________________
બંધનકરણ
बिइयं ताणि समाई, पढमस्साणंतगुणियमेगं तो । तीयाणऽतिच्छियाणं, ताणि व पढमस्स तुल्लाणि ॥ ३६ ॥ इतोऽतीतान्यतिक्रम्य द्वितीयमपि तानि प्रथमस्य । तुल्यान्यसङ्ख्येयगुणितम्, एकमतीतान्यतिक्रम्य ।। ३५ ।
द्वितीयं तानि समानि, प्रथमस्यानन्तगुणितमेकं ततः । ગતીતાનૈતિમ્ય, તાપિ પ્રથમસ્ય તુલ્યનિ ।। ૩૬ ॥
ગાથાર્થ :- તે સંધ્યેયગુણાધિક અનુભાગબંધસ્થાનથી આગળ તીર્ગાળ - પૂર્વાતીત સર્વસ્થાનોને ગચ્છિયાળ અતિક્રમીને બીજું સંખ્યયગુણાધિક સ્થાન કહેવું. એ રીતે તે સંધ્યેયગુણાધિકસ્થાનો પણ પ્રથમ અનંતભાગાધિક સ્થાન પ્રમાણે કહેવાં. ત્યાંથી આગળ એક અસંખ્યગુણાધિકસ્થાન કહેવું. ત્યાંથી આગળ પુનઃ પણ એક અસંખ્યેયગુણા -ધિક સ્થાન કહેવું. ૩૫.
૯૯
દ્વિતીય તે અસંખ્યયગુણાધિક સ્થાનો પણ પ્રથમ કંડક તુલ્ય કહેવાં. ત્યાંથી આગળ એક અનંતગુણાધિકસ્થાન કહેવું. ત્યાંથી આગળ પૂર્વાતીત સ્થાનોને અતિક્રમીને તે અનંતગુણાધિકસ્થાનો પણ પ્રથમ કંડક તુલ્ય કહેવાં. ૩૬.
ટીકાર્થ :- અહીંથી સંધ્યેયગુણાધિક અનુભાગબંધસ્થાનથી આગળ જેટલાં મૂલથી શરૂ કરીને પહેલાં અતિક્રાન્ત સ્થાનો કર્યા તેટલાં અતિક્રમ કરીને બીજું સંખ્યેયગુણાધિકસ્થાન કહેવું. ત્તિ એ પ્રમાણે એ અર્થમાં છે. એ પ્રમાણે તે સંધ્યેયગુણાધિક સ્થાનો ત્યાં સુધી કહેવાં જ્યાં સુધી પ્રથમ અનંતભાગવૃદ્ધસ્થાન કંડક તુલ્ય થાય. ત્યાંથી આગળ પૂર્વની રીતે ફરી સંખ્યયગુણાધિક સ્થાન પ્રસંગે અસંખ્યેયગુણાધિકસ્થાન કહેવું. ત્યાંથી આગળ મૂલથી શરૂ કરીને જેટલાં અતીત કર્યા તેટલાં ફરી પણ અતિક્રમ કરીને (જઇને) બીજું અસંખ્યયગુણાધિક સ્થાન કહેવું. તે પણ અસંખ્યયગુણાધિક સ્થાનો પ્રથમ મૂલભૂત જે અનંતભાગવૃદ્ધ કંડક સમાન તુલ્ય થાય. પછી પૂર્વની રીતે ફ૨ી પણ અસંખ્યયગુણાધિકસ્થાન પ્રસંગે અનંતગુણાધિક સ્થાન કહેવું. ‘‘તો ’' ત્તિ ત્યાંથી આગળ મૂલથી શરૂ કરીને જેટલાં અતીત કર્યા તેટલાં અતિક્રમ કરીને બીજુ અનંતગુણાધિકસ્થાન કહેવું. તે અનંતગુણાધિકસ્થાનો ત્યાં સુધી કહેવાં જ્યાં સુધી પ્રથમ અનંતભાગવૃદ્ધસ્થાન કંડક તુલ્ય થાય. ત્યાંથી આગળ પૂર્વની રીતે પંચવૃદ્ધિ અનંતર (પછી તુરત) ફરી પણ અનંતગુણાધિક સ્થાન પ્રાપ્ત થાય કે ન થાય ? તો કહે છે ન મલે ષસ્થાનકની પરિસમાપ્તિપણું (પરિપૂર્ણ) થવાથી આ પ્રથમ ષસ્થાનક થયું.
सव्वजियाणमसंखेज्जलोगसंखेज्जगस्स जेट्टस्स ।
भागोति गुणणा तिसु, छट्टाणमसंखिया लोगा ।। ३७ ॥ सर्वजीवानामसङ्ख्येयलोक सङ्ख्येयकस्य ज्येष्ठस्य ।
भागस्त्रिसृषु गुणना त्रिसृषु, षट्स्थानमसङ्ख्येया लोका: ।। ३७ ।।
ગાથાર્થ :- સર્વ જીવપ્રમાણ અસંખ્યેયલોકાકાશપ્રદેશ પ્રમાણને ઉત્કૃષ્ટ સંખ્યાતરાશિ પ્રમાણથી ત્રણને વિષે ગુણાકાર જાણવો, તથા એ ષસ્થાનકો પણ અસંખ્યલોકપ્રદેશ પ્રમાણ છે.
-
ટીકાર્થ :- આ ષસ્થાનકમાં ત્રણ પ્રકારે ભાગવૃદ્ધિ કહી અનંતભાગવૃદ્ધિ - અસંખ્યેયભાગવૃદ્ધિ સંધ્યેયભાગવૃદ્ધિ. અને ત્રણ પ્રકારે ગુણવૃદ્ધિ :- સંખ્યયગુણવૃદ્ધિ - અસંખ્યયગુણવૃદ્ધિ - અનંતગુણવૃદ્ધિ. ત્યાં કેટલાં પ્રમાણે અનંત અસંખ્યેય - સંધ્યેયતમ ભાગથી અને કેટલાં પ્રમાણે અનંત - અસંખ્યેય - સંધ્યેય ગુણાકાર વડે વૃદ્ધિ થાય ? એ જાણવાને માટે કહે છે.
પ્રથમ ત્રણ વૃદ્ધિને વિષે અનંત - અસંખ્યેય - સંધ્યેયના ભાગમાં યથાક્રમ સર્વજીવ - અસંખ્યેયલોકાકાશ - પ્રદેશ અને ઉત્કૃષ્ટ સંખ્યાતાનો જાણવું.
અને પછીની ત્રણ ગુણવૃદ્ધિને વિષે ગુણાકાર અનંત - અસંખ્યેય સંખ્યયનો યથાક્રમથી સર્વ જીવ - અસંખ્યયલોકાકાશપ્રદેશ - ઉત્કૃષ્ટ સંધ્યેયનો જાણવો.
તે આ પ્રમાણે કહે છે. પ્રથમ અનુભાગબંધસ્થાનને સર્વજીવ સંખ્યાપ્રમાણ રાશિવડે ભાગે છતે જે પ્રાપ્ત થાય તે અહીં અનંતભાગ ગ્રહણ કરવું, તેનાથી અધિક બીજુ અનુભાગબંધસ્થાન, તેને પણ સર્વજીવપ્રમાણ રાશિવડે ભાગે છતે જે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org