________________
૨૨૮
કર્મપ્રકૃતિ પરાધાત વગેરે ૪૬ અપરાવર્તમાન શુભપ્રકૃતિઓની અનુકૃષ્ટિ સર્વોત્કૃષ્ટ સ્થિતિબંધસ્થાનથી પોતપોતાના અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધ સુધી મતિજ્ઞાનાવરણીય વગેરેથી ઉલટા ક્રમે હોય છે. તે આ પ્રમાણે-સર્વોત્કૃષ્ટ સ્થિતિબંધસ્થાનમાં નીચે નીચેના સ્થિતિસ્થાનોની અપેક્ષાએ અલ્પ હોવા છતાં અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ રસબંધના અધ્યવસાયો હોય છે. તેમાંથી શરૂઆતના એક અસંખ્યાતમા ભાગ પ્રમાણ છોડી શેષ સર્વે અને છોડેલ સંખ્યાથી થોડા અધિક નવા અધ્યવસાયો સમય ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિબંધસ્થાનમાં હોય છે, સમય ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સ્થાનમાં જે અધ્યવસાયો છે તેના શરૂઆતના એક અસંખ્યાતમા ભાગ પ્રમાણ અધ્યવસાયો છોડી શેષ સર્વે અને છોડેલ અધ્યવસાયોથી થોડા વધારે નવા અધ્યવસાયો બે સમય ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિબંધસ્થાનમાં હોય છે.
એમ દરેક સ્થિતિબંધસ્થાનમાં અધ્યવસાયોમાંના શરૂઆતના એક એક અસંખ્યાતમા ભાગ પ્રમાણ અધ્યવસાયો છોડી શેષ સર્વે અને છોડેલ સંખ્યાથી થોડા વધારે નવા નવા અધ્યવસાયો નીચે નીચેના સ્થિતિબંધસ્થાનમાં જતા હોવાથી સર્વોત્કૃષ્ટ સ્થિતિબંધના અધ્યવસાયો પ્રથમ કંડકના ચરમ સ્થિતિસ્થાન સુધી જાય છે. એ જ પ્રમાણે સમયોન ઉત્કૃષ્ટ સ્થિતિબંધસ્થાનના રસબંધના અધ્યવસાયોની અનુકૃષ્ટિ કંડકના નીચેના પ્રથમ સ્થિતિબંધસ્થાનમાં, બે સમયોન ઉત્કૃષ્ટ સ્થિતિબંધસ્થાનના અધ્યવસાયોની કંડકની નીચેના બીજા સ્થિતિબંધસ્થાનમાં ત્રણ સમયોન ઉત્કૃષ્ટ સ્થિતિબંધસ્થાનના અધ્યવસાયોની કંડકની નીચેના ત્રીજા સ્થિતિસ્થાનમાં પૂર્ણ થાય છે. યાવતુ સર્વથી નીચેના કંડકના પહેલા સ્થિતિસ્થાનના અધ્યવસાયોની અનુકૃષ્ટિ તે જ કંડકના ચરમ સ્થિતિસ્થાન રૂ૫ અભવ્ય પ્રાયોગ્ય જધન્ય સ્થિતિસ્થાનમાં પૂર્ણ થાય છે.
સાતાવેદનીય વગેરે ૧૬ પરાવર્તમાન શુભપ્રકૃતિઓ અને અસતાવેદનીય વગેરે ૨૮ પરાવર્તમાન અશુભપ્રકૃતિઓની અનુકૃષ્ટિ વિચારતાં પહેલાં નીચેની બાબતો ખ્યાલમાં લેવી જરૂરી છે.
શુભ અને અશુભ પ્રતિપક્ષ પ્રકૃતિઓના જેટલાં સ્થિતિસ્થાનો પ્રત્યેક અંતર્મુહુર્તે પરાવર્તનપણે અર્થાત્ વારાફરતી બંધાય છે તેટલાં સ્થિતિસ્થાનોને આક્રાંત સ્થિતિસ્થાનો કહેવામાં આવે છે.
જેમ અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધથી પ્રતિપક્ષ બન્ને પ્રકૃતિઓમાંથી જે પ્રકૃતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ઓછો હોય ત્યાં સુધીના બધા સ્થિતિસ્થાનો આક્રાંત કહેવાય છે. તેથી અભવ્ય પ્રાયોગ્ય સાતા-અસતાવેદનીયના જઘન્ય સ્થિતિબંધથી સાતાના ૧૫ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સુધીના બધા સ્થિતિસ્થાનો બન્ને પ્રકૃતિના આક્રાંત કહેવાય અને તેમાંની જે પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ અધિક હોય તે સ્થિતિસ્થાનો શુદ્ધ કહેવાય છે. અર્થાત્ બન્ને પ્રકૃતિઓ બંધાય તેવા મધ્યમ પરિણામ ન હોય પણ વધારે ખરાબ પરિણામ હોય ત્યારે જ જે સ્થિતિ બંધાય છે, જેમ ૧૫ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિબંધ થકી અધિક સ્થિતિબંધ યોગ્ય સંફિલષ્ટ પરિણામ હોય ત્યારે સમયાધિક ૧૫ કોડાકોડી સાગરોપમથી ૩૦ કોડાકોડી સાગરોપમ સુધીની અસાતાની સ્થિતિ બંધાય છે, તેથી તે સર્વે સ્થિતિસ્થાનો શુદ્ધ કહેવાય છે.
એ જ પ્રમાણે પ્રતિપક્ષ બે પ્રકૃતિઓમાંથી જે પ્રકૃતિનો અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધથી પણ વધારે ઓછો જઘન્ય સ્થિતિબંધ હોય છે તે પ્રકૃતિઓના તેની પ્રતિપક્ષ પ્રકૃતિના અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધથી પોતાના જઘન્ય સ્થિતિબંધ સુધીના નીચેના સ્થિતિસ્થાનો શુદ્ધ હોય છે. અને તેથી જ અસાતાવેદનીયના અભવ્ય પ્રાયોગ્ય જધન્ય સ્થિતિબંધથી નીચે સાતવેદનીયના જઘન્ય સ્થિતિબંધ સુધીના સાતવેદનીયના શુદ્ધ સ્થિતિસ્થાનો હોય છે. અર્થાત્ વધારે વિશુદ્ધિવાળા પરિણામો હોય ત્યારે અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધથી પણ ઓછો સાતવેદનીયનો જઘન્ય સ્થિતિબંધ થાય છે માટે સાતાવેદનીયના તે સ્થિતિસ્થાનો શુદ્ધ કહેવાય છે.
અમુક અપવાદ વિના શુભપ્રકૃતિઓના ઉત્કૃષ્ટ સ્થિતિબંધથી અશુભપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વધારે હોય છે. માટે શુભપ્રકૃતિઓના ઉત્કૃષ્ટ સ્થિતિબંધથી અશુભપ્રકૃતિઓનો જેટલો વધારે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ હોય છે તે બધા અશુભપ્રકૃતિઓના શુદ્ધ સ્થિતિસ્થાનો હોય છે. વળી અશુભપ્રકૃતિઓના અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધથી પ્રાય: શભપ્રકૃતિઓના જઘન્ય સ્થિતિબંધ ઘણો ઓછો હોય છે, તેથી અશુભપ્રકૃતિઓના અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધથી શભપ્રકૃતિઓના નીચેના સ્થિતિસ્થાનો શુદ્ધ હોય છે.
0
.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org