________________
કર્મપ્રકૃતિ
ઉચ્છવાસ-પરાઘાત-ઉપઘાત-અગુરુલઘુ-જિનનામકર્મ-એ (૬ પ્રકૃતિઓનું) અલ્પબદુત્વ નથી. કારણકે આ અલ્પબદુત્વ બાકીના વર્ષોની અપેક્ષાએ કૃષ્ણવર્ણની જેમ સજાતીય પ્રકૃતિની અપેક્ષાએ વિચારાય છે, અને આ પ્રવૃતિઓ પરસ્પર સજાતીય નથી, અભિન્ન =જુદી ન પાડી શકાય એવી મૂલપ્રકૃતિનો અભાવ હોવાથી, એકી સાથે બંધ થતો હોવાથી પ્રતિપક્ષ પણ નથી. તેથી અહીં તેનો અધિકાર નથી.
તથા ઉત્કૃષ્ટપદે નીચગોત્રનો પ્રદેશસમૂહ સર્વથી અલ્પ, તેથી ઉચ્ચગોત્રનો વિશેષાધિક છે. '
તથા અંતરાયને વિષે ઉત્કૃષ્ટપદે દાનાંતરાયનો પ્રદેશસમૂહ સર્વથી અલ્પ, તેથી લાભાંતરાયનો વિશેષાધિક, તેથી ભોગાંતરાયનો વિ૦, તેથી ઉપભોગાંતરાયનો વિ૦, અને તેથી વિયતરાયનો વિશેષાધિક છે. ઉત્તરપ્રવૃતિઓનું ઉત્કૃષ્ટપદે પ્રદેશસમૂહનું અલ્પબદુત્વ કહ્યું.
ઇતિ ઉત્કૃષ્ટપદે પ્રદેશાગ્ર અભબહુત સમાપ્ત
-: અથ જઘન્યપદે પ્રદેશાગ્રા~બહુત :હવે જઘન્યપદે તે (પ્રકૃતિઓનું) અલ્પબહુત કહે છે. - ત્યાં જ્ઞાનાવરણ-દર્શનાવરણ પ્રકૃતિઓનું જે પ્રમાણે ઉત્કૃષ્ટપદે કહ્યું તે પ્રમાણે જ જાણવું.
મોહનીયને વિષે જઘન્યપદે અપ્રત્યાખ્યાનમાનનો સર્વથી અલ્પ, તેથી અપ્રત્યાખ્યાન-ક્રોધનો વિશેષાધિક, તેથી અપ્રત્યાખ્યાન-માયાનો વિશેષાધિક, તેથી પણ અપ્રત્યાખ્યાન-લોભનો વિશેષાધિક, તેથી પ્રત્યાખ્યાનાવરણ અને અનંતાનુબંધિ માન-ક્રોધ-માયા-લોભનો જે પ્રમાણે પહેલા કહ્યું તે રીતે અનુક્રમે વિશેષાધિક કહેવો, તેથી મિથ્યાત્વનો વિશેષાધિક, તેથી જુગુપ્સાનો અનંતગુણ, તેથી ભયનો વિશેષાધિક, તેથી હાસ્ય-શોકનો વિશેષાધિક, સ્વસ્થાને તે બંને પરસ્પર તુલ્ય, તેથી રતિ-અરતિનો વિશેષાધિક, સ્વસ્થાને તે બંને પરસ્પર તુલ્ય, તેથી કોઇપણ એક વેદનો. વિશેષાધિક, તેથી સંજ્વલન-૪નો યથાક્રમે વિશેષાધિક છે. (માન-ક્રોધ-માયા-લોભ અનુક્રમે વિશેષાધિક છે, એમ પૂ૦ મલયગિરિ મહારાજની ટીકામાં અને ચૂર્ણમાં કહ્યું છે.)
તથા આયુષ્યને વિષે જઘન્યપદે પ્રદેશસમૂહ તિર્યંચ - મનુષ્યાયુષ્યનો અલ્પ, તેથી દેવ - નરકાયુષ્યનો અસંખ્ય ગુણ છે.
