________________
૭૨
કર્મપ્રકૃતિ
અસંખ્યયગણાધિક કહેવું. એ પ્રમાણે આ અસંખ્યયગુણાધિક સ્થાનો કંડક માત્ર કહેવાં. પછી પૂર્વેની રીતે અસંખ્ય ગુણાધિક સ્થાન પ્રસંગે અનંતગુણાધિક સ્થાન એક કહેવું. પછી પૂર્વ અતિક્રાન્ત કર્યા તે સર્વ કહી ક્રમથી અનંતગુણાધિક કંડકમાત્ર કહેવાં. તેઓની ઉપર ફરી પણ પોતાના પાંચ વૃદ્ધિ સ્થાનો કહેવાં. જે અનંતગુણવૃદ્ધ સ્થાન પ્રાપ્ત ન થાય, ષસ્થાનનું પરિસમાપ્તિપણું હોવાથી. એ પ્રમાણે અસંખ્યષસ્થાનકો શરીરસ્થાનને વિષે થાય છે. સર્વ પણ શરીરસ્થાનો *અસંખ્યયલોકાકાશ પ્રદેશ પ્રમાણ થાય છે. એ રીતે નામપ્રત્યયસ્પર્ધકની પ્રરૂપણા કરી.
| ઇતિ નામપ્રત્યયસ્પર્ધક પ્રરૂપણા સમાપ્ત
- -: અથ ૩ જી પ્રયોગપ્રત્યય સ્પર્ધક પ્રરૂપણા :-) ટીકાર્થ :- ત્યાં પ્રયોગ =પ્રકષ્ટ યોગ એ પ્રમાણે વ્યુત્પત્તિ છે, સ્થાનવૃદ્ધ વડે (અર્થાત્ યોગસ્થાનની વૃદ્ધિ વડે) કેવલ યોગ પ્રત્યયથી બંધાતા કર્મપરમાણુને વિષે જે રસ સ્પર્ધકની રીતથી વધે તે પ્રયોગપ્રત્યયસ્પર્ધક. અને પંચસંગ્રહ બંધનકરણની ગાથા ૩૬ માં કહ્યું છે કે ““રોડ પોનો ગોળો, તાવિવVIફ નો ૩ રસો. પરિવર્ડ ની ઘોડાફ તવ રેંતિ | '' અર્થ :- પ્રયોગ એટલે યોગ વીર્યવ્યાપાર જીવ સંબંધી યોગસ્થાનની વૃદ્ધિ વડે જે રસ સ્પર્ધકરૂપે વૃદ્ધિ પામે છે તે પ્રયોગપ્રત્યય સ્પર્ધક કહેવાય છે. આની પ્રરૂપણા નામપ્રત્યયસ્પર્ધક પ્રરૂપણાની જેમ જાણવી. તે પંચસંગ્રહ બંધનકરણની ગાથા ૩૭ માં કહ્યું છે. “માનવા-તરતા-I પ્રત્યે નર પત્ર ટાણાવાળો, મત ગણવું વર્જીતિ . ' અર્થ :- અવિભાગ, વર્ગણા, સ્પર્ધક, અંતર, અને સ્થાનાદિનું સ્વરૂપ જેમ પહેલા નામપ્રત્યયસ્પર્ધકમાં કરી તેમ અહીં પ્રયોગપ્રત્યયસ્પર્ધકમાં પણ કરવી. સ્થાનોની આદિ વર્ગણા અનંતગુણપણે લઇ જવી. તે આ પ્રમાણે કહે છે.
પ્રથમ સ્થાન સંબંધી પ્રથમ વર્ગણામાં સકલ પુદ્ગલગત સ્નેહાવિભાગ સર્વથી થોડા, તેથી બીજા સ્થાનમાં રહેલા પ્રથમ વર્ગણામાં અનંતગુણ, તેથી પણ ત્રીજા સ્થાનમાં રહેલ પ્રથમ વર્ગણામાં અનંતગુણ, એ પ્રમાણે ત્યાં સુધી જાણવું કે છેલ્લું સ્થાન આવે. “અત્તરાખI ''અહીં આદિ શબ્દથી કંડક અને ષસ્થાન એ બે ગ્રહણ કરવા. તેથી તેના અધિકપણાથી તે બે વધવાથી નામપ્રત્યયસ્પર્ધક પ્રરૂપણા અને પ્રયોગપ્રત્યયસ્પર્ધક પ્રરૂપણામાં દરેકમાં ૬ + ૨ =૮ અનુયોગદ્વારા કહેવાં.
