Book Title: Karm Prakruti Part 01
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 476
________________ સંક્રમણકરણ ૪૧૭ संछोभणाए दोण्हं, मोहाणं वेयगस्स खणसेसे । उप्पाइय सम्मत्तं, मिच्छत्तगए तमतमाए ॥८२ ॥ संछोभणायां द्वयो-र्मोहयो वेदकस्य क्षणशेषे । હતાત્ય સચવને, મિથ્યાત્વ તે તમતમારા II ૮૨ || ગાથાર્થ:- બે મોહનીય = મિથ્યાત્વ અને મિશ્રમોહનીયનો પોત પોતાના ચરમ સંછોભ સમયે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ થાય છે. તથા ૭મી નારકીમાં અંતર્મુહૂર્ણ આયુ બાકી હોય ત્યારે સમ્યત્વ ઉત્પન્ન કરીને મિથ્યાત્વે જાય ત્યારે વેદકનો સંચય કરતાં સમ્યકત્વમોહનીયનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ થાય છે. ટીકાર્થ :- હોદોઃ - મિથ્યાત્વ અને મિશ્ર એ બને મોહનીયનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ સર્વસંક્રમવડે પોત પોતાના અંત્ય પ્રક્ષેપ વખતે ક્ષપક જીવને હોય છે.* તથા તમતમા નામની સાતમી પૃથ્વીમાં વર્તતો નારકી અંતર્મુહુર્ત આયુષ્ય બાકી રહે છતે ઔપશમિક સમ્યક્ત્વ પામીને અને દીર્ધકાળવાળા ગુણસંક્રમવડે વેદક = ક્ષયોપશમ સમ્યત્વના પ્રદેશપુંજને પૂર્ણ કરીને સમ્યકત્વથી પડીને મિથ્યાત્વે આવે ત્યાં મિથ્યાત્વના પ્રથમ સમયે જ (વેદક) સમ્યકત્વમોહનીયનો મિથ્યાત્વમાં ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે છે.* भिन्नमुहुत्ते सेसे, तच्चरमावास्सगाणि किच्चेत्थ । संजोयणाविसंजोयगस्स संछोभणे एसि ॥ ८३ ॥ भिन्नमुहूर्तेशेषे, तच्चरमावश्यकानि कृत्वेह । संयोजनाविसंयोजकस्य संछोभे एषाम् ।। ८३ ॥ ગાથાર્થ :- અંતર્મહત્ત આયુ શેષ રહે ત્યારે અંત્ય આવશ્યક કરીને તે નરકમાંથી નીકળીને તિર્યંચમાં આવી ત્યાં અનંતાનુબંધિની વિસંયોજના કરનારને ચરમ સંક્રમ સમયે તે કષાયોનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ થાય છે. ટીકાર્થ :- સાતમી પૃથ્વીમાં વર્તતો તે ગુણિતકશ જીવ અંતર્મુહુર્ત આયુષ્ય બાકી રહે છતે તે જ ભવમાં જે યોગ યવમધ્યથી ઉપર મુહૂર્ત અવસ્થાન આદિ લક્ષણવાળા તે અંત્ય આવશ્યક કરીને સાતમી નારકીમાંથી નીકળીને અનંતર (તિર્યંચ) ભવમાં સમ્યકત્વ ઉત્પન્ન કરીને ક્ષાયોપથમિક સભ્યત્વી થયો છતો અનંતાનુબંધિની વિસંયોજના - ક્ષપણા વિશેષ કરે છે. તેથી એ અનંતાનુબંધિ-૪નો સર્વસંક્રમ વડે અંત્ય પ્રક્ષેપ અવસરે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ હોય છે. ईसाणागयपुरिसस्स, इत्थियाए व अट्ठवासाए । मासपुहुत्तब्भहिए, नपुंसगे सबसंकमणे ॥ ८४ ॥ इशानाऽऽगतपुरुषस्य, स्त्रिया वाऽष्टवर्षस्य । मासपृथक्त्वाभ्यधिकस्य, नपुंसके सर्वसंक्रमणे ॥ ८४ ॥ ૯૪ મિથ્યાત્વ અને મિશ્રમોહનીયના ચરમખંડને ઉકેલતા તે ચરમખંડના દલને પૂર્વ પૂર્વ સમયથી ઉત્તરોત્તર સમયે અસંખ્ય અસંખ્ય ગુણાકારે ૫રમાં - સમ્યકત્વમોહનીયમાં ચરમ સમય પયંત નાખે છે. એટલે ચરમ સમયે સર્વોત્કૃષ્ટ પ્રદેશસંક્રમ ઘટી શકે છે. ચરમ સમયે જે સઘળું દળ ૫રમાં સંક્રમાવે છે તે જ સર્વસંક્રમ કહેવાય છે, એટલે ઉપર “સર્વસંક્રમવડે’ એમ ગ્રહણ કર્યું છે. ૯૫ નરકમાં જેટલાં દીર્ધકાળ માટે મિથ્યાત્વે રહે એટલું મિથ્યાત્વ વધુ પુષ્ટ થવાથી પછી સમ્યકત્વકાળે મિથ્યાત્વ વધુ સંક્રમવાના કારણે સમ્યકત્વમોહનીય પણ વધુ પુષ્ટ થાય. તેથી ૭મી નારકીના પ્રારંભકાળમાં સમ્યકત્વોત્પત્તિ કહી નથી. ચરમ અંતર્મુહર્તમાં અવશ્ય મિથ્યાત્વ હોય. તેથી અહીં દ્વિચરમ અંતર્મુહૂર્ત સમજવું. લાયોપથમિક સમ્યકત્વ પામે તો ગુણસંક્રમથી મિથ્યાત્વ ન સંક્રમે કિન્તુ વિધ્યાતસંક્રમથી સંક્રમે, તેથી સમ્યકત્વ એટલું પુષ્ટ ન થાય. તેથી અહીં ક્ષયોપથમિક સભ્ય ન કહેતાં ૫૦ કહ્યું. એમાં જેટલો દીર્ધકાળ ગુણસંક્રમ ચાલે એટલું સમ્યમોહનીય વધુ પુષ્ટ થાય. જો કે સમ્યમોહનીય બધ્યમાન ન હોવાથી એનો યથાપ્રવૃત્તસંક્રમ શી રીતે મળે ? એ પ્રશ્ન ઉભો થાય, પણ તથાસ્વભાવે જ મિથ્યાત્વના પ્રથમ અંતર્મુડ માં એનો યથાપ્રવૃત્તસંક્રમ થાય છે, ત્યારબાદ ઉદ્વલના સંક્રમ.... અથવા મિથ્યાત્વ ગુણસ્થાને મિથ્યાત્વ તો બધ્યમાન છે જ, અને છેવટે તો સમ્યમોહનીય પણ મિથ્યાત્વના જ હીન રસવાળા લિકો છે ને ? યથાપ્રવૃત્તસંક્રમનું આ કારણ હોઈ શકે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550