________________
બંધનકરણ
૧૯૯ પલ્યોપમ લક્ષણવાનું તેઓ દેવ-નારકો ન બાંધે. તેથી તિર્યંચ મનુષ્ય આયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધક તિર્યંચ અથવા મનુષ્ય જ પૂર્વક્રોડી આયુષ્યવાલા તત્પ્રાયોગ્ય વિશુદ્ધ જાણવાં. સમ્યગુદૃષ્ટિ અને અતિવિશુદ્ધ મિથ્યાદૃષ્ટિ દેવાયુષ્ય જ બાંધે. તેથી મિથ્યાદૃષ્ટિવાલો અને તત્પ્રોગ્ય વિશુદ્ધ તે બન્ને વિશેષણ છે. વળી નારક આયુષ્યનો તે જ મિથ્યાદૃષ્ટિ
ોગ્ય સંફિલષ્ટ કહેવાં. અત્યન્ત શુદ્ધ અને અત્યન્ત સંફિલષ્ટને આયુષ્યના બંધનો સર્વથા નિષેધ છે. નરકદ્ધિક-વૈક્રિયદ્વિકનો તેજ મિથ્યાદૃષ્ટિ તિયચ-મનુષ્ય સર્વ સંકૂિલષ્ટ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ હોય છે. વિકલજાતિત્રિક, સૂક્ષ્મત્રિકનો તત્પ્રાયોગ્ય સંફિલષ્ટ જાણવાં. કારણકે અતિસંફિલષ્ટ તો આ પ્રકૃતિના બંધનું ઉલ્લંઘન કરીને નરક પ્રાયોગ્ય જ બાંધે. વિશુદ્ધ વિશુદ્ધિની તરતમતાથી પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય અને મનુષ્ય પ્રાયોગ્ય અથવા દેવપ્રાયોગ્ય બાંધે છે તેથી ત_પ્રાયોગ્ય સંકલેશનું ગ્રહણ કર્યું છે. દેવદ્વિકનો પણ તત્પ્રાયોગ્ય સંફિલષ્ટ જાણવાં, અતિસંફિલષ્ટ તો અધોવર્તિ મનુષ્ય આદિ પ્રાયોગ્ય બંધનો સંભવ છે. વળી વિશુદ્ધિમાં ઉત્કૃષ્ટ બંધનો અભાવ છે.
સ્થાવર-એકેન્દ્રિયજાતિ, આપનો ઈશાન સુધી દેવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે છે. તેથી આગળના દેવો એકેન્દ્રિય પ્રાયોગ્યનો બંધ નથી તેથી નિષેધ છે. તિર્યંચ મનુષ્ય તો એટલાં સંફિલષ્ટમાં વર્તતાં આ બંધ અતિક્રમીને નરક પ્રાયોગ્ય જ બાંધે છે. તેથી તેઓનો પણ નિષેધ છે.
તિર્યંચદ્ધિક ઔદારિકદ્ધિક ઉદ્યોત, સેવા સંઘયણ એ ૬ પ્રકૃતિઓનો દેવ-નારકો ઉત્કૃષ્ટ સ્થિતિબંધક થાય છે. મનુષ્ય અને તિર્યંચ તો આ બંધ યોગ્ય સંલેશે વર્તતાં આ ૬ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ ૧૮ કોડાકોડી લક્ષણવાળી મધ્યમસ્થિતિને બાંધે છે, પરંતુ ૨૦ કોડાકોડી લક્ષણવાળી ઉત્કૃષ્ટ સ્થિતિ ન બાંધે, અને અતિ સંકલેશમાં વર્તતાં તેઓ નરક યોગ્ય જ બાંધે, તેથી તેઓનો ત્યાગ કર્યો છે. અને દેવ નારકો તો અતિસંફિલષ્ટ પણ તિર્યંચગતિ પ્રાયોગ્ય જ બાંધે છે, તેથી તેઓનું ગ્રહણ કર્યું છે. અને અહીં સામાન્યથી કહેવા છતાં પણ સેવાસંઘયણ-દારિક અંગોપાંગના ઉત્કૃષ્ટ સ્થિતિબંધકો સનત્કુમાર આદિ દેવો જાણવાં, ઈશાન સુધીના નહીં, કારણકે તે તો તત્પ્રાયોગ્ય સંકલેશમાં વર્તતાં હોય તો આ બન્ને પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પણ ૧૮ કોડાકોડી લક્ષણવાળી મધ્યમ જ સ્થિતિ બાંધે છે. અને સર્વ ઉત્કૃષ્ટ સંકુલેશવાળા એકેન્દ્રિય પ્રાયોગ્ય જ બાંધે છે. અને આ બે પ્રકૃતિઓ એકે પ્રાયોગ્યમાં અન્તર્ભત નથી કહેવી.