તથા નામકર્મમાં ગતિને વિષે જઘન્યપદે પ્રદેશસમૂહ તિર્યંચગતિનો સર્વથી અલ્પ, તેથી મનુષ્યગતિનો વિશેષાધિક, તેથી દેવગતિનો અસંખ્યયગુણ, તેથી નરકગતિનો અસંખ્યયગુણ છે. તથા જાતિને વિષે બેઇન્દ્રિયાદિ-૪ જાતિનો પ્રદેશસમૂહ સર્વથી અલ્પ, તેથી એકેન્દ્રિયનો વિશેષાધિક છે. તથા શરીરનામને વિષે દારિકશરીરનો પ્રદેશસમૂહ સર્વથી અલ્પ, તેથી તેજસનો વિશેષાધિક, તેથી કાર્પણનો વિશેષાધિક, તેથી વૈક્રિયશરીરનો અસંખ્યયગુણ, તેથી પણ આહારક શરીરનો અસંખ્યયગુણ છે. એ પ્રમાણે સંઘાતનનામને વિષે પણ કહેવું. તથા અંગોપાંગનામને વિષે જઘન્યપદે પ્રદેશસમૂહ દારિક અંગોપાંગનો સર્વથી-અલ્પ, તેથી વૈક્રિય અંગોપાંગનો અસંખ્યયગુણ, તેથી આહારક અંગોપાંગનો અસંખ્યયગુણ છે. તથા દેવ-નરકાનુપૂર્વીનો જઘન્યપદે પ્રદેશસમૂહ સર્વથી અલ્પ, તેથી મનુષ્યાનુપૂર્વીનો વિશેષાધિક, તેથી પણ તિર્યંચાનુપૂર્વીનો વિશેષાધિક છે. તથા ત્રસનામનો પ્રદેશસમૂહ સર્વથી અલ્પ, તેથી સ્થાવરનામનો વિશેષાધિક છે. એ પ્રમાણે બાદર-સૂક્ષ્મ, પર્યાપ્ત-અપર્યાપ્ત, પ્રત્યેક-સાધારણને વિષે જાણવું. બાકીની નામ પ્રવૃતિઓનું અલ્પબદુત્વ નથી.
તથા સાતા-અસતાવેદનીય, ઉચ્ચગોત્ર-નીચગોત્રનું પણ અલ્પબદુત્વ નથી. તથા અંતરાયને વિષે જે પ્રમાણે ઉત્કૃષ્ટપદમાં કહ્યું તે પ્રમાણે જ જાણવું.
અહીં જ્યારે પ્રાણી ઉત્કૃષ્ટ યોગસ્થાનવર્તી હોય, અને જ્યારે મૂલપ્રકૃતિ અને ઉત્તરપ્રકૃતિઓનો અત્યંત અલ્પ બંધક હોય, તથા અન્ય પ્રકૃતિઓના દલિક ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે, ત્યારે ઉત્કૃષ્ટ પ્રદેશાગ્રનો સંભવ છે, કારણકે ઉત્કૃષ્ટ યોગને વિષે વર્તતો જીવ ઉત્કૃષ્ટ પ્રદેશોના ગ્રહણનો સંભવ હોવાથી, અલ્પપ્રકૃતિના બંધકપણામાં બાકી અબધ્યમાન પ્રકૃતિના ભાગનું (દલિક) બધ્યમાન એવી પ્રકૃતિને વિષે મલવાથી, તથા અન્ય પ્રકૃતિ દલિકના ઉત્કૃષ્ટ સંક્રમને સમયે વિવલિત બધ્યમાન પ્રકૃતિઓને વિષે ઘણાં કર્મપુદ્ગલોનો પ્રવેશ થાય છે. તે કારણો હોવાથી ઉત્કૃષ્ટ પ્રદેશાગ્રનો સંભવ છે. તેથી વિપરીત જઘન્ય પ્રદેશાગ્રનો સંભવ જાણવો.
૮૫ એટલે કે જીવ જ્યારે જઘન્યયોગમાં વર્તતો હોય, તથા ઘણી ભૂલ અને ઉત્તરપ્રકૃતિનો બંધક હોય, તથા અન્ય પ્રકૃતિ લિકનો જઘન્યપ્રદેશ સંક્રમ હોય
તે અવસરે જધન્ય પ્રદેશાગ્રનો સંભવ હોય.
For Personal Private Use Only
Jain Education International
www.jainelibrary.org