________________
સંક્રમણકરણ
૪૧૧
ગાથાર્થ - ૧૨૬ ધ્રુવસત્તાક પ્રકૃતિઓનો અજઘન્ય પ્રદેશસંક્રમ ૪ પ્રકારે, તથા ૯ આવરણ, ૫ અંતરાયને, ઔદારિક-૭ =એ ૨૧ પ્રકૃતિ વિના ૧૦૫ ધ્રુવસત્તાક પ્રકૃતિઓનો અનુત્કૃષ્ટ પ્રદેશસંક્રમ સાઘાદિ ૪ પ્રકારે છે. ૧૦૫ પ્રકૃતિના શેષ ૨ વિકલ્પ અને શેષ ૨૧ પ્રકૃતિના શેષ ૩ વિકલ્પ અને શેષ પ્રકૃતિના સર્વ વિકલ્પ તે પ્રદેશસંક્રમને અંગે સાદિ - અધ્રુવ જાણવાં.
- તે પ્રમાણે લક્ષણ અને ભેદ પ્રરૂપણા કહીં. હવે સાદ્યાદિ પ્રરૂપણા કરે છે. ત્યાં મૂલ પ્રકૃતિઓનો પરસ્પર સંક્રમ થતો નથી તેથી ઉત્તર પ્રવૃતિઓની સાધાદિ પ્રરૂપણા કરવાની ઇચ્છાવાલા કહે છે. - ધ્રુવસત્તાકર્મની ૧૨૬ પ્રકૃતિઓનો - અજઘન્ય પ્રદેશસંક્રમ સાદિ - અનાદિ - ધ્રુવ અને અધ્રુવ એમ ૪ પ્રકારે છે. ત્યાં ક્ષપિત કમશવાલો જીવ (તનું સ્વરૂપ આગળ કહેવાશે) સર્વ પણ ધ્રુવસત્તા કર્મપ્રકૃતિઓનો ક્ષય કરવામાં તત્પર થયેલ જીવ જઘન્ય પ્રદેશસંક્રમ કરે છે, અને તે સાદિ અધ્રુવ છે. તેથી અન્ય સર્વ પણ અજઘન્ય પ્રદેશસંક્રમ છે. અને તે ઉપશમશ્રેણિમાં બંધવિચ્છેદ થયા પછી અજ0 પ્ર સંઇ થાય નહીં ત્યાંથી પડેલાને અજ0મસંક્રમ થાય તેથી સાદિ, તે (બંધવિચ્છેદ) સ્થાન નહીં પામેલા જીવને અનાદિ છે. ધ્રુવ - અધ્રુવ તે અભવ્ય - ભવ્ય અપેક્ષાએ છે. - ૧૨૬ ધ્રુવસત્તા કર્મપ્રકૃતિઓમાંથી જ્ઞાનાવરણ-૫, દર્શનાવરણ-૪ = આવરણ-૯, અંતરાય-૫ અને
દારિકસપ્તક - એ ૨૧ પ્રકૃતિઓ સિવાયની ૧૦૫ પ્રકૃતિઓનો અનુત્કૃષ્ટ પ્રદેશસંક્રમ ૪ પ્રકારે છે. તે આ પ્રમાણે કહે છે. - ગુણિતકમશ જીવ (તનું સ્વરૂપ આગળ ૭૪મી ગાથામાં કહેવાશે) સર્વપણ (૧૦૫) પ્રકૃતિઓના ક્ષયને માટે તત્પર થયેલ જીવને ઉત્કૃષ્ટ પ્રદેશસક્રમ પ્રાપ્ત થાય છે, બીજે નહીં, તેથી આ સાદિ અને અધ્રુવ છે. તેથી અન્ય સર્વ પણ અનુત્કૃષ્ટ પ્રદેશસંક્રમ, અને તે ઉપશમશ્રેણિમાં બંધવિચ્છેદ કરીને ત્યાંથી પડતાં અનુત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે તેથી સાદિ, તે (બંધવિચ્છેદ) સ્થાન નહીં પામેલાને અનાદિ, ધ્રુવ - અધ્રુવ પૂર્વની જેમ અભવ્ય - ભવ્ય અપેક્ષાએ છે.
૧૦૫ પ્રકૃતિઓના બાકીના વિકલ્પો જઘન્ય અને ઉત્કૃષ્ટ, અને જ્ઞાનાવરણીયાદિ-૨૧ પ્રકૃતિઓના જઘન્ય - ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ આટલા વિકલ્પો સાદિ - અધ્રુવ એમ બે પ્રકારે છે. ત્યાં ૧૦૫ પ્રકૃતિઓનો જઘન્ય - ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ સાદિ - અધ્રુવપણે પૂર્વ કહ્યો જ છે. અને જ્ઞાનાવરણીયાદિ - ૨૧ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ ગુણિતકમાંશ એવા મિથ્યાષ્ટિ કદાચિત્ પ્રાપ્ત થાય છે, બાકીના કાલે અનુત્કૃષ્ટ પ્રસંઇ પ્રાપ્ત થાય છે, તેથી આ બન્ને (ઉ0અનુ0 પ્રસંક્રમ) પણ સાદિ - અધ્રુવ એમ બે પ્રકારે છે. જઘન્ય પ્રસંક્રમ તો સાદિ - અધુવપણે પૂર્વે જ (૧૨૬ પ્રકૃતિઓની સાથે) કહ્યો છે. અને બાકીની આયુષ્ય વિનાની ૨૮ પ્રકૃતિઓના સર્વે પણ ઉત્કૃષ્ટ - અનુત્કૃષ્ટ - જઘન્ય - અજઘન્ય વિકલ્પો અધ્રુવસત્તાપણું હોવાથી સાદિ - અધ્રુવ બે પ્રકારે છે. મિથ્યાત્વમોહનીયનું ધ્રુવસત્તાકર્મ હોવા છતાં પણ પતંગ્રહ પ્રકૃતિના અભાવે અધ્રુવપણું છે. તેથી મિથ્યાત્વના ચારે વિકલ્પો સાદિ - અધ્રુવ છે. અને નીચગોત્ર, સાતા - અસતાવેદનીયના પણ ધ્રુવસત્તા હોવા છતાં પણ પતગ્રહ અને સંક્રમસ્થાનનું પરાવર્તમાનપણું હોવાથી ચારે વિકલ્પો સાદિ - અધ્રુવ બે પ્રકારે જાણવાં. (યંત્ર નં-૩૪ જુઓ).
ઇતિ ૩જી સાધાદિ પ્રરૂપણા સમાપ્ત. - અથ ૪થી ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ સ્વામિત્વ પ્રરૂપણા -
जो बायरतसकालेणूणं कम्मट्टिइं तु पुढवीए । बायरपज्जत्तापज्जत्तग दीहेयरद्धासु ॥ ७४ ।। जोगकसाउक्कोसो, बहुसो निच्चमवि आउबंधं च । जोगजहण्णेणुवरिल्ल ठिइनिसेगं बहुं किच्चा ॥७५ ॥ बायरतसेसु तक्काल मेवमंते य सत्तमखिईए । सबलहुं पज्जत्तो, जोगकसायाहिओ बहुसो ॥ ७६ ॥ जोगजवमज्झउवरि, मुत्तमच्छित्तु जीवियवसाणे । तिचरिमदुचरिमसमए, पूरित्तु कसायउक्कस्सं ॥ ७७ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org