એ ૨૮ પ્રકૃતિઓ સિવાયની ૯૨ પ્રકૃતિઓનો મિથ્યાદૃષ્ટિ ચારે ગતિના જીવો પણ ઉત્કૃષ્ટ સ્થિતિના બંધક છે. ત્યાં વર્ણાદિ-૪, તેજસ, કાર્મણ, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, ભય, જુગુપ્સા, મિથ્યાત્વ, કષાય-૧૬, જ્ઞાનાવરણ-૫, દર્શનાવરણ-૯, અંતરાય-૫ લક્ષણવાળી. ૪૭ ધ્રુવબંધિ પ્રવૃતિઓ અને અધૂવબંધિનીઓ મળે પણ અસાતા, અરતિ શોક, નપુંસકવેદ, પંચેન્દ્રિયજાતિ, હુડકસંસ્થાન, પરાઘાત, ઉચ્છવાસ, અશુભવિહાયોગતિ, ત્રણચતુષ્ક, અસ્થિરષદ્ધ, નીચેગોત્ર લક્ષણવાળી ૨૦ પ્રકૃતિઓ= ૬૭ પ્રકૃતિઓનો સર્વ ઉત્કૃષ્ટ સંકુલેશ વડે ઉત્કૃષ્ટ સ્થિતિ ચારે ગતિના પણ મિથ્યાદૃષ્ટિ બાંધે છે.
બાકીની અધ્રુવબંધિનીનો સાતા, રતિ, હાસ્ય, સ્ત્રી-પુરુષવેદ, મનુષ્યદ્રિક, પ્રથમ સંસ્થાન-૫, સંઘયણ-૫, પ્રશસ્તવિહાયોગતિ, સ્થિરષક, ઉચ્ચગોત્ર લક્ષણવાળી ૨૫ પ્રકૃતિઓનો તે બંધકને વિષે તત્ પ્રાયોગ્ય સંકિલષ્ટ ઉત્કૃષ્ટ સ્થિતિબંધક જાણવાં. (યંત્ર નંબર - ૪૮ જુઓ)
ઇતિ ઉત્કૃષ્ટ સ્થિતિબંધના સ્વામિત્વ પ્રરૂપણા સમાપ્ત (- અથ જઘન્ય સ્થિતિબંધના સ્વામિત્વ પ્રરૂપણા:-)
આહારદ્ધિક, જિનનામનો અપૂર્વકરણે ક્ષપક તે બંધના ચરમ સ્થિતિબંધમાં વર્તતો જઘન્ય સ્થિતિબંધક થાય છે. તે બંધકને વિષે જ તેનું અતિવિશુદ્ધિપણું હોવાથી. અને તિર્યંચ-મનુષ્ય-દેવાયુ સિવાય કર્મની જઘન્ય સ્થિતિ વિશુદ્ધિ પ્રત્યયિક હોવાથી.
સંજવલન-૪, પુરુષવેદ, અનિવૃત્તિ બાદર ગુણસ્થાનકે ક્ષપક તેના બંધના પોત પોતાના ચરમ સ્થિતિબંધે વર્તતો જઘન્ય સ્થિતિનો બંધક થાય છે. તે બંધકને વિષે તેનું અતિવિશુદ્ધિપણું હોવાથી.
જ્ઞાનાવરણ-૫, દર્શનાવરણ-૪, અતંરાય-૫, સાતાવેદનીય યશકીર્તિ, ઉચ્ચગોત્ર લક્ષણવાલી(૧૭) પ્રકૃતિઓનો સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે ચરમ સ્થિતિબંધે વર્તતો ક્ષપક જીવ જઘન્ય સ્થિતિબંધક થાય છે. તે બંધકને વિષે તેનું જ અતિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org