________________
બંધનકરણ
પ્રશ્ન :- અહીં પ્રશ્ન થાય છે કે ..... દરેક સમયે બધ્યમાન વિભાગની વિધિ કહીં પણ જ્યારે તે તે ગુણસ્થાનકમાં પોત પોતાના બંધનો ઉચ્છેદ થાય ત્યારે તેના ભાગનું દ્રવ્ય (દલિયું) કોના ભાગે આવે ?
ઉત્તર :- જ્યાં સુધી એક પણ સજાતીય પ્રકૃતિ બંધાતી હોય તો તેને ભાગે આવે. અને જ્યારે તેની સજાતીય સર્વપ્રકૃતિનો બન્ધોચ્છેદ થાય અથવા મિથ્યાત્વ પ્રકૃતિની સજાતીય બીજી પ્રકૃતિ ન હોય ત્યારે તેના ભાગનું સર્વ દ્રવ્ય મૂલપ્રકૃતિ અન્તર્ગત વિજાતીય પ્રકૃતિને આપવું. તેના પણ ઉચ્છેદ થાય ત્યારે તેના દલિયા બીજી જ મૂલપ્રકૃતિને પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે ત્યાં સુધી જાણવું જ્યાં સુધી સૂક્ષ્મસંપાયમાં ગ્રહણ કરેલ દલિયાના ૬ ભાગ થાય છે. તે પછી સર્વ દલિયા સાતાને મળે છે. (યંત્ર નં. ૧૩-૧૪ જુઓ)
ઇતિ જઘન્યપદે પ્રદેશાગ્રાભ બહુત સહિત પ્રદેશાગ્રાભબહત્વનું સ્વરૂપ સમાપ્ત
( - અથ પ્રદેશબંધ વિષે સાદ્યારે પ્રરૂપણા - ) હવે સાદિ આદિ પ્રરૂપણા અને સ્વામી આદિ પ્રરૂપણા કરવી જોઇએ. ત્યાં મોહનીય આયુષ્ય સિવાયની ૬ મૂલ પ્રકૃતિઓનો અનુત્કૃષ્ટ પ્રદેશબંધ સાદિ આદિ-૪ પ્રકારે છે. તે આ પ્રમાણે કહે છે.....
આ ૬ કર્મનો સુક્ષ્મસંપરામાં રહેલ ઉત્કૃષ્ટ યોગે વર્તતો એક અથવા બે સમય ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે. તેથી આ સાદિ અને અધ્રુવ. પછી બીજે સર્વ પણ અનુકુષ્ટ છે. અને તે ઉત્કૃષ્ટ પ્રદેશબંધથી પડતો અથવા બંધવિચ્છેદ કરીને પડતો મંદ યોગસ્થાનમાં વર્તતો હોય તે સાદિ, તે સ્થાન અપ્રાપ્તને અનાદિ, અભવ્યને આશ્રયી ધ્રુવ; ભવ્યને આશ્રયીને અધવ. આ છ કર્મનો ઉત્કૃષ્ટ-જઘન્ય અજઘન્ય વિકલ્પો સાદિ-અધવ, ત્યાં ઉત્કૃષ્ટની સાદિ-અધ્રુવ કહ્યો. જઘન્ય :- સૂક્ષ્મ નિગોદના અપર્યાપ્ત અવસ્થામાં ઉત્પત્તિના સમયે, સર્વ અલ્પવીર્ય, સાત પ્રકૃતિનો બંધક એક સમય બાંધે. પછી બીજા સમયે તેનો અજઘન્ય પછી ફરી પણ... સંખ્યયકાલ અથવા અસંખ્યયકાલ અતિક્રાન્ત થયે પહેલા કહેલ લક્ષણવાળો સૂક્ષ્મનિગોદ ભાવને પ્રાપ્ત થયેલાને પ્રથમ સમયે જઘન્ય. પછી અનન્તર (તરતના) સમયે અજઘન્ય. તે પ્રમાણે અનેક પ્રકારે સંસારીઓના જઘન્ય અને અજઘન્ય પરાવર્તનથી તે બંને પણ સાદિ-અધુવ છે.
આયુષ્ય અને મોહનીયનો જઘન્ય આદિ ચારે પણ સાદિ-અધ્રુવ છે, ત્યાં અધ્રુવબંધિપણું છે, તેથી આયુષ્યના જઘન્ય આદિ ચારે ભેદોની સાદિ અધ્રુવતા સ્પષ્ટ છે.
મોહનીયનો તો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ સાત પ્રકૃતિનો બંધક ઉત્કૃષ્ટ યોગસ્થાનવર્તિ એક અથવા બે સમય થાય છે. પછી તે જ અનુત્કૃષ્ટ થાય છે. તે બંને સાદિ-અધ્રુવ છે, જઘન્ય-અજઘન્યની સાદિ-અધ્રુવ તે જ્ઞાનાવરણીયની જેમ ભાવવું. (૫. નં. - ૮૭ જુઓ)
મૂલપ્રકૃતિમાં કર્મદલનું અલ્પબહુત યંત્ર નંબર - ૧૩
કર્મનું નામ
અલ્પ બહુત્વ
અલ્પ
તેથી વિશેષાધિક
સ્વસ્થાને પરસ્પર તુલ્ય
આયુષકર્મ નામકર્મ ગોત્રકર્મ જ્ઞાનાવરણકર્મ દર્શનાવરણકર્મ
અંતરાયકર્મ મોહનીયકર્મ વેદનીયકર્મ
તેથી વિશેષાધિક સ્વસ્થાને પરસ્પર તુલ્ય
તેથી વિશેષાધિક તેથી વિશેષાધિક
વેદનીયકર્મ સ્પષ્ટપણે પોતાનું ફલ-સુખ-દુઃખ બતાવે છે.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org