________________
બંધનકરણ
૧૩૫
અને બીજા પણ હોય છે. અને તે સર્વનો અસંખ્યાતમો ભાગ મૂકીને બીજા સ્થિતિબંધની શરૂઆતમાં (૫૮માં) પ્રાપ્ત થાય છે અને બીજા પણ હોય છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી પલ્યોપમનો અસંખ્યાતમા ભાગ માત્ર સ્થિતિઓ (૫૬ સુધી) જાય. અહીં ઉત્કૃષ્ટ સ્થિતિ સંબંધી અનુભાગબંધ અધ્યવસાયસ્થાનની (૬૦ની) અનુકૃષ્ટિ પૂર્ણ થાય છે. તેથી નીચેના સ્થિતિસ્થાને (૫૫) સમય ઉન ઉત્કૃષ્ટ સ્થિતિ સંબંધી તેની (પત્ની) અનુકૃષ્ટિ પૂર્ણ પામે છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી નીચે ૧૮ કોડાકોડી સાગરોપમની સ્થિતિ (૪૦ સુધી) થાય. પછી ૧૮ કોડાકોડી સાગરોપમની ચરમ સ્થિતિમાં (૪૦માં) જેટલાં અનુભાગબંધ અધ્યવસાયસ્થાનો છે, તેટલાં નીચેના સ્થિતિબંધની શરૂઆતમાં (૩૯માં) તે સર્વ અને બીજા પણ હોય છે. અને તે સ્થાનના સર્વ તેથી પણ નીચેના સ્થિતિસ્થાનમાં (૩૮માં) હોય છે, તે સર્વે અને બીજા પણ હોય છે. (તાનિ ચ બન્યાનિ) એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય અનુભાગબંધ વિષય સ્થાવર નામ સંબંધી સ્થિતિપ્રમાણ સ્થિતિઓ (૨૦ સુધી) જાય. પછી અનન્તર (તરતના) સ્થિતિસ્થાનમાં (૧૯માં) પૂર્વની અનન્તર સ્થિતિસ્થાન સંબંધી (૨૦) અનુભાગબંધ અધ્યવસાયસ્થાનનો અસંખ્યાતમો ભાગ મૂકીને તે સર્વ અને બીજા પણ હોય છે. (તરે વેશ ગન્યાનિ ૫) પછી પણ નીચેના સ્થિતિબંધમાં (૧૮માં) પૂર્વની અનન્તર સ્થિતિસ્થાન સંબંધી (૧૯) અસંખ્યાતમો ભાગ મૂકીને બાકીના તે સર્વ અને બીજા હોય છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી પલ્યોપમના અસંખ્યેયભાગ માત્ર સ્થિતિઓ (૧૬) જાય. અહીં જઘન્ય અનુભાગબંધ વિષય સ્થાવર નામ સંબંધી સ્થિતિ પ્રમાણ કહેલી સ્થિતિની (૨૦ની) પ્રથમ સ્થિતિના અનુભાગબંધ અધ્યવસાયસ્થાન તેની અનુકૃષ્ટિ પૂર્ણ થઇ. તેથી નીચેની સ્થિતિસ્થાનમાં (૧૫માં) દ્વિતીય સ્થિતિસ્થાન સંબંધી અનુભાગબંધ અધ્યવસાયસ્થાનની (૧૯ની) અનુકૃષ્ટિ પૂર્ણ પામે છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી સર્વ જઘન્ય સ્થિતિ (૧૦) આવે. એ પ્રમાણે બાદર - પર્યાપ્ત - પ્રત્યેકની ભાવના કરવી. (પરિશિષ્ટ -૨માં ચિત્ર નંબર -૯ જુઓ)
ઇતિ ત્રસચતુષ્કની અનુકૃષ્ટિ સમાપ્ત ઇતિ અનુભાગ અધ્યવસાયની અનુકૃષ્ટિ સમાપ્ત
-: અર્થ અનુભાગ અધ્યવસાયની તીવ્રમંદતા :
तणुतुल्ला तित्थयरे, अणुकड्डी तिब्वमंदया एत्तो । સવ્વપાન નેવા, નહન્નયારૂં ગવંતમુળા ।। ૧ ।। तनुतुल्या तीर्थंकरे, अनुकृष्टिस्तीव्रमन्दतेतः । સર્વપ્રવૃતીનાં સેવા, નધન્યાવાવનન્તમુળાઃ || ૬૯ ||
ગાથાર્થ :- તીર્થંકર નામકર્મની અનુકૃષ્ટિ શરીર નામકર્મવત્ જાણવી. અને હવે તીવ્રમંદતા કહેવાય છે, ત્યાં સર્વ પ્રકૃતિઓની જઘન્યાદિ સ્થિતિઓમાં અનંતગુણ અનુભાગ હોય છે.
ટીકાર્થ :- તીર્થંકર નામકર્મની અનુકૃષ્ટિ તનુતુલ્યા - જેમ શરીર નામની પૂર્વ કહીં તેમ જાણવી. અહીંથી આગળ અનુભાગની તીવ્રમંદતા કહેવી જોઇએ. અને તે સર્વ પ્રકૃતિઓનો પોતપોતાના જઘન્ય અનુભાગબંધથી શરૂ કરીને જ્યાં સુધી ઉત્કૃષ્ટ અનુભાગંબંધ થાય ત્યાં સુધી દરેક સ્થિતિબંધમાં અનંતગુણ જાણવી, યથાક્રમે અનુભાગ અનંતગુણ કહેવો એ પ્રમાણે અર્થ છે. ત્યાં પણ અશુભ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિથી શરૂ કરીને ઉર્ધ્વમુખ અને શુભ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિથી શરૂ કરીને અધોમુખ ક્રમથી અનંતગુણ કહેવું. આ સામાન્યથી તીવ્રમંદતા કહી. હવે વિશેષથી કહે છે.
-: અથ પ્રથમ અપરાવર્તમાન અશુભ પ્રકૃતિવર્ગની તીવ્રમંદતા :
યંત્ર નં ૨૫ ઃ- ત્યાં ઘાતિકર્મની-૪૫ અશુભ વર્ણ-ગંધ-૨સ-સ્પર્શ-૯ અને ઉપધાત =૫૫ની જઘન્ય સ્થિતિમાં (૧૦માં) જઘન્ય અનુભાગ સર્વથી થોડો, તેથી બીજી સ્થિતિમાં (૧૧માં) જધન્ય અનુભાગ અનંતગુણ. તેથી પણ ત્રીજી સ્થિતિમાં (૧૨માં) જઘન્ય અનુભાગ અનંતગુણ. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી નિવર્તન કંડક (૧૪ સુધી) થાય. નિવર્તન કંડક એટલે જ્યાં જઘન્ય સ્થિતિબંધથી (૧૦થી) શરૂ થતી અનુભાગબંધ અધ્યવસાય સ્થાનોની અનુકૃષ્ટિ પૂર્ણ થાય ત્યાં સુધી મૂળથી શરૂ કરીને પલ્યોપમ અસંખ્યેયભાગમાત્ર સ્થિતિઓ છે. તે પંચસંગ્રહ બંધનક૨ણની ૯૧ મી ગાથામાં કહ્યું છે. ‘‘ૐ નિવત્તળતાં ચ પત્તિયસ્તસંહંસો'' ત્તિ :- કંડક અને નિવર્તન કંડક એ બંને પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં રહેલ સમયપ્રમાણ સંખ્યાનું નામ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jain library.cited