________________
બંધનકરણ
૧૬૫
स्थिरशुभपश्चकेउच्चत्रि, चेवं संस्थानसंघयणमूले (प्रथमे)।
तद् द्वितीयादौ द्विवृद्धि - रष्टादश सूक्ष्मविकलत्रिके ।। ७२ ॥ ગાથાર્થ :- (આ ગાથાનો સંબંધ પૂર્વોક્ત ગાથા સાથે છે માટે) સ્થિર-શુભપંચક-ઉચ્ચગોત્ર-પ્રથમ સંસ્થાન-પ્રથમ સંઘયણ - એ ૯ પ્રકતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૦ કોડાકોડીસાગરોપમની છે તથા દ્વિતીયાદિ સંસ્થાન તથા સંઘયણમાં દ્વિકવૃદ્ધિ (બે બે કોડાકોડીસાગરોપમની વૃદ્ધિ) કરવી તથા સૂક્ષ્મત્રિક અને વિકલત્રિક એ ૬ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૮ કોડાકોડીસાગરોપમ છે.
ટીકાર્થ :- સ્થિર, રામપંચ = શુભ-સુભગ-સુસ્વર-આદેય-યશ-કીર્તિ અને ઉચ્ચગોત્ર, મૂલ “એટલે પ્રથમ સંસ્થાન સમચતુરસ્ત્ર અને પ્રથમ સંઘયણ વજx8ષભનારાચ એ ૯ પ્રકૃતિઓનો એ પ્રમાણે અર્થ છે. પૂર્વોક્ત રીત પ્રમાણે ૧૦ કોડાકોડીસાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. એ પ્રમાણે અર્થ કરવો. ૧,૦૦૦ વર્ષ અબાધાકાળ પૂર્ણ થયે કર્મલિક - નિષેક થાય. તેમાં સંસ્થાન અને સંઘયણનો બીજા વગેરેથી બે કોડાકોડીસાગરોપમની વૃદ્ધિ છે. તે આ પ્રમાણે કહે છે. - બીજા સંસ્થાન - સંઘયણની ૧૨ કોડાકોડીસાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે, તેનો ૧૨૦૦ વર્ષ અબાધાકાળ, અને અબાધાકાળ પૂર્ણ થયે કર્મદલિક નિષેક થાય છે. ત્રીજા સંસ્થાન-સંઘયણની ૧૪ કોડાકોડીસાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે, તેથી ૧૪૦૦ વર્ષ અબાધાકાળ અને અબાધાકાળ હીન કર્મદલિક નિષેક થાય છે. ચોથા સંસ્થાન સંઘયણની ૧૬ કોડાકોડીસાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. તેથી ૧૬૦૦ વર્ષ અબાધાકાળ છે, અને અબાધાકાળ પૂર્ણ થયે કર્મદલિક નિષેક થાય છે. પાંચમા સંસ્થાન સંઘયણનો ૧૮ કોડાકોડીસાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે, તેથી તેનો ૧૮૦૦ વર્ષ અબાધાકાળ છે. તે અબાધા પૂર્ણ થયે તેનો કર્મદલિક નિષેક થાય છે. છઠ્ઠા સંસ્થાન-સંઘયણનો ૨૦ કોડાકોડીસાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. તેથી ૨૦૦૦ વર્ષ અબાધાકાળ છે, તે પૂર્ણ થયે કર્મદલિક નિષેક થાય છે.
કાત્તિ'' = સૂક્ષ્મત્રિકમાં સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ આવે, વિકલત્રિકમાં બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચઉરિન્દ્રિયજાતિ એ છ પ્રકૃતિઓની ૧૮ કોડાકોડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. તેનો પણ ૧૮૦૦ વર્ષ અબાધાકાળ, તે પૂર્ણ થયે કર્મદલિક નિષેક થાય છે.
तित्थगराहारटुगे, अंतो वीसं सनिच्चनामाणं । तेत्तीसुदही सुरनारयाउ सेसाउ पल्लतिगं ॥ ७३ ।। तीर्थंकराऽऽहारकद्रिके, अन्तो विंशति सनीच्चैनाम्नाम् ।
त्रयस्त्रिंशदुदधयः सुर-नारकायुषः शेषायुषोः पल्यत्रिकम् ।। ७३ ।। ગાથાર્થ:- તીર્થંકર નામકર્મની અને આહારકદ્ધિકની અન્તઃકોડાકોડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. શેષ નામપ્રકૃતિઓની ૨૦ કોકો, સાગરો દેવાયુ - નરકાયુની ૩૩ સાગરોપમ મનુષ્પાયુષ્ય અને તિર્યંચાયુષ્યની ઉ0 સ્થિતિ ૩ પલ્યોપમ છે.
- તીર્થંકર અને આહારકદ્ધિક = આહારકશરીર અને આહારક અંગોપાંગની “સંત” ત્તિ અંતઃકોડાકોડીસાગરોપમની ઉસ્થિતિ છે. અંતર્મ અબાધાકાળ છે. અને અબાધાકાળ પૂર્ણ થયે કર્મલિક - નિષેક થાય છે. “સનિત્રામા' તિ - નીચગોત્રસહિત બાકીની નામ પ્રકૃતિઓ... નરકગતિ - નરકાનુપૂર્વી - તિર્યંચગતિ - તિર્યંચાનુપૂર્વી – એકેન્દ્રિયજાતિ - પંચેન્દ્રિયજાતિ - તૈજસ - કાર્પણ - દારિકશરીર - વૈક્રિયશરીર - ઔદારિક અંગોપાંગ - વૈક્રિય અંગોપાંગ - વર્ણ - ગંધ - રસ - સ્પર્શ - અગુરુલઘુ - ઉપઘાત - પરાઘાત - ઉચ્છવાસ - આતપ - ઉદ્યોત - અપ્રશસ્તવિહાયોગતિ - ત્રસ - સ્થાવર – બાદર – પર્યાપ્ત - પ્રત્યેક - અસ્થિર - અશુભ - દુર્ભગ - દુ:સ્વર - અનાદેય - અયશકીર્તિ - નિર્માણ એ ૩૬ પ્રકૃતિઓની ૨૦ કોડાકોડીસાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ, ૨૦૦૦ વર્ષ અબાધાકાળ અને તે પૂર્ણ થયે કર્મદલિક નિષેક થાય છે. અહીં દારિક આદિ જે બંધન સંઘાતન, તેઓની સ્થિતિ પણ પોતાના શરીર તુલ્ય : જાણવી. તે આ પ્રમાણે કહ્યું છે કે :- “સ્થિત્યયવધેવતા: સતવિશ્વના સ્વશીરતાન્યા જોયા'' રૂતિ T સ્થિતિ - ઉદય - બંધ - કાલ-સંઘાત અને બંધનોના પોતાના શરીર તુલ્ય જાણવો. દેવ-નારકના આયુષ્યની ઉત્કૃષ્ટસ્થિતિ ૩૩ સાગરોપમ પૂર્વક્રોડીનો ત્રીજો ભાગ અધિક છે અને પૂર્વક્રોડીનો ત્રીજો ભાગ અબાધાકાળ છે.) અબાધાકાળ રહિત કર્મદલિક નિષેક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org