- હવે આનું અલ્પબહુત કહે છે. સ્નેહપ્રત્યયસ્પર્ધકની જઘન્ય વર્ગણામાં સકલ પગલગત સ્નેહવિભાગ સર્વથી થોડા છે, તેથી તેની જ ઉત્કૃષ્ટ વર્ગણામાં અનંતગુણ, તેથી પણ નામપ્રત્યયસ્પર્ધકની જઘન્યવર્ગણામાં અનંતગુણ, તેથી પણ તેની જ ઉત્કૃષ્ટ વર્ગણામાં અનંતગુણ, તેથી પણ પ્રયોગપ્રત્યયસ્પર્ધકની જઘન્ય વર્ગણામાં અનંતગુણ, તેથી પણ તેની જ ઉત્કૃષ્ટ વર્ગણામાં અનંતગુણ હોય છે.
હવે ગાથાનો અક્ષરાર્થ કહે છે. નામપ્રત્યયને પ્રયોગપ્રત્યયસ્પર્ધકને વિષે પણ અવિભાગ વર્ગણાદિ અનુયોગ પૂર્વની જેમ જાણવાં. તે આ પ્રમાણે કહે છે. સ્નેહપ્રત્યયસ્પર્ધક જેમ અહીં પણ અવિભાગ વર્ગણા એક એક સ્નેહાવિભાગ વૃદ્ધિથી અનંત છે. તથા થોડા સ્નેહથી બંધાયેલા પુદ્ગલો વધારે, ઇતર (એટલે વધારે નેહથી બંધાયેલા પુદ્ગલો) થોડા હોય છે. જે અસંખ્યલોકે દ્વિગુણહીન એ પ્રમાણે કહ્યું તેનો અહીં અસંભવ હોવાથી સંબંધ નથી. સ્નેહપ્રત્યયસ્પર્ધકને વિષે પણ તે વ્યાતિથી બધાનું ગ્રહણ થાય તે રીતે જોડવાનું નથી, પરંતુ સંભવ પ્રમાણે જ તેને જોડવાનું જ ત્યાં ઇષ્ટ છે. યથાસંભવ જ કહેલ છે.
તથા “સિ” તિ આ સ્નેહપ્રત્યય, નામપ્રત્યય, પ્રયોગપ્રત્યય સ્પર્ધકોની પ્રત્યેકની પોત પોતાની જઘન્ય ઉત્કૃષ્ટ વર્ગણા બુદ્ધિથી જૂદી કરીને તેઓને ક્રમથી તે (વર્ગણાઓને વિષે) “ઘાય’ તિ નિવિતા: તેરા - દેશગુણ નિર્વિભાગ ભાગરૂપ સકલ પુદ્ગલગત નેહાવિભાગ અનંતગુણપણે જાણવાં. એ પ્રમાણે ઉચિત અધ્યાહારથી વ્યાખ્યા કરવી. (ચિત્ર નં. - જુઓ)
ઇતિ પ્રયોગપ્રત્યયસ્પર્ધક પ્રરૂપણા સહ સ્નેહપ્રરૂપણા સમાપ્ત
૭૬ અત્રે છ સ્થાન વૃદ્ધિ પણ અસંખ્ય સંભવે. ૭૭ એ ભાવાર્થ બહુશ્રુતથી જાણવો. ૭૮ અહીં યોગ પ્રત્યયથી ગ્રહણ થતા દરિકાદિ પરમાણુ નહીં કહેતાં માત્ર કર્મ પરમાણુનું ગ્રહણ કરવાનું કારણ શ્રી બહુશ્રુતથી વિચારવું. ૭૯ સ્નેહપ્રત્યયસ્પર્ધકના અંતિમ વિભાગથી જ પુદગલોમાં અનંતગુણ હાનિનો પ્રારંભ થયેલો છે. તે જ અનંતગુણહાનિ અત્રે પણ ચાલુ હોવાથી શેષ
હાનિના અભાવે દ્વિગુણ હાનિનો સંભવ પ્રયોગપ્રત્યય સ્પર્ધકમાં કેમ સંભવે ? માત્ર અનંતગુણહાનિ સંભવે ઇતિ હેતુ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org