સંક્રમાવે છે. તે બંધવિચ્છેદ સમયે જે બંધાયું હતું તે શુદ્ધ એક સમયનું જ સંક્રમાવે છે, એટલે તે દલ અતિ અલ્પ હોવાથી તેને ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ તરીકે ગણી શકાય નહીં. ક્રોધ, માન અને માયાનો પણ આ રીતે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ સંભવી શકે. આ પ્રમાણે મને સમજાય છે. પછી તત્વ કેવલી મહારાજ જાણે. પંચસંગ્રહના ભાષાંતર કર્તા હી + દે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550