Book Title: Karm Prakruti Part 01
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 474
________________ સંક્રમણકરણ ૪૧૫ અને ઉત્કૃષ્ટ સંક્લેશ પરિણામી જીવ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે છે, ઘણી સ્થિતિને ઉત્તે છે (સ્થિતિમાં વધારો કરે છે) અને અલ્પ સ્થિતિને અપવર્તે છે. (ઘટાડે છે) તે કારણથી અહીં ઉત્કૃષ્ટ યોગ અને ઉકષાયનું ગ્રહણ કર્યું છે. તથા નિત્યં - સર્વકાળ અર્થાત્ દરેક ભવમાં જધન્ય યોગે વર્તતો તે જીવ આયુષ્યનો બંધ કરીને (બેઇન્દ્રિયાદિમાં ઉપજે ઇતિ અધ્યાહાર) અહીં આયુષ્યને યોગ્ય ઉત્કૃષ્ટ યોગમાં વર્તતો આયુષ્યકર્મના ઘણાં પુદ્ગલોને ગ્રહણ કરે છે. તથાવિધ સ્વભાવથી જ ઉત્કૃષ્ટ યોગથી આયુષ્યના ઘણા પુદ્ગલોને ગ્રહણ કરતો અને તેવા પ્રકારના સ્વભાવના કારણે જ્ઞાનાવરણીયના ઘણાં પુદ્ગલોનો નાશ કરે અર્થાત્ નિર્જરા કરે છે, અને તે અતિનિર્જરાનું અહીં પ્રયોજન નહીં હોવાથી અહીં જઘન્ય યોગનું ગ્રહણ કર્યું છે. તથા સ્વભૂમિકાનુસારે “ઉપરની સ્થિતિઓમાં કર્મદલિક સ્થાપન રૂપ જે નિષેક રચના તેને ઘણાં પ્રમાણમાં કરીને, એ પ્રમાણે બાદર પૃથ્વીકાયમાં બાદર ત્રસકાય સ્થિતિન્યૂન (પૂર્વક્રોડ પૃથાધિક ૨૦૦૦ સાગન્યૂન) ૭૦ કોડાકોડી સાગરોપમ સુધી સંશરણ કરીને અર્થાત્ ત્યાંથી નીકળીને બાદર ત્રસકાય બેઇન્દ્રિયાદિમાં ઉત્પન્ન થાય છે. II ૭૪, ૭૫ || અને એ પ્રમાણે પૂર્વ કહેલ રીતે બાદર ત્રસકાયમાં ઘણાં પર્યાપ્ત અને અલ્પ અપર્યાપ્ત ભવના ગ્રહણથી લઇને ઉપરની સ્થિતિના ઘણાં નિષેક કરવા સુધીની જે પહેલાં વાત કરી તેથી તે કાલ - પૂર્વકોડિ પૃથાધિક ૨૦૦૦ સાગરોપમ પ્રમાણ બાદરત્રસકાયના કાયસ્થિતિકાળ સુધી પરિભ્રમણ કરીને અર્થાત્ પૂર્ણ કરીને જેટલીવાર ૭મી નારકીમાં જવાને માટે યોગ્ય હોય તેટલી વાર ત્યાં ૭મી નારકીમાં જઇને ૭મી ના૨કના અંત્ય ભવમાં વર્તતો, અહીં દીર્ઘ આયુષ્યપણું અને ઉત્કૃષ્ટ યોગ - કષાય પામે છે. તેંથી સંભવ અનુસાર ૭મી નરકમાં ગમન ગ્રહણ કર્યું છે. તથા ૭મી નારકના ભવમાં બીજા સર્વ ના૨ક જીવોથી લઘુ-જલ્દી પર્યાપ્ત ભાવને પામે છે. અહીં અપર્યાપ્તની અપેક્ષાએ પર્યાપ્તનો અસંખ્યયગુણ યોગ હોય છે, અને તે પ્રમાણે તે જીવને અતિ ઘણા કર્મ પુદ્ગલો ભેગા કરવાનો સંભવ છે, અને અહીં તેનું પ્રયોજન છે. તેથી સર્વ લઘુ પર્યાપ્ત એ પ્રમાણે કહ્યું છે અને બહુશઃ - અનેકવાર તે અંત્ય ૭મી નરક ભવમાં પણ અધિક યોગ - કષાયવાળો