________________
બંધનકરણ
૧૭
उवरि मिस्साणि जहनगो, सुभाणं तओ विसेसहिओ । होइ असुभाण जहबो, संखेज्जगुणाणि ठाणाणि ॥९८॥ बिट्ठाणे जवमज्झा, हेट्ठा एगंतमीसगाणुवरि । एवं तिचउट्ठाणे, जवमज्झाओ य डायठिई ॥१९॥ अंतोकोडाकोडी, सुभविट्ठाण जवमझओ उवरि । एगंतगा विसिट्ठा सुभजिट्ठा डायठिइजेट्ठा ॥१०॥ अनाकारप्रायोग्याः द्विस्थानगतास्त द्विविधप्रकृतीनाम् । साकारा : सर्ववाऽप्यधस्तोकानि यवमध्यात् ।।९६॥ स्थानानि चतुस्स्थानात् , संख्येयगुणान्युपर्येवमेव । त्रिस्थाने द्विस्थाने, शुभानामेकान्तमिश्राणि ॥१७॥ उपरि मिश्राणि जघन्यकः शुभानां ततो विशेषाधिकः । भवत्यशुभानां जघन्यः, संख्येयगुणानि स्थानानि ।।९८॥ द्विस्थानस्य यवमध्यात्, अधएकान्त मिश्रकाणामुपरि । एवं त्रिचतुस्स्थानयोः, यवमध्याच्च डायस्थितिः ।।९९॥ अन्त:कोटिकोटिः, शुभद्विस्थानयवमध्यत उपरि ।
एकान्तानि विशिष्ठा, शुभज्येष्ठा डायस्थितिज्येष्ठाः ॥१००। ગાથાર્થ :- ટીકાની જેમ.
ટીકાર્થ :- બંધ વિશે રસભેદને વિષે સંજ્ઞા-વિશેષ કહે છે. બે પ્રકારે શુભ અથવા અશુભ પરાવર્તમાન પ્રકૃતિઓનો રસ અનાકાર પ્રાયોગ્ય છે. અર્થાતું બંધને આશ્રયીને તથાવિધ મન્દ પરિણામ યોગ્ય હોવાથી અનાકાર ઉપયોગ યોગ્ય વ્યવહાર વિષયક છે. એ પ્રમાણે અર્થ છે. નિશ્ચયથી ક્રિસ્થાનકગત જ છે, બીજા નહીં. ત્તા સ્થાનિધાને' એ એવકાર અર્થમાં છે. એ પ્રમાણે નામાનુશાસન (નામમાળા)માં કહેલ હોવાથી, સાકાર અર્થાત્ બંધને આશ્રયીને તીવ્ર પરિણામ યોગ્ય હોવાથી સાકારોપયોગ યોગ્યત્વ વ્યવહાર વિષયક છે. ફરી સર્વ ઠેકાણે પણ ક્રિસ્થાન આદિમાં પ્રાપ્ત થાય છે. ક્રિસ્થાનકગત-ત્રિસ્થાનકગત અને ચતુઃસ્થાનકગત રસબંધને આશ્રયીને* સાકારોપયોગ યોગ્ય કહેવાય છે. એ પ્રમાણે અર્થ છે. અહીં ત્રિસ્થાનક અને ચતુઃસ્થાનક રસ ફક્ત સાકારોપયોગવાળો છે. દ્રિસ્થાનક તો ઉભય એટલે સાકાર-નિરાકારોપયોગવાળો છે. એ રીતે સંજ્ઞા ભેદ ફલિત થાય છે.
હવે સર્વ સ્થિતિસ્થાનોનું અલ્પબદુત્વ કહે છે. “હા” ઈત્યાદિ પરાવર્તમાન શુભપ્રકૃતિઓનો ચતુઃસ્થાનકરસમાં જે યવમધ્ય તેથી નીચે સ્થિતિસ્થાનો સર્વથી અલ્પ છે. તેથી ચતુઃસ્થાનક રસ લેવમધ્યની ઉપર સ્થિતિસ્થાનો સંખ્યયગુણ
૧૩૫
પ્રખ:- જ્યારે શુભનો બે ઠારિયો રસ બંધાય છે. ત્યારે અશુભનો ૪ ઠાતુ બંધાય છે. એટલે શુભની અપેક્ષાએ અનાકારોપયોગ માનવો પડે અને અશુભની અપેક્ષાએ સાકારોપયોગ માનવો પડે. એક જ સમયે આ બન્ને ઉપયોગ કેવી રીતે હોય શકે ? ઉત્તર :- ઉપયોગનું પ્રતિપાદન બે પ્રકારે છે. (૧) પદ્યર્થના સામાન્ય કે વિશેષબોધ કરાવનાર અનાકાર-સાકાર ઉપયોગ સ્વરૂપ અને (૨) કષાયોની વિશેષ પ્રકારની પરિણતિ સ્વરૂપ ઉપયોગ કે જે સ્થિતિબંધ-રસબંધમાં ભાગ ભજવે છે. પ્રસ્તુતમાં પ્રથમ પ્રકારના ઉપયોગની વિવેક્ષા નથી કે જેથી યુગ૫૬ બે ઉપયોગ માનવાનો વિરોધ આવે. બીજા પ્રકારના સાકાર-નિરાકાર ઉપયોગ યુગપ૬ હોવામાં કોઈ વિરોધ નથી. પ્રશ્ન :- કષાય પરિણતિમાં ઉપયોગપણું શું છે અને સાકારત્વ-નિરાકારત્વ શું છે ? ઉત્તર :- સ્થિતિબંધ-રસબંધ સ્વરૂપ સ્વકાર્ય કરવાપણું એ જ તેનો ઉપયોગ છે. જે કષાયપરિશતિ રસબંધસ્વરૂપ સ્વકાર્ય અત્યંત અનુત્કટ સામાન્ય કરે છે એ અનાકારોપયોગ. અને જે કષાય પરિશતિ આકાર=વિશેષ=વિશિષ્ટ રસબંધત્વથી યુક્ત હોય છે તે સાકાર ઉપયોગ કહેવાય છે. પ્રસ્તુતમાં આવા સાકાર-અનાકાર ઉપયોગની વાત હોવાથી કોઈ વિરોધ નથી. આગળ ૨૨ બોલના અલ્પબદુત્વમાં જે મિશ્ર ઉપયોગ કહ્યો છે. ત્યાં પણ આ જ રીતે સમાધાન જાણવું. આવા શંકા-સમાધાન ચૂર્ણિની ટીપસમાં આપેલા છે.
Jain Education Interational
For Personal & Private Use Only
www.jainelibrary.org