થઇ ઉત્કૃષ્ટ યોગસ્થાન અને ઉત્કૃષ્ટ કષાયવાલા પરિણામ વિશેષવાલો થાય છે, એ પ્રમાણે અર્થ છે. || ૭૬ || યોગવવમધ્યસ્થ - અષ્ટસામયિક યોગસ્થાનનો ઉપર અંતર્મુહૂર્ત કાલ સુધી રહીને ભવને અંતે અંતર્મુહૂર્ત આયુષ્ય શેષ રહે છતે અર્થાત્ અંતર્મુ૰ આયુ શેષ રહેતાં યોગમધ્યથી ઉપર અંતર્મુહૂર્ત સુધી અસંખ્યગુણવૃદ્ધિએ વધતો છતો તદ્દનંતર શું કરે તે કહે છે. ભવના છેલ્લા ૩જા અને ૨જા સમયે વર્તતો ઉત્કૃષ્ટ કાષાયિક સંક્લેશસ્થાનને પૂરીને (પ્રાપ્ત કરીને) અર્થાત્ જે સમયથી આરંભીને ગણતાં સર્વ અંતિમ સમય ત્રીજો ગણાય તે (પાશ્ચાત્ય) સમયનું નામ ત્રિચિરમ સમય કહેવાય. એ પ્રમાણે બે સમય છે, છેલ્લા જેનાથી તે દ્વિચરિમ એ પ્રમાણે વ્યુત્પતિ થાય છે. તથા અંત્ય અને ઉપાંત્ય (દ્વિચરમ) સમયમાં ઉત્કૃષ્ટ યોગસ્થાનને પણ પ્રાપ્ત કરીને અહીં ઉત્કૃષ્ટ યોગ અને ઉત્કૃષ્ટ સંક્લેશ એ બન્ને એકી સાથે જ એક સમય માત્ર પ્રાપ્ત થાય છે. પણ અધિક નહીં, તેથી ઉત્કૃષ્ટ યોગ અને ઉત્કૃષ્ટ કષાય સંક્લેશને વિષમ સમયપણે ગ્રહણ કર્યો છે. ઘણી ઉર્જાના અને અલ્પ અપવર્ઝના જણાવવાને અર્થે ત્રિચરિમ અને દ્વિચરિમ સમયગત ઉત્કૃષ્ટ સંક્લેશનું ગ્રહણ કર્યું છે. તથા પરિપૂર્ણ પ્રદેશસમૂહની પ્રાપ્તિનો સંભવ હોવાથી ઉપાંત્ય સમય અને અંત્ય સમયે ઉત્કૃષ્ટ યોગનું ગ્રહણ કર્યું છે. આવા સ્વરૂપવાળો નારકી પોતાના આયુના અંત્ય સમયે સંપૂર્ણ ગુણિતકાઁશ થાય છે. અને તેથી આ સંપૂર્ણ ગુણિતકર્માંશવાલો જીવ અહીં ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમનો સ્વામી થાય છે. એ પ્રમાણે અધિકાર છે. तत्तो उव्वट्टित्ता, आवलिगासमयतब्भवत्थस्स । આવરવિધચોસ - ગોરાતિયસત્તગુસ્સો ।। ૭૧ ॥ तत उद्वृत्य, आवलिकासमयतद्भवस्थस्य । आवरणविघ्नचतुर्दशौदारिकसप्तकोत्कृष्टः ॥ ७९ ॥ ૮૯ ઉપરના સ્થાનકોમાં વધારે નિક્ષેપ કરવાનું કારણ નીચેના સ્થાનકો તો ઉદય દ્વારા ભોગવાઇ ક્ષય થઇ જશે, પરંતુ ઉપરના સ્થાનકોમાં ગોઠવાયેલા દલિકો જ ગુણિતકર્માંશ થતાં સુધી ટકી શકશે માટે ઉ૫૨ના સ્થાનકોમાં પોતપોતાની ભૂમિકાને અનુસારે વધારે ગોઠવવાનું કહ્યું છે. ૯૦ ‘‘ઉપર ’’ શબ્દથી સપ્તસામાયિકાદિમાં નહીં પરંતુ અષ્ટસામાયિકમાં જ અસંખ્યગુણવૃદ્ધિએ વધવાનું ગ્રહણ કરવું. ૯૧ અંત્યથી ૩જા રજા સમયમાં ઉત્સંક્લેશ અને એ ૩ - ૨ રજા ૧લા સમયમાં ઉદ્યોગ ૨ - ૧ સ્થાપના વિષમ સમયરૂપ જાણવી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550